દિવાળી પહેલા Tataની આ 6 ગાડીઓ પર મળી રહ્યું છે રૂપિયા 1.33 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ

|

Oct 09, 2024 | 7:34 PM

ટાટા કંપનીની નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારી પાસે નવી કાર પર લાખો રૂપિયાની બચત કરવાની મોટી તક છે. ટાટા મોટર્સ Tata Tiago, Tata Altroz, Tata Punch, Tata Nexon, Tata Safari અને Tata Harrier મોડલ પર 1.33 લાખ રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે.

દિવાળી પહેલા Tataની આ 6 ગાડીઓ પર મળી રહ્યું છે રૂપિયા 1.33 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ
Tata harrier
Image Credit source: Tata Motors

Follow us on

જેમ જેમ તહેવારોની સીઝન નજીક આવી રહી છે તેમ તેમ ટાટા મોટર્સની ગાડીઓ પર બમ્પર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે, જો તમે પણ ટાટા કંપનીની નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારી પાસે નવી કાર પર લાખો રૂપિયાની બચત કરવાની મોટી તક છે. ટાટા મોટર્સ Tata Tiago, Tata Altroz, Tata Punch, Tata Nexon, Tata Safari અને Tata Harrier મોડલ પર 1.33 લાખ રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે.

Tata Tiago અને Tata Altroz ​​Racer પર ડિસ્કાઉન્ટ

ટાટા ટિયાગોના XE, XM અને XTDને છોડીને બાકીના તમામ વેરિયન્ટ પર 30 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. આ કારના CNG અને પેટ્રોલ મોડલ પર પણ આ લાભ ઉઠાવી શકો છો. કંપની ટાટા અલ્ટ્રોઝના સ્પોર્ટી દેખાતા રેસર વેરિઅન્ટ પર રૂ. 50 હજાર સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે, જેમાં એક્સચેન્જ ઓફર, કોર્પોરેટ અને વધારાના ડિસ્કાઉન્ટનો સમાવેશ થાય છે.

Tata Punch અને Tata Nexon પર ડિસ્કાઉન્ટ

ટાટાની આ ફેમસ SUVના પેટ્રોલ વેરિઅન્ટ પર રૂ. 20,000 અને CNG વેરિએન્ટ પર રૂ. 15,000 સુધીનું રોકડ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. Tata Punch 2023 પેટ્રોલ અને CNG વેરિઅન્ટ પર અનુક્રમે રૂ. 18 હજાર અને રૂ. 15 હજાર સુધીનું ડિસ્કાઉન્ટ છે. બીજી તરફ Nexon SUVના સ્ટાન્ડર્ડ 2024 મોડલ પર 20 હજાર રૂપિયા સુધી અને ફિયરલેસ રેન્જ પર 35 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ છે. 2023 મોડલની વાત કરીએ તો પેટ્રોલ વેરિએન્ટ પર 95 હજાર રૂપિયા અને ડીઝલ વેરિએન્ટ પર 85 હજાર રૂપિયા સુધીની બચત કરવાની તક છે.

સિંગર કૌશલ પીઠાડિયા અમદાવાદીઓને ગરબે રમાડશે
Memory Power : મગજને આ રીતે બનાવો શાર્પ, અપનાવો આ ટ્રિક, માનસિક સ્વાસ્થ્ય પણ રહેશે સ્વસ્થ
આજનું રાશિફળ તારીખ : 09-10-2024
પાકિસ્તાનના 'મિની ઈન્ડિયા'માં ઉજવાઈ નવરાત્રી, કરાચીથી સામે આવ્યો Video
સુરતની યશ્વી નવરાત્રીમાં કિંજલ દવેએ મચાવી ધૂમ, જુઓ Video
મુંબઈની નવરાત્રીમાં અમદાવાદની દીકરી ઐશ્વર્યા મજમુદારે મચાવી ધૂમ, જુઓ Video

Tata Safari અને Tata Harrier પર કેટલું ડિસ્કાઉન્ટ ?

Tata Safariના 2024 મોડલ પર 50 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી શકે છે, જ્યારે આ કારના છેલ્લા વર્ષના એટલે કે 2023ના વેરિએન્ટ પર 1.33 લાખ રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી શકે છે. બીજી તરફ, જો તમે ફુલ સાઈઝ SUV Harrierનું 2023 મોડલ ખરીદો છો તો તમને કંપની તરફથી 1.33 લાખ રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે.

Next Article