AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Budh Rashi Parivartan 2022 : કન્યા રાશિમાં બુધનો પ્રવેશ, આ 4 રાશિઓના જાતકોનુ બદલાઈ જશે કિસ્મત

જ્યોતિષીઓનું કહેવું છે કે બુધનું આ રાશિ પરિવર્તન ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનું છે. નોકરી, ધંધો અને ઘણી રાશિઓનું સામાન્ય જીવન આ ગોચર પ્રભાવિત કરશે. ખાસ કરીને ચાર રાશિના લોકોને ઘણો ફાયદો થઈ શકે છે.

Budh Rashi Parivartan 2022 : કન્યા રાશિમાં બુધનો પ્રવેશ, આ 4 રાશિઓના જાતકોનુ બદલાઈ જશે કિસ્મત
Budh Rashi Parivartan 2022
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 21, 2022 | 12:19 PM
Share

Budh Rashi Parivartan 2022 : બુદ્ધિનો કારક બુધ ગ્રહ રાશિ પરિવર્તન કરવા જઇ રહ્યો છે, 21 ઓગસ્ટે બુધ કન્યા રાશિમાં પ્રવેશ કરશે (Budh Transit in Kanya Rashi). ત્યારે આ ગોચર તમામ 12 રાશિના લોકોને અસર કરશે. 26 ઓક્ટોબર સુધી બુધ આ રાશિમાં રહેશે. જ્યોતિષીઓનું કહેવું છે કે બુધનો આ રાશિ પરિવર્તન ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે. આ ગોચર ઘણી રાશિના જાતકોને નોકરી પરિવર્તન, ધંધો અને સામાન્ય જીવનમાં પરિવર્તન લાવશે. ખાસ કરીને ચાર રાશિ (Rashi)ના લોકોને ઘણો ફાયદો થઈ શકે છે.

વૃષભ રાશી – કન્યા રાશિમાં બુધનો પ્રવેશ થતાં જ વૃષભ રાશિના લોકોનું ભાગ્ય ચમકી શકે છે. આ રાશિના લોકો આર્થિક મોરચે પ્રબળ રહેશે. વેપારમાં રોકાણથી લાભ થશે. ઓફિસમાં સહકર્મીઓ અને અધિકારીઓ તરફથી સહયોગ પ્રાપ્ત થશે. પૈતૃક સંપત્તિમાં ધનલાભ થઈ શકે છે. બુધવારે ભગવાન ગણેશને લાડુ ચઢાવો.

મિથુન રાશી– મિથુન રાશિના લોકો માટે બુધનું આ ગોચર ખૂબ જ શુભ રહેશે. તમે નવો ધંધો શરૂ કરી શકો છો. નિર્માણ કાર્ય શરૂ થઈ શકે છે. તમે નવું વાહન ખરીદી શકો છો. તમને નોકરીની નવી તકો પણ મળી શકે છે. તમારું લગ્નજીવન સુખી રહેશે. જીવનસાથી સાથેના સંબંધોમાં મધુરતા વધશે. લાંબા સમયથી દેવામાં ફસાયેલા પૈસા તમને પાછા મળી શકે છે.

સિંહ રાશી- સિંહ રાશિના જાતકો માટે બુધનું આ ગોચર ખૂબ જ લાભદાયી બની શકે છે. નોકરીમાં ઉન્નતિની તક મળી શકે છે. નવા કાર્યની શરૂઆત કરવા માટે સમય ઘણો સારો રહેશે. કરિયરની દ્રષ્ટિએ સમય સાનુકૂળ રહેશે. જે લોકો સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છે, તેમની એકાગ્રતા વધુ સારી રહેશે. સારા પરિણામ મળવાના ચાન્સ રહેશે.

કન્યા રાશી– બુધનું આ ગોચર કન્યા રાશિમાં જ થવાનું છે. આ ગોચર પછી તમારા વ્યવસાયિક જીવનમાં મોટો બદલાવ આવવાનો છે. નોકરીમાં તમને સારી ઓફર મળી શકે છે. તમને વ્યવસાયમાં અપેક્ષિત લાભ મળશે. નવા જીવનસાથીની શોધ હવે સમાપ્ત થઈ શકે છે. ટૂંક સમયમાં તમારા જીવનમાં એક નવો વ્યક્તિ પ્રવેશ કરી શકે છે. પ્રોપર્ટીમાં રોકાણ માટે પણ સમય સાનુકૂળ રહેશે.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

g clip-path="url(#clip0_868_265)">