Vastu Tips: ગરમીમાં ACનું વાસ્તુ દોષ તમારા બજેટને બગાડી શકે છે? જાણો સાચા નિયમો

શું તમારા ઘરમાં પણ વધારાનો ખર્ચા થઈ રહ્યો છે? ક્યાંક તમારા AC અને ફ્રિજના વાસ્તુમાં તો દોશ નથી? જાણો આ ઉપકરણોને રાખવાના નિયમ અને ઉપાય.

Vastu Tips: ગરમીમાં ACનું વાસ્તુ દોષ તમારા બજેટને બગાડી શકે છે? જાણો સાચા નિયમો
AC Vastu Tips
Image Credit source: Whisk
| Updated on: May 02, 2026 | 10:58 AM

ગરમીમાંથી રાહત મેળવવા માટે આપણે AC અને કૂલરનો ઉપયોગ કરે છે. પરંતુ વાસ્તુની અવગણના ઘણી વાર મોંઘી પડી શકે છે. વાસ્તુ વિજ્ઞાન મુજબ, વીજળીથી ચાલતા આ ઉપકરણો ખાસ પ્રકારની ઊર્જા ચક્ર બનાવે છે. જો આ વસ્તુઓને યોગ્ય દિશામા મુકવામાં ના આવે તો તે સકારાત્મક ઊર્જાને ઘટાડે છે. જેના કારણે ઘરમાં વિના કારણ આર્થિક નુકસાન થઈ શકે છે.

AC અને કૂલર

વાસ્તુ પ્રમાણે AC અને કૂલરનો સંબંધ વાયુ અને અગ્નિ સાથે સંકળાયેલા છે. કારણ કે તે વીજળી પર ચાલે છે. તેમાં અગ્નિનું તત્વ હોય છે. આ ઉપકરણો હવા આપે છે એટલે તેમાં વાયુ તત્વ પણ છે.

સૌથી સારી દિશા

AC લગાવવા માટે ઉત્તર-પશ્ચિમ (વાયવ્ય) દિશા શ્રેષ્ઠ માનવામાં આવેલી છે. ઉત્તર-પશ્ચિમ દિશામાં લગાવેલ AC ઘરમાં ઠંડક સાથે માનસિક શાંતિ પણ આપી શકે છે. બીજો વિકલ્પ દક્ષિણ-પૂર્વ (આગ્નેય) દિશા પણ છે. આ દિશામાં પણ ACને લગાવી શકાય છે. કારણ કે આ વીજળીના ઉપકરણો માટે યોગ્ય દિશા માનવામાં આવે છે.

અહીં ભૂલથી પણ ન લગાવો

પશ્ચિમ દિશાની દીવાલ પર ACને લગાવવું નહીં. માન્યતા મુજબ આ દિશામાં AC હોવાથી બિનજરૂરી ખર્ચ વધી શકે છે અને ઘરની સમૃદ્ધિમાં ઘટાડો થઈ શકે છે.

પાણી ટપકવું છે ચેતવણી

ખાતરી કરો કે તમારું AC લીકેજથી મુક્ત છે. વાસ્તુ અનુસાર, પાણી લીક થવું એ પરિવારના સભ્યોમાં નાણાકીય નુકસાન અને સ્વાસ્થ્ય સમસ્યાઓને સૂચવે છે.

રેફ્રિજરેટર

આજના સમયમાં રેફ્રિજરેટરને અન્નપૂર્ણાનું આધુનિક સ્વરૂપ કહી શકે છે કારણ કે તે આપણા ખોરાકને સુરક્ષિત અને તાજું રાખે છે. તેનું ખોટું સ્થાન ફક્ત ખોરાકની ગુણવત્તા જ નહીં પરંતુ પરિવારના સભ્યોના સ્વાસ્થ્ય પર પણ સીધી અસર કરી શકે છે. રેફ્રિજરેટર માટે પશ્ચિમ અથવા ઉત્તર-પશ્ચિમ દિશા ઉત્તમ માનવામાં આવેલી છે. રેફ્રિજરેટરને એવી રીતે રાખવું કે તેનો દરવાજો ખોલતા સમયે પૂર્વ દિશા તરફ ખુલે. પૂર્વ દિશાની સકારાત્મક ઊર્જા ખોરાકની શુદ્ધતાને જાળવે છે.રેફ્રિજરેટરને દીવાલ સાથે ચોંટાડીને ન રાખવું જોઈએ. ઊર્જાનો પ્રવાહ જાળવવા માટે ફ્રિજ અને દીવાલ વચ્ચે ઓછામાં ઓછું એક ફૂટનું અંતર રાખવું જોઈએ.

નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ અને જ્યોતિષ મુજબ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

આ પણ વાંચો: ઘરની આ જગ્યાઓ પર ભૂલથી પણ ના મુકશો મની પ્લાન્ટ, નહીં તો કંગાળ થઈ જશો, જાણો અહીં

Follow Us