Bhakti: દિવાળીની પૂજામાં જો આ 6 વસ્તુઓનો કરશો ઉપયોગ તો ધન ધાન્યમાં થશે વૃદ્ધિ !

|

Nov 04, 2021 | 11:08 AM

દેવી લક્ષ્મીની કૃપાને પ્રાપ્ત કરવા કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. માતા લક્ષ્મીનું પ્રાગટ્ય સમુદ્રમાંથી થયું હોવાનું મનાય છે. એટલે સમુદ્રનું જળ દિવાળીના પૂજનમાં ઉપયોગમાં લેવાથી ઘરમાં ક્યારેય ધન ધાન્યની ખોટ નથી આવતી !

Bhakti: દિવાળીની પૂજામાં જો આ 6 વસ્તુઓનો કરશો ઉપયોગ તો ધન ધાન્યમાં થશે વૃદ્ધિ !
આ વખતે લાભપાંચમ એટલે કે કારતક સુદ પાંચમ તા. 9-11-2021 મંગળવારે આવશે

Follow us on

દિવાળીના (Diwali) દિવસે માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજાનું મહત્વ છે. સાથે જ દિવાળી પૂજનમાં પાણીમાં જોવા મળતી કેટલીક વસ્તુઓના પૂજનનું પણ વિશેષ માહાત્મ્ય છે. જ્યોતિષશાસ્ત્રમાં જળનો સંબંધ ચંદ્રદેવ સાથે માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર ચંદ્રમાની ઉત્પત્તિ સમુદ્રમંથન સમયે થઇ હતી અને માતા લક્ષ્મી પણ સમુદ્રમાંથી જ પ્રગટ થયા હતા. એટલા માટે દિવાળીની રાત્રે પાણીમાં જોવા મળતી 6 વસ્તુઓનું વિશેષ મહત્વ છે. તમે પણ જાણી લો કે આ 6 વસ્તુઓ કઈ છે. અને પૂજામાં તેના ઉપયોગથી કેવાં ફળની થશે પ્રાપ્તિ.

કમળનું ફૂલ
મહાલક્ષ્મીના પૂજનમાં કમળનું પુષ્પ વિશેષ મહત્વ ધરાવે છે. કમળ પાણીમાં ઉગે છે. દિવાળી પૂજનમાં મા લક્ષ્મીને કમળનું પુષ્પ અર્પણ કરવું ખૂબ જ શુભ અને મંગળકારી મનાય છે. કમળને શુભ, સૌંદર્ય અને આર્થિક સંપન્નતાનું પ્રતિક માનવામાં આવે છે.

સમુદ્રનું જળ
જો તમને સમુદ્રનું જળ મળી જાય તો તેને દિવાળી પૂજનમાં જરૂર સામેલ કરો. માન્યતા છે કે મા લક્ષ્મી જળથી જ પ્રગટ થયા છે. પૂજન દરમિયાન જળને કળશમાં ભરી રાખવું અને પૂજા પછી ઘરમાં આ જળનો છંટકાવ કરી દેવો જોઇએ. લોકોવાયકા અનુસાર આવું કરવાથી ઘરમાં સકારાત્મક ઊર્જામાં વૃદ્ધિ થાય છે.

કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો

શંખ
દિવાળી પૂજનમાં શંખને સામેલ કરવું ખૂબ શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે શંખ દરિદ્રતા અને દુઃખને દૂર કરે છે. ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી બંનેને શંખ ખૂબ પ્રિય છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર જોઈએ તો શંખને માતા લક્ષ્મીનો ભાઇ માનવામાં આવે છે. અને એટલે જ તેનું પૂજન ફળદાયી મનાય છે.

મોતી
દિવાળીની રાતે પૂજા સ્થળ પર મોતી રાખવું જોઇએ અથવા તો ધારણ કરવું જોઇએ. માન્યતા છે કે તેનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ધન ધાન્યમાં વૃદ્ધિ થાય છે.

ગોમતી ચક્ર
દિવાળી પૂજનમાં ગોમતીચક્રનો ઉપયોગ કરવો શુભ માનવામાં આવે છે. ગોમતી નદીમાંથી છિપલા જેવી સફેદ વસ્તુઓ મળે છે જેના પર ચક્ર બનેલું હોય છે તેને ગોમતીચક્ર કહેવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ ચક્ર પર ભગવાન વિષ્ણુનું સુદર્શન ચક્ર હોય છે. જે બધી જ નકારાત્મકતાઓનો નાશ કરે છે. લક્ષ્મી પૂજન પછી ગોમતીચક્રને તિજોરીમાં રાખી દેવામાં આવે છે. કહે છે કે આવું કરવાથી ઘરમાં આર્થિક સમૃદ્ધિ વધે છે. ધ્યાનમાં રહે કે પૂજનમાં 11 ગોમતીચક્ર રાખવા જોઇએ.

શિંગોડા
માતા લક્ષ્મીને મનગમતા ફળોમાં શિંગોડાનો પણ સમાવેશ થાય છે. માન્યતા છે કે દિવાળી પૂજનમાં શિંગોડાને સામેલ કરવાથી મા લક્ષ્મી પ્રસન્ન થાય છે. અને મા લક્ષ્મીની કૃપાથી આર્થિક તંગીથી મુક્તિ મળે છે !

આ પણ વાંચો : જો જો ભૂલતા નહીં, દિવાળી પર આ સ્થાન પર દીવો નહીં પ્રગટાવો તો લક્ષ્મીજી પ્રસન્ન નહીં થાય !

આ પણ વાંચો : દિવાળીની રાત્રે આ અચૂક ઉપાયોથી ચમકી જશે કિસ્મત, જાણો આ ચમત્કારી ઉપાયો વિશે

Next Article