Bank Holidays in May 2022 : મે મહિનો શરૂ થઇ ગયો છે. આ મહિનાની ખાસ વાત એ રહી છે કે તેની શરૂઆત રજા સાથે થઈ છે. મે મહિનાની પહેલી તારીખે રવિવાર હતો જેના કારણે મહિનાની શરૂઆત બેંકો સહિત અનેક ઓફિસોમાં રજાઓ સાથે થઈ છે અને મહિનાના કામકાજની શરૂઆત આજથી થઇ છે. બેંકોની વાત કરીએ તોReserve Bank of India ની યાદી અનુસાર દેશના વિવિધ ભાગોમાં આ મહિનામાં કુલ 13 દિવસ બેંકોનું કામકાજ બંધ રહેશે. જેમાં રવિવાર અને બીજા અને ચોથા શનિવારની રજાઓનો સમાવેશ થાય છે.રિઝર્વ બેંકના કેલેન્ડર મુજબ આ મહિને વીકએન્ડ સિવાય બેંકમાં ચાર દિવસની રજાઓ આવવાની છે. રિઝર્વ બેંક ત્રણ બાબતોને ધ્યાને લઈ રજાઓ રાખે છે. નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ હેઠળ રજા, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ હેઠળ રજા અને રીઅલ-ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ હોલિડે અને બેંકોના એકાઉન્ટ્સ ક્લોઝિંગ હર્થલ રજાઓની યાદી જાહેર થાય છે.
જો તમારી પાસે પણ બેંકિંગ સંબંધિત કોઈ કામ હોય તો અગાઉથી પ્લાન કરવું જોઈએ. ઉપરાંત ઘરેથી બેંક જતા પહેલા રજાઓની યાદી તપાસવાનું ચૂકશો નહિ. રજાઓ દરમિયાન ઓનલાઈન બેંકિંગ સુવિધા ચાલુ રહેશે. આરબીઆઈ કેલેન્ડર મુજબ મે મહિનાથી શરૂઆતના સતત ચાર દિવસ બેંકમાં રજા રહેશે. જોકે જરૂરી નથી કે તમામ રજાઓ એકસાથે તમામ ક્ષેત્રમાં રહેશે.આ ઉપરાંત તમે કેટલાક અગત્યના કામ મોબાઈલ બેન્કિંગ , ઇન્ટરનેટ બેન્કિંગ અને ATM દ્વારા પણ નિપટાવી શકો છો. તહેવાર અને સાપ્તાહિક રજાઓ દરમ્યાન બેંકમાં કામકાજ બંધ રહે ચેહ પરંતુ ઓનાઇલન સેવાઓ અવિરત ચાલુ રહે છે.
આ પણ વાંચો : Akshaya Tritiya 2022 : તમે ખરીદેલું સોનુ શુદ્ધ છે તેની ખાતરી કેવી રીતે કરશો? જાણવા વાંચો અહેવાલ
આ પણ વાંચો : Petrol Diesel Price Today : શું ફરી વધશે પેટ્રોલ – ડીઝલના ભાવ? જાણો આજે કઈ કિંમતે વેચાઈ રહ્યું છે તમારા વાહનનું ઇંધણ