સૂર્યદેવના માત્ર 12 નામના જાપથી તમામ કામનાઓ થશે પરિપૂર્ણ !
સૂર્યદેવના 12 નામ આપને રાખશે નિરોગી ! સૂર્યદેવના 12 નામ આપને કરાવશે વિદ્યાની પ્રાપ્તિ ! આ 12 નામથી થશે આપની તમામ કામનાઓની પૂર્તિ.
સૂર્ય (SUN) દેવતા એ તો પ્રત્યક્ષ દેવતા છે. અને એટલે જ ભારતની ભૂમિ પર સૂર્ય ઉપાસનાનો મહિમા છે. સૂર્યદેવ તો ઝડપથી ફળની પ્રાપ્તિ કરાવનારા છે. સૌથી મહત્વની વાત તો એ છે કે સૂર્યકૃપાને પ્રાપ્ત કરવા કોઈ મોટા અનુષ્ઠાનની જરૂર નથી પડતી ! તેમજ સૂર્યદેવને કિંમતી પૂજનસામગ્રીઓ પણ અર્પણ નથી કરવી પડતી ! સૂર્યદેવ તો આસ્થાના એક અર્ઘ્યથી પણ રીઝી જાય છે. એમાંય જો અર્ઘ્ય સમયે આદિત્યનારાયણના 12 નામનો મંત્રજાપ કરવામાં આવે તો અર્ઘ્યનું ફળ અનેકગણું વધી જાય છે.
શાસ્ત્રોમાં આદિત્ય નારાયણના સહસ્ત્ર નામોનું વર્ણન મળે છે. એક મંત્રની જેમ જ ભાસ્કરના આ 12 નામનો જાપ કરવાનો છે ! પ્રભુના આ 12 નામનો મંત્રજાપ નીચે મુજબ છે.
ૐ સૂર્યાય નમઃ । ૐ મિત્રાય નમઃ । ૐ રવયે નમઃ । ૐ ભાનવે નમઃ । ૐ ખગાય નમઃ । ૐ પૂષ્ણે નમઃ । ૐ હિરણ્યગર્ભાય નમઃ । ૐ મરીચયે નમઃ । ૐ આદિત્યાય નમઃ । ૐ સવિત્રે નમઃ । ૐ અર્કાય નમઃ । ૐ ભાસ્કરાય નમઃ ।
સમસ્ત જગતને ચેતનવંતુ રાખતા સૂર્યદેવના આ દ્વાદશ નામ મંત્ર જીવનની આધિ, વ્યાધિ અને ઉપાધિને હરિ લેનારા છે.
માન્યતા અનુસાર સૂર્યદેવને અર્ઘ્ય દેતા દ્વાદશ મંત્રનો જાપ કરવાથી શારીરિક-માનસિક રોગોનો નાશ થાય છે ! વાયકા છે કે આ દ્વાદશ નામ મંત્ર સંતાનહિનને સંતાનની પ્રાપ્તિ કરાવે છે. વિદ્યાર્થીને વિદ્યા પ્રાપ્તિમાં મદદરૂપ બને છે. તો, બઢતીમાં અવરોધ રૂપ બાબતોને પણ તે દૂર ધકેલી દે છે ! આદિત્ય નારાયણના 12 નામ વ્યક્તિને શત્રુબાધાઓથી મુક્તિ અપાવે છે. એટલું જ નહીં, કોર્ટ-કચેરી મુદ્દે પણ વિજયની પ્રાપ્તિ કરાવે છે.
ટૂંકમાં કહીએ તો અત્યંત સરળ નામ અને એટલી જ સરળ તેની જપની વિધિ દ્વારા મનુષ્ય તેની દરેક કામનાઓને સિદ્ધ કરી શકે છે. એટલું જ નહીં, સૂર્ય દેવતા પાસેથી સુખ અને ઐશ્વર્યની પ્રાપ્તિ પણ કરી શકે છે.
આ પણ વાંચો પનોતી નિવારશે ‘મહાકાય’ મારુતિ! જાણો ‘ઝંડ’ હનુમાનનો મહિમા