AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

1 ઓક્ટોબરથી બદલાઈ રહ્યો છે AUTO DEBIT નો નિયમ, દરેક પેમેન્ટ માટે ખાતેદારે પરવાનગી આપવી પડશે

ઓટો ડેબિટનો અર્થ એ છે કે જો તમે મોબાઈલ એપ અથવા ઈન્ટરનેટ બેંકિંગમાં ઓટો ડેબિટ મોડમાં વીજળી, ગેસ, એલઆઈસી અથવા અન્ય કોઈ ખર્ચ મુક્યો હોય તો ચોક્કસ તારીખે ખાતામાંથી પૈસા આપોઆપ કપાઈ જશે.

1  ઓક્ટોબરથી બદલાઈ રહ્યો છે AUTO DEBIT નો નિયમ, દરેક પેમેન્ટ માટે ખાતેદારે પરવાનગી આપવી પડશે
Symbolic Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 22, 2021 | 10:00 PM
Share

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ના આદેશ મુજબ બેંકોએ ગ્રાહકોને ઓટો-ડેબિટ ટ્રાન્ઝેક્શનમાં થતા ફેરફારો વિશે માહિતી આપવાનું શરૂ કર્યું છે. આ ફેરફારો 1 ઓક્ટોબર 2021 થી અમલમાં આવશે. આ ફેરફાર હેઠળ કોઈપણ ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મએ હપ્તા અથવા બિલના પૈસા કાપતા પહેલા દર વખતે તમારી પરવાનગી લેવી પડશે. કોરોનાને ધ્યાનમાં રાખીને RBI દ્વારા ઓટો ડેબિટના નિયમોનું પાલન કરવાની અંતિમ તારીખ 30 સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી હતી. અગાઉ રિઝર્વ બેંકે 1 એપ્રિલથી આ સમયમર્યાદા લાગુ કરવાનું કહ્યું હતું.

ઓટો ડેબિટનો અર્થ એ છે કે જો તમે મોબાઈલ એપ અથવા ઈન્ટરનેટ બેંકિંગમાં ઓટો ડેબિટ મોડમાં વીજળી, ગેસ, એલઆઈસી અથવા અન્ય કોઈ ખર્ચ મુક્યો હોય તો ચોક્કસ તારીખે ખાતામાંથી પૈસા આપોઆપ કપાઈ જશે. નિયમો બદલવાથી તમારી ચુકવણી નિષ્ફળ થઈ શકે છે. હવે દરેક વખતે હપ્તા કે બિલના પૈસા કાપતા પહેલા પરવાનગી લેવી પડે છે.

OTT પ્લેટફોર્મ જેવા વિવિધ ડિજિટલ સર્વિસ પ્રોવાઇડર્સને 1 ઓક્ટોબરથી ઓટો-ડેબિટ નિયમોમાં ફેરફાર બાદ તેમના વપરાશકર્તાઓન બેઝમાં 10-15 ટકાનો ઘટાડો થવાની અપેક્ષા છે.

આ પેમેન્ટને અસર થશે મોબાઇલ ફોન બિલ, બ્રોડબેન્ડ, વીજળી, પાણીનું બિલ, વીમા પ્રીમિયમરદ થઇ શકે છે. જો આ બિલ 5 હજારથી ઓછા હોય તો તે રદ કરવામાં આવશે અન્યથા નાણાં ઓટો ડેબિટની સંમતિ પછી જ કપાશે. જો બિલ 5 હજાર રૂપિયાથી વધુ છે તો 30 સપ્ટેમ્બર પછી તમારે સંપૂર્ણ નિયમો સાથે ઓનલાઇન ટ્રાન્સફર કરવું પડશે. જો વીમા પ્રીમિયમ 5 હજારથી વધુ છે તો તે પણ ઓટો ડેબિટ થશે નહીં. તેના માટે CVV અને OTP નો માર્ગ ક્રેડિટ કાર્ડ દ્વારા લેવો પડશે.

આ બેંકે ગ્રાહકોને જાણ કરી હતી બેંકોએ આ નવા નિયમ વિશે પોતાના ગ્રાહકોને જાણ કરવાનું શરૂ કર્યું છે. દેશની ખાનગી બેંક એક્સિસ બેંકે તેના ગ્રાહકોને ઓટો ડેબિટ નિયમ વિશે માહિતી આપી છે. બેંકે જણાવ્યું હતું કે, આરબીઆઈની પેમેન્ટ ગાઈડલાઈન્સ મુજબ, 20-09-21થી પુનરાવર્તિત વ્યવહારો માટે તમારા એક્સિસ બેંક કાર્ડ્સ પર હાલની સૂચનાઓનું પાલન કરવામાં આવશે નહીં. તમે અવિરત સેવા માટે તમારા કાર્ડનો ઉપયોગ કરીને સીધા વેપારીને ચૂકવણી કરી શકો છો.

નવા નિયમમાં બેંક ગ્રાહકોને ચુકવણી કાપવાના 5 દિવસ પહેલા નોટિફિકેશન મોકલશે અને ગ્રાહકની મંજૂરી બાદ જ ટ્રાન્ઝેક્શનની મંજૂરી આપવામાં આવશે. 5,000 રૂપિયાથી વધુની રિકરિંગ પેમેન્ટ માટે બેન્કોએ ગ્રાહકોને વન-ટાઇમ પાસવર્ડ મોકલવાની જરૂર રહેશે.

આ પણ વાંચો : LIC IPO માં ચાઇનીસ કંપનીઓને રોકાણ કરવાની મંજૂરી નહીં અપાય, જાણો કેમ લીધો સરકારે આ નિર્ણય

આ પણ વાંચો : Gold Price Today : સોનું સર્વોચ્ચ સપાટીથી 10 હજાર રૂપિયા સસ્તું થયું, જાણો કિંમતી ધાતુમાં રોકાણ અંગે નિષ્ણાંતોની શું છે સલાહ

Follow Us
પાલનપુરમાં વીજ કેબલમાં ભયાવહ આગ
પાલનપુરમાં વીજ કેબલમાં ભયાવહ આગ
₹18,518 કરોડનું બજેટ પણ કામગીરી 'ઝીરો', અમદાવાદીઓના હાલ 'બેહાલ' થયા
₹18,518 કરોડનું બજેટ પણ કામગીરી 'ઝીરો', અમદાવાદીઓના હાલ 'બેહાલ' થયા
ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિમાં 5,500થી વધુ લોકોનું 'રેસ્ક્યુ'
ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિમાં 5,500થી વધુ લોકોનું 'રેસ્ક્યુ'
આકાશી આફત સામે એક્શન મોડમાં AMC, 79 સ્થળોએથી પાણી ઓસર્યા
આકાશી આફત સામે એક્શન મોડમાં AMC, 79 સ્થળોએથી પાણી ઓસર્યા
સૌરાષ્ટ્ર પર મેઘરાજાએ વરસાવ્યુ હેત, સાર્વત્રિક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ
સૌરાષ્ટ્ર પર મેઘરાજાએ વરસાવ્યુ હેત, સાર્વત્રિક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ
શ્રીનંદનગરમાં બેઝમેન્ટમાં પાણી ભરાઈ જતા લોકોના વાહનો ડૂૂબ્યા- Video
શ્રીનંદનગરમાં બેઝમેન્ટમાં પાણી ભરાઈ જતા લોકોના વાહનો ડૂૂબ્યા- Video
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, રાહત કમિશનરે આપ્યું મહત્ત્વપૂર્ણ નિવેદન
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, રાહત કમિશનરે આપ્યું મહત્ત્વપૂર્ણ નિવેદન
બાઇક પર 'ટોઇલેટ સીટ'! સોશિયલ મીડિયા પર વાયરલ થયો અજબ-ગજબનો 'Video'
બાઇક પર 'ટોઇલેટ સીટ'! સોશિયલ મીડિયા પર વાયરલ થયો અજબ-ગજબનો 'Video'
અમરેલીમાં મુશળધાર વરસાદથી શેત્રુંજી નદીમાં આવ્યુ ઘોડાપૂર- Video
અમરેલીમાં મુશળધાર વરસાદથી શેત્રુંજી નદીમાં આવ્યુ ઘોડાપૂર- Video
અમદાવાદના નવા રોડની ચોંકાવનારી હકીકત
અમદાવાદના નવા રોડની ચોંકાવનારી હકીકત
g clip-path="url(#clip0_868_265)">