Mahakaleshwar Jyotirlinga : મહાકાલેશ્વર જ્યોતિર્લિંગના દર્શન માત્રથી ભયનું થશે શમન ! જાણો શિવજી શા માટે બન્યા મહાકાલ ?

|

Jul 31, 2022 | 7:24 AM

મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ (Mahakaleshwar Jyotirlinga) એ એકમાત્ર એવું જ્યોતિર્લિંગ છે કે જે દક્ષિણાભિમુખ છે. અને એટલે જ અહીં બિરાજમાન દેવાધિદેવ ‘દક્ષિણામૂર્તિ’ તરીકે પણ પ્રસિદ્ધ છે. મહેશ્વરનું આ દિવ્ય રૂપ દર્શન માત્રથી ભયથી મુક્તિ પ્રદાન કરનારું મનાય છે.

Mahakaleshwar Jyotirlinga : મહાકાલેશ્વર જ્યોતિર્લિંગના દર્શન માત્રથી ભયનું થશે શમન ! જાણો શિવજી શા માટે બન્યા મહાકાલ ?
Mahakaleshwar Jyotirlinga

Follow us on

સૌરાષ્ટ્રે સોમનાથં ચ શ્રીશૈલે મલ્લિકાર્જુનમ્ ।

ઉજ્જયિન્યાં મહાકાલં ઓમકારં મમલેશ્વરમ્ ।।

દ્વાદશ જ્યોતિર્લિંગના (12 jyotirlinga) દર્શનમાં ત્રીજા સ્થાને મહાકાલના (mahakal) દર્શનની મહત્તા છે. મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં પાવની ક્ષિપ્રા નદીને કિનારે ભગવાન શિવ એ મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ (Mahakaleshwar Jyotirlinga) સ્વરૂપે બિરાજમાન થયા છે. શાસ્ત્રોમાં આ શિવલિંગની મહત્તાનું વર્ણન કરતા કહેવાયું છે કે, “આકાશે તારકં લિંગમ્, પાતાલે હાટકેશ્વરમ્ । ભૂલોકે ચ મહાકાલો: લિંગમ્ ત્રય નમોડસ્તુતે ।।” એટલે કે, આકાશ, પાતાળ અને ભૂલોક પર સ્થિત મહત્વના ત્રણ શિવલિંગોમાં મહાકાલની ગણના ‘ભૂલોકના સ્વામી’ તરીકે થઈ છે. ઉજ્જૈનની ભૂમિ પર તો મહાકાલ જ સર્વેસર્વા મનાય છે. અને એટલે જ તો તે અહીં રાજાધિરાજ તેમજ અવંતિકાનાથ તરીકે પૂજાય છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

એક મહાકાલના અનેક રૂપ !

અહીં મંદિર મધ્યે દેવાધિદેવનું એ સ્વરૂપ વિદ્યમાન છે કે જે દર્શન માત્રથી ભયનું શમન કરનારા મનાય છે. મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ એ એકમાત્ર એવું જ્યોતિર્લિંગ છે કે જે દક્ષિણાભિમુખ છે. અને એટલે જ અહીં બિરાજમાન દેવાધિદેવ ‘દક્ષિણામૂર્તિ’ તરીકે પણ પ્રસિદ્ધ છે. ખાસ વાત તો એ છે કે અહીં શિવજીને અદભુત શણગાર કરવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં મહાકાલ એ એકમાત્ર એવાં દેવ છે કે જે અદભુત શણગાર સાથે વિવિધ સ્વરૂપોમાં ભક્તોને દર્શન દે છે. ‘એક’ મહાકાલના ‘અનેક’ સ્વરૂપમાં દર્શન પ્રાપ્ત કરવા જ ભક્તો અહીં દર્શનાર્થે ઉમટી પડે છે.

મહાકાલેશ્વર પ્રાગટ્ય

શિવપુરાણની કોટિરુદ્રસંહિતાના 17માં અધ્યાયમાં મહાકાલના ઉજ્જૈનીમાં પ્રાગટ્યની કથા વર્ણીત છે. જે અનુસાર, ઉજ્જૈનીના પરમ શિવભક્ત રાજા ચંદ્રસેનને ચિંતામણિ નામે અત્યંત દુર્લભ મણિની પ્રાપ્તિ થઈ. આ મણિને પ્રાપ્ત કરવા અન્ય રાજાઓએ ઉજ્જૈની પર આક્રમણનો નિર્ણય લીધો. ચંદ્રસેને દેવાદિદેવનું શરણું લીધું. અને દિવસરાત તેમની ભક્તિમાં લીન રહેવા લાગ્યા. ચંદ્રસેનની શિવપૂજા જોઈ પાંચ વર્ષનો શ્રીકર નામનો એક ગોપબાળ શિવપૂજા તરફ આકર્ષાયો. તેણે એક સામાન્ય પત્થરની સ્થાપના કરી. જેવી આવડી તેવી પૂજા કરી અને પછી સાધનામાં લીન થઈ ગયો.

કહે છે કે એ શ્રીકરની શુદ્ધ સાધના જ હતી, કે જે કાળના પણ કાળ મહાકાળને ઉજ્જૈનીમાં લઈ આવી. રાતોરાત ત્યાં રત્નમય શિવલિંગનું પ્રાગટ્ય થયું. આ ઘટના વાયુવેગે ઉજ્જૈનીમાં પ્રસરી. રાજા ચંદ્રસેને હર્ષાશ્રુ સાથે મહાકાલની પૂજા કરી. યુદ્ધ કરવા આવેલાં રાજાઓએ પણ ભયભીત થઈ શસ્ત્ર મૂકી દીધાં. મહાકાલના આગમન માત્રથી ઉજ્જૈની પરનું મહાસંકટ દૂર થઈ ગયું. અને એટલે જ તો શિવજી ભયથી મુક્તિ અપાવનારા તેમજ કાળના પણ કાળ ‘મહાકાળ’ તરીકે અહીં બિરાજમાન થયા. ભૂલોકના સ્વામી તરીકે પ્રસિદ્ધ થયા.

જગદગુરુ શંકરાચાર્યજીએ 8મી સદીમાં ઉજ્જૈનના આ પાવનકારી ધામને પુન: જાગૃત કર્યું હતું. મહાકાલેશ્વર એ દુનિયાનું એકમાત્ર એવું શિવાલય છે કે જ્યાં મહેશ્વરની ભસ્મ આરતી થાય છે. શ્રદ્ધાળુઓને મન આ આરતીના દર્શનનો સવિશેષ મહિમા રહેલો છે. કહે છે કે જીવનની તમામ મુસીબતોથી મુક્તિ અપાવનારા અને અકાળ મૃત્યુથી રક્ષણ પ્રદાન કરનારા છે મહાકાલ.

 

Next Article