AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કારમાં મોટેથી મ્યુઝિક વગાડવું પડશે ભારે : ₹1,000 થી ₹10,000 સુધી ફટકારાઈ શકે છે દંડ, જાણો ટ્રાફિક નિયમો

ડ્રાઇવિંગ દરમિયાન કારમાં મોટેથી ગીતો સાંભળવાનો શોખ તમને મોંઘો પડી શકે છે. મોટર વ્હીકલ એક્ટ હેઠળ ધ્વનિ પ્રદૂષણ અને ખતરનાક ડ્રાઇવિંગ માટે ₹1,000 થી ₹10,000 સુધીના દંડની જોગવાઈ છે. સાઇલન્સ ઝોનમાં ડેસિબલ મર્યાદા અને મોડિફાઇડ સાઉન્ડ સિસ્ટમ અંગે કાયદો શું કહે છે? જાણો વિગતવાર.

કારમાં મોટેથી મ્યુઝિક વગાડવું પડશે ભારે : ₹1,000 થી ₹10,000 સુધી ફટકારાઈ શકે છે દંડ, જાણો ટ્રાફિક નિયમો
| Updated on: Sep 24, 2026 | 5:12 PM
Share

લાંબી મુસાફરી કે રોજિંદા ડ્રાઇવિંગ દરમિયાન કારમાં મ્યુઝિક સાંભળવું સામાન્ય બાબત છે. ઘણા વાહનચાલકો ઉત્સાહમાં આવીને કારની બારીઓ ખુલ્લી રાખીને મોટા અવાજે ગીતો વગાડતા હોય છે, જ્યારે કેટલાક લોકો હાઈ-બેઝ, મોટા એમ્પ્લીફાયર અને સબવૂફર લગાવીને આફ્ટર-માર્કેટ મોડિફિકેશન કરાવે છે. પરંતુ આ શોખ તમને કાયદાકીય મુશ્કેલીમાં મૂકી શકે છે અને ખિસ્સા પર મોટો બોજ લાવી શકે છે.

સડક પર અતિશય લાઉડ મ્યુઝિક વગાડવું એ માત્ર અન્ય લોકો માટે ઉપદ્રવ નથી, પરંતુ ટ્રાફિક અને ધ્વનિ પ્રદૂષણના નિયમોનું ગંભીર ઉલ્લંઘન છે. મોટા અવાજના કારણે ચાલકનું ધ્યાન ભટકે છે અને પાછળથી આવતી એમ્બ્યુલન્સ કે ફાયર બ્રિગેડ જેવા ઈમરજન્સી વાહનોના સાયરન કે અન્ય વાહનોના હોર્ન સંભળાતા નથી, જેનાથી ગમખ્વાર અકસ્માતનું જોખમ વધી જાય છે.

કેટલો દંડ થઈ શકે છે?

અવાજ પ્રદૂષણ અને રોડ સેફ્ટીના ઉલ્લંઘન બદલ મોટર વ્હીકલ એક્ટની કલમ 190(2) હેઠળ પ્રથમ વખત ₹1,000 થી ₹10,000 સુધીના દંડની જોગવાઈ છે. આ ઉપરાંત, જો મોટેથી વાગતા સંગીતના કારણે ડ્રાઇવિંગ જોખમી બનતું જણાય, તો ટ્રાફિક પોલીસ કલમ 184 (ડેન્જરસ ડ્રાઇવિંગ) હેઠળ પણ કડક કાર્યવાહી કરી શકે છે. વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં દંડની રકમ નિયમોનુસાર અલગ-અલગ હોઈ શકે છે.

સાઇલન્સ ઝોનમાં વિશેષ સાવધાની જરૂરી

હોસ્પિટલ, શાળાઓ, કોલેજો અને અદાલતોની આસપાસનો વિસ્તાર ‘સાઇલન્સ ઝોન’ તરીકે જાહેર કરાયેલો હોય છે. આ વિસ્તારોમાં ધ્વનિ મર્યાદાના કડક નિયમો લાગુ પડે છે—દિવસના સમયે 50 ડેસિબલ અને રાત્રિના સમયે 40 ડેસિબલથી વધુ અવાજ કરવા પર પ્રતિબંધ છે. જો આ વિસ્તારોમાં કારમાંથી બહાર સંભળાય તેટલો મોટો અવાજ આવશે તો સીધું ચલાણ ફાટી શકે છે.

મોડિફાઇડ મ્યુઝિક સિસ્ટમ પર પ્રતિબંધ

કંપની દ્વારા ફિટ કરાયેલી મ્યુઝિક સિસ્ટમ સરકારી માપદંડો મુજબ હોય છે. પરંતુ વાહનમાં અનધિકૃત રીતે મોટા વૂફર્સ અને વધારાના સ્પીકર્સ લગાવીને સિસ્ટમ મોડિફાઈ કરાવવી નિયમ વિરુદ્ધ છે. આવા મોડિફિકેશન બદલ વાહન ડીટેઇન થઈ શકે છે અથવા વધારાનો દંડ પણ થઈ શકે છે.

ચલાણથી બચવા શું ધ્યાન રાખવું?

  • કારમાં અવાજ એટલો જ રાખવો જેથી તે બહાર સડક પર સંભળાય નહીં.
  • ગીતો સાંભળતી વખતે બારીઓના કાચ બંધ રાખવા હિતાવહ છે.
  • સાઇલન્સ ઝોનમાંથી પસાર થતી વખતે મ્યુઝિક સંપૂર્ણપણે બંધ રાખવું અથવા અવાજ નહિવત કરવો.
  • અવાજ એટલો ક્યારેય ન વધારવો જેથી ટ્રાફિક અને ઈમરજન્સી સાયરન સાંભળવામાં અડચણ ઊભી થાય. સુરક્ષિત સવારી માટે આસપાસની ટ્રાફિક ગતિવિધિઓ પ્રત્યે સતર્ક રહેવું અનિવાર્ય છે.

ભારતના 30 કરોડ ફીચર ફોન યુઝર્સને TRAI ની મોટી રાહત: ડેટા વગરના સસ્તા Voice અને SMS પ્લાન લાવવા ટેલિકોમ કંપનીઓને આદેશ

Follow Us
g clip-path="url(#clip0_868_265)">