ભારતમાં ઈલેક્ટ્રિક વ્હીકલ્સનું ચલણ દિવસે દિવસે વધી રહ્યું છે. પબ્લિક ટ્રાન્સપોર્ટમાં પણ હવે ઈલેક્ટ્રિક બસનો વ્યાપ વધ્યો છે. ત્યારે મેઘા એન્જિનિયરિંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ (MEIL) ની જૂથ કંપની, Olectra Greentech Ltd. તરફથી એક ખાસ સમાચાર મળ્યા છે. Olectra એ આજે જાહેરાત કરી છે કે ભારતની પ્રથમ 6×4 હેવી-ડ્યુટી ઇલેક્ટ્રિક ટિપરને રોડવર્થિનેસ સર્ટિફિકેટ મળ્યું છે.
તમામ સેન્ટ્રલ મોટર વ્હીકલ રેગ્યુલેશન્સનું પાલન કરીને ઈલેક્ટ્રિક ટિપર હવે વાસ્તવમાં રસ્તા પર આવવા માટે તૈયાર છે. ઈ-ટિપરે ભારતીય રસ્તાઓ માટે જરૂરી પરિસ્થિતિઓ હેઠળ હાથ ધરાયેલા તમામ પરીક્ષણો પાસ કર્યા છે. આમાં ઉંચી ઊંચાઈવાળા પહાડી પ્રદેશો,ખાણકામ, ભૂગર્ભ કામ વગેરે માટે જેવા કામ માટે પરીક્ષણો પાસ કર્યા છે.
ઓલેક્ટ્રા ગ્રીનટેક લિમિટેડના સીએમડી કે.વી. પ્રદીપે જણાવ્યુ કે ભારતમાં ઈલેક્ટ્રિક હેવી વ્હીકલ સેગમેન્ટમાં ઓલેક્ટ્રા અગ્રણી ભૂમિકા ભજવી રહી છે. ભારતનું પ્રથમ પ્રમાણિત હેવી-ડ્યુટી ઇલેક્ટ્રિક ટીપર Olectra દ્વારા વિકસિત અને ઉત્પાદિત કરવામાં આવ્યું છે. દિલ્હી અને બેંગ્લોરમાં તાજેતરમાં યોજાયેલા પ્રદર્શનમાં પ્રોટોટાઈપ ટીપરનું અનાવરણ કર્યું હતું. તેને વેપારીઓ દ્વારા સારો પ્રતિસાદ મળ્યો હતો અને હવે 20 ઈ-ટીપર્સનો પ્રથમ ઓર્ડર ચર્ચાના અંતિમ તબક્કામાં છે. કે.વી. પ્રદીપે કહ્યું કે ‘આ અમારી યાત્રાની માત્ર શરૂઆત છે. અમે ટૂંક સમયમાં ઈ-ટિપર અને ઈલેક્ટ્રિક ટ્રકના અલગ-અલગ પ્રકારો રજૂ કરીશું’.
પ્રદીપે વધુમાં જણાવ્યું હતું કે ‘ઓલેક્ટ્રા ઈલેક્ટ્રીક ટિપર ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને માઈનિંગ સેક્ટરમાં નમૂનો બદલાવ લાવશે. જોબ સાઈટ્સ પર જથ્થાબંધ સામગ્રી લઈ જવા માટે આ વિસ્તારોમાં ટિપર્સની વધુ માંગ છે. Olectra ઈલેક્ટ્રીક ટીપર ઓપરેટરોને કુલ ખર્ચ (TCO)ના સંદર્ભમાં નફાકારકતા સુધારવામાં મદદ કરશે.’ ઓલેક્ટ્રાના ઈ-ટિપર્સનો ઉપયોગ દિવસ-રાત કાર્યસ્થળે થઈ શકે છે કારણ કે તે આવાજ વગર કામ કરે છે એટલું જ નહીં પણ કાર્બનનું ઉત્સર્જન પણ કરતા નથી.
2000માં સ્થપાયેલ, ઓલેક્ટ્રા ગ્રીનટેક લિમિટેડ (સાર્વજનિક લિસ્ટેડ કંપની) એ MEIL ગ્રુપનો એક ભાગ છે. ઓલેક્ટ્રા ભારતમાં ઈલેક્ટ્રિક બસોના ઉત્પાદનમાં અગ્રણી છે. વધુમાં, Olectra એ પાવર ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક માટે સિલિકોન રબર/કમ્પોઝિટ ઇન્સ્યુલેટરનું ભારતનું સૌથી મોટું ઉત્પાદક છે.