AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Astro tips for nails: આપની આંગળીઓના નખમાં છુપાયેલા છે અનેક રહસ્યો, રંગ અને આકાર જોઈને જાણો શું કહી જાય છે આપના નખ ?

અહી આપને જણાવીશું કે નખના રંગ અને આકાર દ્વારા તમારા ભવિષ્યને કેવી રીતે જાણવાની કોશિશ કરી શકાય.

Astro tips for nails: આપની આંગળીઓના નખમાં છુપાયેલા છે અનેક રહસ્યો, રંગ અને આકાર જોઈને જાણો શું કહી જાય છે આપના નખ ?
Astro tips for nails
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 26, 2021 | 7:29 AM
Share

Astro tips for nails: સામુદ્રીક શાસ્ત્ર મુજબ, વ્યક્તિના અંગોના આકારને જોઈને ભવિષ્ય કહી શકાય. જો માનવીના આંગળીઓના નખની વાત કરવામાં આવે તો તેમના દ્વારા તમે કોઈ પણ વ્યક્તિના ગુણ-અવગુણ અને અને તેની સાથે જોડાયેલા ભવિષ્ય વિષે જાણકારી મેળવી શકો છો.

દરેક વ્યક્તિના નખનો આકાર અલગ હોય છે. ઉદાહરણ તરીકે, જો કોઈના નખ લાંબા હોય છે અને કેટલાક ટૂંકા હોય છે, તો પછી કોઈના નખ પહોળા હોય છે. આજે અહી આપને જણાવીશું કે નખના રંગ અને આકાર દ્વારા તમારા ભવિષ્યને કેવી રીતે જાણવાની કોશિશ કરી શકાય.

નખના રંગ કહે છે આપનો સ્વભાવ જો નાખના રંગની વાત કરવામાં આવે તો સફેદ રંગ વાળા લોકો જરા વધુ મહેનતી હોય છે, પરિશ્રમ કરનારા હોય છે. અને તેના પોતાના તમા કામ મન લગાવીને કરતાં હોય છે. જ્યારે કાળા રંગના નખ વાળા લોકો થોડા ચિડિયા સ્વભાવના હોય છે. આવા લોકો કોઈને કોઈ નાની-મોટી બીમારીથી પીડાતા હોય છે.

લો હવે વાત કરીએ ગુલાબી રંગના નખ વાળા વ્યક્તિઓની. તો આવા ગુલાબી રંગના નખ વાળા લોકો એકદમ સરળ અને ઉદાર હોય છે. તેવી જ રીતે બદામી રંગના નખ ધરાવતા લોકો સારા સહયોગી અને સારા મિત્ર સાબિત થાય છે. આવા લોકો આપની મદદ માટે હંમેશા તૈયાર હોય છે.

પરંતુ જેના નખ પર સફેદ ટપકા હોય છે તે ન માત્ર મુશ્કેલીઓથી ઘેરાયેલા રહે છે પરંતુ અવાર નવાર તેની તબીયત બગડતી રહતી હોય છે. જેની તર્જની આંગળીમાં અર્ધચન્દ્ર બનવા લાગે તેને સમજી જવું જોઈએ કે તેનું ભાગ્ય હવે ખુલવા લાગ્યું છે. આ નજીકના ભવિષ્યમાં થવાની સફળતાનો શુભ સંકેત આપે છે.

નખના આકારથી જાણો અન્યોની પ્રકૃતિ માનવમાં આવે છે કે જેના નખ ચોરસ આકારમાં છે તેવા લોકો જરાક અમથી મુશ્કેલીમાં આવતાની સાથે જ ગભરાય જાય છે. આવા લોકો ગંભીર સ્વભાવ વાળા અને પોતાની વાત મનમાં દબાવી રાખવા વાળા હોય છે. જ્યારે ગોળ આકાર વાળા નખ ધરાવતા લોકો પ્રસન્નચિત અને મજબૂત ઈરાદા વાળા હોય છે.

જે લોકોના નખ પાતળા હોય છે તેવા લોકો મોટા ભાગે દુબળા-પાતળા હોય છે અને મનથી કમજોર હોય છે. જ્યારે નાના નખ વાળા લોકો સભ્ય જોવા મળે છે. અને ત્રિકોણ આકાર ના નખ વાળા લોકો કામ કરતાં નથી અને જ્યારે કામ કરવાનું શરૂ કરે છે તો પાછળ વાળીને જોતાં નથી.

નોંઘ: અહી આપેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોકમાન્યતાઓ પર આધારિત છે જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. આ લેખને માત્ર જનરૂચિને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે . 

આ પણ વાંચો:  Horoscope Today: દૈનિક રાશિફળ, તુલા/વૃશ્ચિક 26 જુલાઇ: વ્યવસાયના દ્રષ્ટિકોણથી સમય અનુકૂળ, મહત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઈ શકે

આ પણ વાંચો: Golden Tea: સવારની પહોરમાં તમને 24 કેરેટ ગોલ્ડની પત્તી નાખીને રૂપિયા 1000ની ચા આપે તો પીઓ ખરા ?

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">