Bhakti: આજે અચૂક કરો શનિ પ્રદોષનું વ્રત, પ્રાપ્ત થશે મનોવાંચ્છિત ફળ!

|

Jan 15, 2022 | 7:48 AM

ભગવાન ભોલેનાથની અસીમકૃપા મેળવવા માટે તેમના ભક્તગણ દ્વારા ખુબજ શ્રદ્ધાથી પ્રદોષ વ્રત કરવામાં આવે છે. ઐશ્વર્ય, સંતતિ અને સંપતિના આશિષ આપશે આજનું વ્રત.

Bhakti: આજે અચૂક કરો શનિ પ્રદોષનું વ્રત, પ્રાપ્ત થશે મનોવાંચ્છિત ફળ!
Shiv puja (symbolic image)

Follow us on

ડો. હેમિલ પી લાઠીયા ,જ્યોતિષાચાર્ય

હિન્દૂ ધર્મમાં વ્રત (Fast)નો મહિમા ઘણો રહ્યો છે જેમા તિથીએ કરવામાં આવતા વ્રત જેમકે ચોથ, આઠમ, અગિયારસ, તેરસ, પૂનમ તિથી.આ ઉપરાંતની તિથીએ પણ વ્રત દ્વારા ભક્તિનો મહિમા રહેલો છે જે આપણા જીવનને આદર્શ, સંયમ, ઉન્નતિનો માર્ગ પણ બતાવે છે.

દરેક વ્રત પાછળ માનવ જીવનના કલ્યાણ અને ભક્તિનો ભાવ રહેલો છે જે ગ્રંથોમાં કથા સ્વરૂપે સમજાવામાં આવે છે, આજના યુગમાં પણ લોકો દેશ કે પરદેશમાં હોય તો પણ વ્રતના મહિમા દ્વારા તેને અનુસરતા અને શ્રદ્ધા રાખતા જોવા મળે છે, જે સંસ્કૃતિનુ ઉત્તમ ઉદાહરણ કહી શકાય.
ભગવાન ભોલેનાથની અસીમકૃપા મેળવવા માટે તેમના ભક્તગણ દ્વારા ખુબજ શ્રદ્ધાથી પ્રદોષ વ્રત કરવામાં આવે છે, પ્રદોષ વ્રત દર માસના સુદ અને વદ પક્ષની ૧૩ ( તેરસ ) તિથિએ કરવામાં આવે છે, પ્રદોષ કાળ એટલે સૂર્યાસ્ત પછી અને રાત થતા પહેલાનો સમય. શાસ્ત્રમાં વ્રત કરવા માટેનું વિધાન બતાવવામાં આવ્યું છે.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

જો 13 ( તેરસ ) તિથિ ., સોમવારે આવેતો સોમ પ્રદોષ, મંગળવારે આવેતો ભૌમ પ્રદોષ, શનિવારે આવેતો શનિ પ્રદોષ તરીકે ઓળખાય છે. કેટલાક વિદ્વાનોના માર્ગદર્શન મુજબ ભક્તો દ્વારા સોમ પ્રદોષ, ભૌમ પ્રદોષ, શનિ પ્રદોષના વ્રત વિશેષ ફળની પ્રાપ્તિ હેતુથી કરતા જોવા મળે છે, તે કરવાથી ભગવાન ભોલેનાથની કૃપા કાયમ રહે અને જીવનના દરેક કાર્યોની સિદ્ધિ હેતુ ભક્તો દરેક પ્રદોષ વ્રત શ્રદ્ધાથી કરતા હોય છે, આજે 15-01-2022 એ શનિપ્રદોષ છે. સ્કંદ પુરાણ અને મદન રત્ન ગ્રંથમા શનિ પ્રદોષ વ્રતની વાત વર્ણવેલ છે, તેમાં સ્કંદ પુરાણમાં કારતક માસ અને શ્રાવણ માસની સુદ તેરસના રોજ શનિવાર હોય તો આ શનિ પ્રદોષ વ્રતની વિશિષ્ટ વાતનું વર્ણન થયેલ છે.

સ્કંદ પુરાણ મુજબ જે મનુષ્ય વિધિસર પ્રદોષ વ્રત કરે છે તેને ભગવાન ભોલેનાથની કૃપાથી સારું આરોગ્ય, ઐશ્વર્ય, સંતતિ મળે છે ઉપરાંત રોગ અને શત્રુ પર પણ વિજય પ્રાપ્ત થાય છે. મદન રત્ન ગ્રંથમાં શનિ પ્રદોષ વ્રત કરવાથી શુભ અને મનોવાંછિત ફળ મળે છે તેવું વર્ણન કરેલ છે. ધર્મ સિંધુ ગ્રંથ મુજબ ૧૩ તિથીએ પ્રદોષ વ્રત દરમિયાન પ્રદોષકાળમાં ભગવાન શિવનું શ્રદ્ધા પૂર્વક પૂજન કરવું જોઈએ. પ્રદોષ વ્રતની વિધિસરની માહિતી કોઈપણ વિદ્વાન પાસેથી મેળવી શકાય છે.

(નોંધ- આ લેખમાં લખવામાં આવેલી વિગતો લેખકે પોતાના અધ્યયનના ધોરણે લખી છે, ટીવી 9 સંપુર્ણ પણે તમામ વિગતો સાથે સંમત જ છે તે હોવાને લઈ પુષ્ટી નથી કરતું )

આ પણ વાંચો : પીપળાના પૂજન માત્રથી દૂર થશે આપની પરેશાની, કયા કયા ફળની પ્રાપ્તિ કરાવશે પીપળાનું વૃક્ષ ?

આ પણ વાંચો : શાકંભરી અને માતા લક્ષ્મી બંન્નેની કૃપાને પ્રાપ્ત કરાવશે આ અત્યંત સરળ અને ફળદાયી મંત્ર
https://tv9gujarati.com/bhakti/simple-and-fruitful-mantra-will-bring-grace-goddess-shakambari-and-lakshmi-ji-407613.html

Published On - 7:46 am, Sat, 15 January 22

Next Article