દિવાળી પર દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશને આ રીતે પ્રસન્ન કરો, ઘરે જ કરો પૂજા, જાણો પૂજાની રીત

|

Oct 13, 2022 | 12:26 PM

ભગવાન શ્રી રામ પ્રભુના પરત ફરવા પર અયોધ્યાના દરેક ઘરમાં ઘીના દીવા પ્રગટાવવામાં આવ્યા હતા. ત્યારથી આ તહેવાર દિવાળી તરીકે મનાવવામાં આવ્યો. બ્રહ્મપુરાણ અનુસાર મધ્યરાત્રિ સુધી ચાલતી અમાસની તિથિ મહાલક્ષ્મીની (Laxmi) પૂજા માટે શ્રેષ્ઠ છે.

દિવાળી પર દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશને આ રીતે પ્રસન્ન કરો, ઘરે જ કરો પૂજા, જાણો પૂજાની રીત
Diwali Laxmi Puja

Follow us on

દિવાળીનો (Diwali) તહેવાર દર વર્ષે આસો મહિનાની અમાસના દિવસે ઉજવવામાં આવે છે. ભગવાન શ્રી રામ (Shri Ram) રાવણ સાથે યુદ્ધ જીતીને અયોધ્યા પરત ફર્યા ત્યારે તે આસો મહિનાની અમાસ હતી. ભગવાન શ્રી રામ પ્રભુના પરત ફરવા પર અયોધ્યાના દરેક ઘરમાં ઘીના દીવા પ્રગટાવવામાં આવ્યા હતા. ત્યારથી આ તહેવાર દિવાળી તરીકે મનાવવામાં આવ્યો. બ્રહ્મપુરાણ અનુસાર મધ્યરાત્રિ સુધી ચાલતી અમાસની તિથિ મહાલક્ષ્મીની (Laxmi) પૂજા માટે શ્રેષ્ઠ છે.

દિવાળી પૂજાની રીત

દિવાળી પૂજા માટે પૂજા સ્થળને એક દિવસ અગાઉથી શણગારવાનું શરૂ કરવું જોઈએ. દિવાળીની પૂજા શરૂ કરતા પહેલા પણ પૂજા સામગ્રી એકત્રિત કરી લેવી. દેવી લક્ષ્મીની પસંદગીને ધ્યાનમાં રાખીને પૂજા કરવામાં આવે તો શુભ યોગ બને છે. માતાના પ્રિય રંગો લાલ અને ગુલાબી છે. આ પછી, ફૂલો વિશે વાત કરીએ તો, કમળ અને ગુલાબ દેવી લક્ષ્મીના પ્રિય ફૂલો છે. પૂજામાં ફળોનું પણ વિશેષ મહત્વ હોય છે.

ફળોમાં, તેમને શ્રીફળ, સીતાફળ, બોર, દાડમ અને શિંગોડા ગમે છે. તેમાંથી કોઈપણ ફળનો ઉપયોગ તમે પૂજા માટે કરી શકો છો. જો તમારે અનાજ રાખવું હોય તો ચોખા રાખો, જ્યારે મીઠાઈમાં દેવી લક્ષ્મીની પસંદગી હલવો, શીરો તેમજ કેસર અને નૈવેદ્યથી બનેલી ખીર છે. માતાના સ્થાન પર અત્તર લગાવવા માટે કેવડા, ગુલાબ અને ચંદનના અત્તરનો ઉપયોગ કરવો.

અમદાવાદના મુખ્ય અને ઐતિહાસિક ફરવાલયક સ્થળો, જુઓ નામ અને તસવીર
અમદાવાદની દીકરી અને ગરબા ક્વિન ઐશ્વર્યા મજમુદારે શેર કરી ગ્લેમરસ તસવીરો
ખજૂરને ઘીમાં પલાળીને ખાવાથી જાણો શું ફાયદા થાય છે?
Milk and Cardamom : શિયાળામાં દૂધ અને એલચી મિક્સ કરીને પીવાથી શું ફાયદા થાય છે?
વાદળી, પીળો કે લાલ, કેવા રંગની આગ સૌથી ગરમ હોય છે ?
આજનું રાશિફળ તારીખ : 30-11-2024

દીવા માટે ગાયનું ઘી, સીંગદાણા કે તલના તેલનો ઉપયોગ કરી શકાય છે. તેનાથી મા લક્ષ્મી જલ્દી પ્રસન્ન થાય છે. પૂજા માટેની અન્ય મહત્વની વસ્તુઓમાં શેરડી, કમળ, હળદર, પંચામૃત, ગંગાજળ, ઊનનું આસન, ગાયનું છાણ, સિંદૂર વગેરેનો સમાવેશ થાય છે.

બાજટનો શણગાર

સૌથી પહેલા માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની મૂર્તિઓને બાજટ પર એવી રીતે રાખો કે તેમનો ચહેરો પૂર્વ કે પશ્ચિમ દિશામાં હોવો જોઈએ. લક્ષ્મીજી, ગણેશજીની જમણી બાજુ રહે. પૂજા કરનારાઓએ મૂર્તિઓની સામે બેસવું જોઈએ. લક્ષ્મીજી પાસે ચોખા પર કળશ મૂકવા. નારિયેળને લાલ કપડામાં એવી રીતે લપેટી લેવા કે નારિયેળનો આગળનો ભાગ દેખાય અને તેને કળશ પર રાખવા. આ કળશ વરુણનું પ્રતીક છે. બે મોટા દીવા મૂકવા. એકમાં ઘી અને બીજામાં તેલ ભરવું. એક દીવો બાજટની જમણી બાજુએ અને બીજો મૂર્તિઓના ચરણ પાસે રાખવા. આ સિવાય ગણેશજીની પાસે દીવો રાખવો.

મૂર્તિઓ સાથે બાજટની આગળ એક નાનકડુ અન્ય બાજટ મૂકવુ અને તેના પર લાલ કપડું ફેલાવવુ. કળશ તરફ મુઠ્ઠી ચોખા સાથે લાલ કપડા પર નવ ગ્રહના પ્રતીક રૂપે નવ ઢગલા કરવા. ગણેશજી તરફ ચોખાના સોળ ઢગલા કરવા. આ સોળ માતૃકાઓના પ્રતીક છે. નવગ્રહ અને ષોડશ માતૃકા વચ્ચે સ્વસ્તિકનું ચિહ્ન બનાવો.

મધ્યમાં સોપારી અને ચારેય ખૂણા પર ચોખાનો ઢગલો મૂકવો. મધ્યમાં ॐ લખો. નાની બાજટની સામે ત્રણ પ્લેટ અને પાણીથી ભરેલો કળશ મૂકવો. પૂજાની થાળીમાં અગિયાર દીવા, પતાશા, મીઠાઈ, વસ્ત્રો, આભૂષણ, ચંદન, સિંદૂર, કંકુ, સોપારી, ફૂલ, દૂર્વા, ચોખા, લવિંગ, એલચી, કેસર-કપૂર, હળદરનો લેપ, સુગંધિત વસ્તુઓ, ધૂપ, અગરબત્તી વગેરેને વ્યવસ્થિત રાખવા.

તમારા પરિવારના સભ્યોએ તમારી ડાબી બાજુએ બેસવું જોઈએ. જો કોઈ મુલાકાતી હોય, તો તેણે તમારી અથવા તમારા પરિવારના સભ્યોની પાછળ બેસવું જોઈએ. દર વર્ષે દિવાળીની પૂજામાં નવો સિક્કો લો અને જૂના સિક્કા સાથે રાખો અને દીવાળી પર પૂજા કરો અને પૂજા પછી બધા સિક્કા તિજોરીમાં રાખો. સમગ્ર પૂજા જો શક્ય હોય તો બ્રાહ્મણ દ્વારા વિધિ પૂર્વક પૂજા કરાવવી ખૂબ જ ફાયદાકારક રહેશે.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે. જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. જનરુચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

Published On - 1:29 pm, Tue, 11 October 22

Next Article