શું PPF પર વ્યાજ દર વધવા જઇ રહ્યું છે, જાણો SBI એ સરકારને શું કર્યું સૂચન

|

Apr 18, 2021 | 9:50 AM

ડોક્ટર સૌમ્યાકાંત ઘોષની અધ્યક્ષતાવાળી SBI ઇકોનોમિક રિસર્ચ ટીમે સરકારને કર્મચારી ભવિષ્ય નિધિ એટલે કે EPF અને પબ્લિક પ્રોવિડન્ટ ફંડ PPF વચ્ચે સમાનતા લાવવાની સલાહ આપી છે.

શું PPF પર વ્યાજ દર વધવા જઇ રહ્યું છે, જાણો SBI એ સરકારને શું કર્યું સૂચન
PPF માં રોકાણ ઉપર વ્યાજદર વધવાના સંકેત મળી રહ્યા છે.

Follow us on

ડોક્ટર સૌમ્યાકાંત ઘોષની અધ્યક્ષતાવાળી SBI ઇકોનોમિક રિસર્ચ ટીમે સરકારને કર્મચારી ભવિષ્ય નિધિ એટલે કે EPF અને પબ્લિક પ્રોવિડન્ટ ફંડ PPF વચ્ચે સમાનતા લાવવાની સલાહ આપી છે. PPF સેલ્ફ એમ્પલોયડલોકો માટે નિવૃત્તિ ભંડોળ જેવું છે જો કે તે EPF કરતા ઓછા વ્યાજ દર આપે છે.

અર્થશાસ્ત્રીઓ કહે છે કે સરકારે સામાજિક સુરક્ષાના હિતમાં વ્યાજ દર સમાન રાખવાની જરૂર છે. આ સિવાય 15 વર્ષના લોક ઈન પ્રીરીયડને પણ દૂર કરવા સૂચન કરવામાં આવ્યું છે. એસબીઆઇ ઇકોનોમિસ્ટ સૂચવે છે કે થોડો દંડ લાગુ કરીને રોકાણકારોએ તેમાંથી બહાર નીકળવાની સુવિધા મળવી જોઈએ. હાલમાં EPF પરનો વ્યાજ દર 8.5 ટકા છે અને PPF પરનો વ્યાજ દર 7.1 ટકા છે. જો એસબીઆઈ ઇકોનોમિસ્ટની સલાહ સ્વીકારવામાં આવે તો પીપીએફ રોકાણકારોને 1.4% વધુ વ્યાજ મળશે.

ત્રિમાસિક ધોરણે વ્યાજની ગણતરી
સરકાર PPFમાં રોકાણકારોના નાણાંની બાંયધરી આપે છે. તે સ્વ-રોજગારવાળા લોકોને નિવૃત્તિ સુરક્ષા આપવાના હેતુથી લાંબા ગાળાની નાની બચત યોજના છે. PPF પર વ્યાજની ગણતરી ત્રિમાસિક ધોરણે કરવામાં આવે છે. હાલમાં તેનો વ્યાજ દર 7.1 ટકા છે. નાણાકીય વર્ષ 2020-21 માટે EPF પરનો વ્યાજ દર 8.5 ટકા છે. ઇકોનોમિસ્ટ ભલામણ કરે છે કે સરકારે EPF અને PPFના વ્યાજના દરમાં સમાનતા રાખવી.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

PPF કરમુક્ત છે
વર્ષ 2019 માં મોદી સરકારે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ યોજના 2019 લાગુ કરી હતી. PPF એ રોકાણનો સલામત વિકલ્પ છે. તમે પોસ્ટ ઓફિસ અથવા બેંકમાં પીપીએફ એકાઉન્ટ ખોલી શકો છો. રોકાણ પર કર કપાતનો લાભ છે. આ ઉપરાંત પરિપક્વતાની રકમ અને વ્યાજની આવક પણ કરમુક્ત છે. તેની સૌથી અગત્યની બાબત એ છે કે PPF ખાતામાં જમા થયેલ રકમ કોઈપણ અદાલતના આદેશ હેઠળ જપ્ત કરી શકાતી નથી.

PPF એકાઉન્ટની અગત્યની બાબતો
> PPF ખાતું ખોલ્યા પછી 15 વર્ષ પૂરા થયા પછી,મેચ્યોરિટી પછી પણ તમે વધુ પાંચ વર્ષ માટે PPFમાં પૈસા જમા કરી શકશો.
>> PPFનો વ્યાજ દર ભારત સરકાર દર ત્રણ મહિને નક્કી કરે છે.
>> નાણાકીય વર્ષમાં તમે આ યોજનામાં 500 રૂપિયાથી ઓછા અને 1.50 લાખ રૂપિયાથી વધુનું રોકાણ કરી શકતા નથી.
>> PPF ખાતામાં રૂ 500 નું રોકાણ કરવું ફરજિયાત છે. જો ખાતાધારક વર્ષ દરમિયાન ઓછામાં ઓછી 500 રૂપિયા જમા કરાવશે નહીં તો આ ખાતું બંધ થઈ જશે.
>> દર વર્ષના અંતે વ્યાજની રકમ ખાતાધારકના ખાતામાં જમા થાય છે. હાલમાં પી.પી.એફ. યોજનામાં વાર્ષિક 7.1 ટકાનો વ્યાજ છે.
>> PPF ખાતામાં જમા થયેલ રકમ ખાતું ખોલ્યાના 5 વર્ષ પછી ગમે ત્યારે ઉપાડી શકાય છે.

Next Article