Chanakya Niti: આચાર્ય ચાણક્યના મતે શું છે સાચી જીવન સંગિનીના ગુણો ? જાણો આ ત્રણ ખાસ વાત

|

Jul 18, 2021 | 8:00 AM

ચાણક્ય નીતિ ગ્રંથમાં આચાર્યએ પતિ, પત્ની, ભાઈ, બહેન, માતા અને પિતા પ્રત્યેની જવાબદારી અને ફરજ વિશે પણ વિગતવાર સમજાવ્યું છે.

Chanakya Niti: આચાર્ય ચાણક્યના મતે શું છે સાચી જીવન સંગિનીના ગુણો ? જાણો આ ત્રણ ખાસ વાત
Chanakya Niti

Follow us on

આચાર્ય ચાણક્યએ તેમના જીવનની તમામ પ્રકારની પરિસ્થિતિઓનો અભ્યાસ કર્યો છે અને જીવનના દરેક પાસાઓને નજીકથી સમજ્યા છે. આચાર્ય આજીવન લોકોની મદદ કરતા રહ્યા અને તેમને સાચો રસ્તો બતાવતા રહ્યા. ચાણક્ય નીતિ ગ્રંથમાં આચાર્યએ પતિ, પત્ની, ભાઈ, બહેન, માતા, પિતા પ્રત્યેની જવાબદારી અને ફરજ વિશે પણ વિગતવાર સમજાવ્યું છે.

આ સાથે સાચા જીવનસાથીના ગુણોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ચાલો તમને જણાવી દઇએ કે આચાર્ય ચાણક્ય એક મહાન વિદ્વાન હતા અને દરેક વિષયના જાણકાર હતા. તેના અનુભવો આજના સમયમાં પણ સચોટ સાબિત થાય છે અને લોકોને સાચો રસ્તો બતાવે છે.

આચાર્ય (Acharya Chankaya) ની વાતોથી આપણને સાચા ખોટાની સરળતાથી શીખ મળે છે અને આપણાં જીવનમાં આવતી દરેક મુશ્કેલીઓનો આપણે સામનો કરી શકીએ છીએ. આચાર્ય ચાણક્યના હિસાબે અમુક ગુણો અને સંકેતોના ઇશારે તમે જાણી શકો છો કે આપની પત્ની સાચી સંગિની છે કે નહીં ?

રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?

1. આચાર્યનું કહેવું છે કે જે રીતે તમે કોઈ પણ ભરોસાપાત્ર વ્યક્તિને ભરોસાનું કામ આપીને તેની નીતિ પારખી શકો છો, તે રીતે તમારા પત્ની તમારી સાચી જીવનસાથી છે કે નહીં, તે આપના ખરાબ સમયમાં ખબર પડે છે.

જ્યારે તમારી પાસે ઘન-દોલત યશ-કિર્તિ કઈ જ નથી હોતું. એક આદર્શ જીવનસાથી, મુશ્કેલીભર્યા સમયમાં ક્યારેય પણ પોતાના પતિનો સાથ નથી છોડતી, પરંતુ તેના આવા સમયમાં તેની હિંમત વધારી ડગલેને પગલે સાથે રહે છે.

2. આચાર્ય ચાણક્યનું કહેવું છે કે એક પત્ની, પતિવ્રતા ધર્મનું પાલન કરે છે. તેનું મન સંપૂર્ણ રીતે પોતાના પતિ તરફ સમર્પિત હોય છે. તે પોતાના પતિની ખુશી માટે કઈ પણ કરી છૂટવા માટે તૈયાર હોય છે. જેને આવી પ્રેમાળ પત્ની મળી હોય છે, તેનું જીવન દરેક રીતે સફળ થાય છે.

3. આચાર્યનું માનવું હતું કે જે રીતે આપણે સંકટ સમયે ઘનને બચાવી છીએ તે રીતે, આપણે આપની પત્નીને પણ દરેક મુશ્કેલ સ્થિતિમાં રક્ષા કરવી જોઈએ, પરંતુ જે પત્ની આપના પરિવારનું અહિત ઈચ્છે છે, આપના ઘરની સુખ શાંતિ ભંગ કરે છે, પરિવારમાં ક્લેશ કરાવે છે આવી પત્નીઓ જીવનમાં ક્યારેય કોઈને સુખી નથી કરી શકતી.

આવી પરિસ્થિઓમાં અત્યંત સૂઝબૂઝથી કામ લેવું જોઈએ અને કોઈ પોતાના આત્મ સન્માન અને પરિવારની ખુશીઓ માટે કોઈ પણ યોગ્ય નિર્ણય લેતા સંકોચ ન કરવો જોઈએ.

 

આ પણ વાંચો: Ahmedabad: ક્રાઇમ બ્રાન્ચ પોલીસ કોન્સ્ટેબલ ચંદ્રકાંત મકવાણાની હત્યા મામલો, 22 જુલાઇએ ચુકાદો

આ પણ વાંચો: AHMEDABAD : ગુજરાત બોટલિંગ પાસે ખાડો ખોદતા ગેસ પાઈપ લાઈનને ક્ષતિ, પાણી ઉછળી ઉછળી ને બહાર આવ્યું

Next Article