ચંદ્ર દોષ : કુંડળીમાં ચંદ્ર પીડિત હશે તો મળશે આ સંકેત, જાણો ચંદ્ર સંબંધિત ઉપાય
આજે શરદપૂર્ણિમા છે, અને આજે ચંદ્રગ્રહણ પણ છે, આજે અમે તમને કુંડળીમાં ચંદ્ર સંબંધિત દોષ અને પીડા વિશે જણાવશું, સાથે સાથે આ દોષ માંથી મુક્ત થવાના ઉપાય વિશે પણ માહિતગાર કરશું.

આજે શરદપૂર્ણિમાં છે, અને આજે ચંદ્રગ્રહણ પણ છે, ઉલ્લખનીય છે ગ્રહણ ભારતમાં દેખાવાનું છે તેથી ભારતમા પણ તેનો સુતકકાળ માન્ય ગણાશે, અને આ સુતકકાળ ગ્રહણ શરૂ થયાના 9 કલાક પહેલા શરૂ થઇ જશે. આપણે જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુંડળીમાં લાગતા ચંદ્ર દોષની વાત કરીશું. ચંદ્ર મનના કારક છે. અને જ્યારે ચંદ્રદેવ કુંડળીમાં પીડિત અવસ્થામાં હોય છે ત્યારે માણસની માનસિક સ્થિતી પર તેની અસર થાય છે.
ચંદ્ર કર્ક રાશિના સ્વામી છે અને તે વૃષભમાં ઉચ્ચના હોય છે કારણકે વૃષભ રાશિ તેમની મૂળ ત્રિકોણ રાશિ છે. જ્યારે ચંદ્ર વૃશ્ચિક રાશિમાં નીચ અવસ્થામાં હોય છે. સુર્ય અને બુધ ચંદ્રના મિત્ર છે, રાહુ અને કેતું ચંદ્રને દોષ લગાવે છે, જેને કારણ ગ્રહણ દોષ થાય છે. ગુરૂ અને શુક્ર સાથે ચંદ્ર યુતિ અવસ્થામાં રાજ યોગ બનાવે છે, જ્યારે શનિ સાથે ચંદ્ર વિષ યોગ અને મંગળ સાથે ચંદ્ર ને ચંદ્ર મંગળ યોગ કહેવામાં આવે છે. આમ અમુક ગ્રહ ચંદ્ર સાથે મળી શુભ ફળ આપે છે તો કેટલાક અશુભ ફળ આપે છે.
પીડિત ચંદ્ર તેની મહાદશા અને અંતરદશામાં માનસીક બિમારી આપે છે.આ ઉપરાંત તેના સંબંધીત કેટલીક બિમારી પણ છે જે તે પીડિત અવસ્થામાં આપે છે.
પીડિત ચંદ્ર ને કારણે થતી બીમારી
ચંદ્રને જળ તત્વ રાશિ ગણવામાં આવે છે, આજ કારણથી શરીરમાં થતી પાણી સંબંધિત બિમારી થઇ છે, જ્યારે ચંદ્ર અશુભ કે નીચ અવસ્થામાં પીડિત કે ક્રુરગ્રહોથી દ્રષ્ટ હોય ત્યારે મૂત્રાશય સંબંધિત રોગો વધુ જોવા મળે છે. ડાયાબિટીસ, ઝાડા, અનિદ્રા, આંખના રોગો,માનસીક બિમારી, કમળો, માનસિક પીડા, માનસિક થાક, તાવને કારણે ઠંડી, શરદી, ઉધરસ, અસ્થમા, શ્વાસના રોગો, ફેફસાના રોગો થાય છે.
શું છે ચંદ્રની પીડાથી બચવાના ઉપાય
ચંદ્રની પીડાને શાંત કરવા માટે મોતી ધારણ કરવું અમુક સંજોગોમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. સોમવારે ચાંદીની વીંટી અથવા પેન્ડન્ટમાં અસલી મોતી પહેરો. હંમેશા તમારા ખિસ્સા અથવા પર્સમાં ચાંદીનો ચોરસ ટુકડો રાખો. શિવલિંગ પર દરરોજ જળ અર્પણ કરો દરરોજ શુક્લપક્ષના ચંદ્રના દર્શન કરો. ચંદ્રના બિજ મંત્ર ॐ सों सोमाय: नमः નો જાપ કરો.
(અહીં આપેલી માહિતી જ્યોતિષીય મૂલ્યાંકન પર આધારિત છે અને TV9 તેનાથી સંબંધિત કોઈ દાવો કરતું નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને તે અહીં રજૂ કરવામાં આવ્યું છે)
ભક્તિ સમાચાર સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો
