
અયોધ્યા (Ayodhya)માં રામલ્લાના દર્શનનો પ્લાન બનાવી રહેલા શ્રદ્ધાળુઓ માટે એક મહત્વપૂર્ણ સુચના સામે આવી રહી છે. હવામાનમાં ફેરફારની સાથે શ્રીરામ જન્મભૂમિ મંદિર પ્રશાસને પુજા -પાઠની વ્યવસ્થામાં ફેરફાર કર્યો છે. જેની અસર સવારની પહેલી આરતીથી લઈ રાતમાં મંદિર બંધ થવા સુધી પડશે. શ્રદ્ધાળુઓને દર્શન માટે મળનાર સમયની સાથે ભોગ અને આરામના સમયનું ધ્યાન રાખવું પડશે.
અયોધ્યા સ્થિત શ્રીરામ જન્મભૂમિ મંદિરમાં વિરાજમાન રામલ્લાની પુજા,આરતી,ભોગ અને દર્શનના શેડ્યુલમાં 1 નવેમ્બરથી ફેરફાર થશે. ઋતુ પરિવર્તનને જોઈ મંદિર પ્રશાસને સમયમાં ફેરફારની જાહેરાત કરી છે.
મંદિર પ્રશાસન અનુસાર 3:45ના બદલે 4 કલાકે મંદિરના કપાટ ખુલશે. સવારે 4:30 કલાકે મંગળા આરતી થશે. તેમજ સવારે 6:30 કલાકે શ્રૃંગાર આરતી અને સવારે 7 કલાકે શ્રદ્ધાળુઓના દર્શન શરુ થશે.
મંદિર પ્રશાસન તરફથી કહેવામાં આવ્યું કે, સવારે 8 થી 8:10 કલાક સુધી બાલભોગ માટે કપાટ બંધ રહેશે. સવારે 11:30 કલાકથી બપોરના 12 કલાક સુધી રાજભોગ બપોર 12:30 થી 1:30 કલાક સુધી રામલલાના આરામનો સમય નક્કી કરવામાં આવ્યો છે.
બપોરના 1:35 કલાકથી ફરી દર્શન શરુ થશે. સાંજે 7 કલાકે સંધ્યા આરતી થશે. સાંજે 9:30 કલાકે શયન આરતી પછી 10 કલાકે મંદિરના કપાટ બંધ થશે. હાલમાં 10:30 કલાકે મંદિરના કપાટ બંધ થતા હતા.
| મંદિરના કપાટ | સવારે 4:00વાગ્યે ખુલશે |
| મંગળા આરતી | સવારે 4:30 વાગ્યે |
| શ્રૃંગાર આરતી | સવારે 6:30 વાગ્યે |
| ભક્તો માટે દર્શન | સવારે 7 : 00 વાગ્યે શરૂ થશે |
| બાલભોગ | સવારે 8 : 00 થી 8 : 10 વાગ્યે |
| રાજભોગ | સવારે 11 : 30 થી 12 : 00વાગ્યે |
| રામલલાનું વિશ્રામ સ્થાન | બપોરે 12 : 30 થી 1: 30 વાગ્યે રહેશે |
| દર્શન | બપોરે 1 : 35 વાગ્યે ફરી શરૂ થશે |
| સંધ્યા આરતી | સાંજે 7: 00 વાગ્યે |
| શયન આરતી | રાત્રે 9 : 30 વાગ્યે |
| મંદિરના કપાટ | રાત્રે 10: 00 વાગ્યે બંધ થશે |
અમદાવાદથી અયોધ્યામાં રામ મંદિર જવા માટે મુખ્ય ફ્લાઇટ, ટ્રેન અને બસ વિકલ્પો છે. અમદાવાદથી અયોધ્યા અથવા ફૈઝાબાદ સુધી સીધી અથવા કનેક્ટિંગ ટ્રેનો ઉપલબ્ધ છે.
5 ઓગસ્ટ, 2020 ના રોજ, ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અયોધ્યા ખાતે ભૂમિ પૂજન વિધિ કરવામાં આવી હતી અને મંદિરનું નિર્માણકાર્ય શરૂ થયું હતું. શ્રી રામ, જેને શ્રી હરિ વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે, તે એક વ્યાપકપણે પૂજાતા હિંદુ રાજા છે. પ્રાચીન ભારતીય મહાકાવ્ય, રામાયણ અનુસાર, રામનો જન્મ અયોધ્યામાં થયો હતો. જેને રામજન્મભૂમિ પણ કહેવામાં આવે છે. જે સરયુ નદીના કિનારે આવેલું છે.