ભારતનું સૌથી સસ્તું ઇલેક્ટ્રિક સ્કૂટર, ટૂંક સમયમાં થશે લોન્ચ, જાણો કિંમત અને ઘણું બધું

|

Mar 19, 2024 | 8:32 AM

NexGen Energia To Launch Cheapest EV : કંપનીએ જણાવ્યું કે, કંપની 15 એપ્રિલે તેનું સસ્તું ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર લોન્ચ કરવા જઈ રહી છે. તેની કિંમત 36,900 રૂપિયાથી શરૂ થશે અને તે નોઇડા યુનિટથી જ શરૂ થશે.

ભારતનું સૌથી સસ્તું ઇલેક્ટ્રિક સ્કૂટર, ટૂંક સમયમાં થશે લોન્ચ, જાણો કિંમત અને ઘણું બધું
Indias cheapest electric scooter

Follow us on

સસ્ટેનેબલ એનર્જી સોલ્યુશન્સ કંપની NexGen Energia રૂપિયા 1000 કરોડનું મોટું રોકાણ કરવા જઈ રહી છે. કંપનીની યોજના જમ્મુ અને કાશ્મીરમાં ઇલેક્ટ્રિક વાહન ઉત્પાદન પ્લાન્ટ સ્થાપવાની છે. જેના માટે કંપની રૂપિયા 1000 કરોડનું રોકાણ કરવા જઈ રહી છે. તમને જણાવી દઈએ કે આ નોઈડા સ્થિત કંપની છે અને હાલમાં કેન્દ્ર શાસિત પ્રદેશના અધિકારીઓ સાથે વાતચીત કરી રહી છે.

આ માટે કંપની કાશ્મીર ઘાટી અથવા કઠુઆ ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં 100 એકર જમીન શોધી રહી છે. તાજેતરમાં કંપનીએ વધુ એક સ્ટ્રેટેજિક એલાન કરી હતી. આ સિવાય સૌથી મહત્વની વાત એ છે કે કંપની બહુ જલ્દી ભારતનું સૌથી સસ્તું ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કરવા જઈ રહી છે.

જમ્મુ-કાશ્મીરમાં નવો EV પ્લાન્ટ થશે શરૂ

મેક ઈન ઈન્ડિયાની સાથે અમે આત્મ નિર્ભર ભારતના સપનાને સાકાર કરવા પર પણ ધ્યાન આપી રહ્યા છીએ. NexGen Energiaના ચેરમેન પીયૂષ દ્વિવેદીએ PTIને જણાવ્યું કે, અમે જમ્મુ અને કાશ્મીરમાં ઈવી પ્લાન્ટ સ્થાપવા પર કામ કરી રહ્યા છીએ. આ માટે કંપનીએ રાજ્ય સરકાર સાથે કરાર કર્યો છે, જેના દ્વારા કંપની રૂપિયા 1000 કરોડનું રોકાણ કરવા જઈ રહી છે.

આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજું પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આજનું રાશિફળ તારીખ : 14-05-2024
મહાકાલના દર્શન કરતી વખતે આ બાબતોનું ખાસ રાખો ધ્યાન
પતિની હારથી નહિ આ કારણે ટેન્શનમાં જોવા મળી ધનશ્રી વર્મા

15 એપ્રિલે લોન્ચ થશે નવું ઇલેક્ટ્રિક સ્કૂટર

તેમણે વધુમાં કહ્યું હતું કે, આ પ્લાન્ટ પ્રત્યક્ષ અને આડકતરી રીતે 1 લાખ લોકોને રોજગારી આપવા જઈ રહ્યો છે. આ સિવાય કંપનીએ કહ્યું કે કંપની 15 એપ્રિલે તેનું સસ્તું ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર લોન્ચ કરવા જઈ રહી છે. તેની કિંમત 36,900 રૂપિયાથી શરૂ થશે અને તે નોઇડા યુનિટથી જ શરૂ થશે.

કંપનીએ બાયોગેસ લગાવવાની જાહેરાત કરી હતી

કંપનીએ તાજેતરમાં ગુજરાતમાં કોમ્પ્રેસ્ડ બાયોગેસ (CBG) પ્લાન્ટ સ્થાપવાની જાહેરાત કરી હતી. આ માટે કંપની 3000 કરોડ રૂપિયાનું રોકાણ કરવા જઈ રહી છે. આ જાહેરાત પછી તરત જ, કંપનીએ કાશ્મીરમાં ઇલેક્ટ્રિક વ્હીકલ (EV) મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવાની જાહેરાત કરી છે.

ઇલેક્ટ્રિક બસ અને કાર પર ફોકસ

કંપનીના ચેરમેને જણાવ્યું હતું કે, ગયા અઠવાડિયે તેમણે માર્ગ અને ધોરીમાર્ગ મંત્રાલય સાથે બેઠક યોજી હતી, જ્યાં કંપનીએ CBG અને ઇન્ડિયા મેડ ઇલેક્ટ્રીક વાહનો જેવા ટકાઉ ઉર્જા ઉકેલો માટેની દરખાસ્તો રજૂ કરી હતી. કંપની પાસે ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલર્સની વિશાળ કેટેગરી છે, જે ટૂંક સમયમાં જ લોન્ચ થવા જઈ રહી છે. તેમણે વધુમાં કહ્યું કે કંપની ભવિષ્યમાં ઇલેક્ટ્રિક બસ, ટ્રક અને કારનું પણ ઉત્પાદન કરશે.

Next Article