રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધની સ્થિતિ છે. ઘણા પશ્ચિમી દેશોએ રશિયા પર આર્થિક પ્રતિબંધો લાદ્યા છે. રશિયામાં ભારતની સૌથી મોટી ધિરાણકર્તા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) અને મધ્યમ કદની જાહેર ક્ષેત્રની બેંક કેનેરા બેંક(Canara Bank) નું સંયુક્ત સાહસ છે. તે ભારતીય મૂળની બેંકિંગ સંસ્થા છે જે રશિયામાં સક્રિય છે. જો કે ભારતીય બેંકોની વોર ઝોનમાં કોઈ પેટાકંપનીઓ, શાખાઓ કે પ્રતિનિધિઓ નથી. SBIએ તેના કેટલાક ગ્રાહકોને એક પત્ર મોકલ્યો છે જેમાં જણાવ્યું છે કે “US, EU અને UN પ્રતિબંધ સૂચિમાં સામેલ બેંકો, બંદરો અને જહાજો સાથે કોઈ વ્યવહાર કરવામાં આવશે નહીં
રશિયામાં SBI અને કેનેરા બેંકના સંયુક્ત સાહસને કોમર્શિયલ ઈન્ડો બેંક LLC (Commercial Indo Bank LLC) કહેવામાં આવે છે. આ બેંકમાં SBIનો હિસ્સો 60 ટકા છે જ્યારે કેનેરા બેંકનો 40 ટકા હિસ્સો છે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) સ્થિતિ પર નજર રાખી રહી છે. RBI ના ડેટા અનુસાર રશિયામાં કોઈપણ ભારતીય બેંકની પેટાકંપનીઓ નથી. ભારતીય બેંકોની અન્ય દેશોમાં ડઝનેક પેટાકંપનીઓ છે પરંતુ આ કંપનીઓ યુકે, કેનેડા, યુએસએ અને કેન્યા, તાંઝાનિયા અને ભૂટાન જેવા દેશોમાં છે.
એ જ રીતે કોઈ ભારતીય બેંકની રશિયામાં કોઈ શાખા નથી. 31 ઓક્ટોબર 2021 સુધીમાં ભારતીય બેંકોની અન્ય દેશોમાં 124 શાખાઓ છે. આરબીઆઈના ડેટા અનુસાર ભારતીય બેંકોની UAEમાં 17 શાખાઓ, સિંગાપોરમાં 13, હોંગકોંગમાં નવ અને US, મોરેશિયસ અને ફિજીમાં 8-8 શાખાઓ છે.
આ ઉપરાંત, ભારતીય બેંકોની રશિયામાં કોઈ પ્રતિનિધિ કાર્યાલય નથી. UAE, UK અને હોંગકોંગ જેવા દેશોમાં ભારતની 38 પ્રતિનિધિ કચેરીઓ છે.
ભારતના સૌથી મોટા ધિરાણકર્તાએ જણાવ્યું છે કે તે આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોને આધીન હોય તેવી રશિયન સંસ્થાઓ સાથે કોઈ વ્યવહાર કરશે નહીં. રોઇટર્સના અહેવાલ મુજબ SBIએ તેના કેટલાક ગ્રાહકોને એક પત્ર મોકલ્યો છે જેમાં જણાવ્યું છે કે “US, EU અને UN પ્રતિબંધ સૂચિમાં સામેલ બેંકો, બંદરો અને જહાજો સાથે કોઈ વ્યવહાર કરવામાં આવશે નહીં અને આ વાતથી કોઈ ફરક પડતો નથી કે વ્યવહાર ક્યાં ચલણમાં થાય છે.
આ પણ વાંચો : GIFT સિટીમાં નિર્મિત NSE ના પ્લેટફોર્મ દ્વારા ભારતીય રિટેલ રોકાણકાર હવે અમેરિકન શેર્સમાં ટ્રેડિંગ કરી શકશે
આ પણ વાંચો : Opening Bell : સારા વૈશ્વિક સંકેત સાથે શેરબજારમાં રિકવરી સાથે કારોબારની શરૂઆત, Sensex 55,921 ઉપર ખુલ્યો
Published On - 12:19 pm, Thu, 3 March 22