AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maruti Suzuki ની આ 3 કાર સસ્તામાં ખરીદવાનો મોકો, રૂપિયા 1.40 લાખ સુધીની થશે બચત

જો તમે મારુતિ સુઝુકી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ સારો મોકો છે. મારુતિ સુઝુકી દ્વારા તેના 3 મોડલ પર રૂપિયા 1.40 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. ત્યારે આ લેખમાં જાણીશું કે મારુતિ સુઝુકીના કયા મોડલ પર આ ઓફર્સ આપવામાં આવી રહી છે.

Maruti Suzuki ની આ 3 કાર સસ્તામાં ખરીદવાનો મોકો, રૂપિયા 1.40 લાખ સુધીની થશે બચત
Maruti Suzuki
| Updated on: Jun 24, 2024 | 6:01 PM
Share

મારુતિ સુઝુકીના ડીલર સૂત્રોના જણાવ્યા અનુસાર, વેચાણમાં ઘટાડાને કારણે કંપની તેની ગ્રાન્ડ વિટારા SUV, Fronx અને XL6 MPV પર ડિસ્કાઉન્ટ આપી રહી છે. આ સિવાય મારુતિ બલેનો, Ciaz અને Ignis પર પણ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. જો તમે મારુતિ સુઝુકી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ સારો મોકો છે. ત્યારે Fronx, XL6 અને ગ્રાન્ડ વિટારા પર આપવામાં આવી રહેલી ઓફર્સ વિશે આ લેખમાં જાણીશું.

મારુતિ સુઝુકી ગ્રાન્ડ વિટારા પર ડિસ્કાઉન્ટ

ગ્રાન્ડ વિટારા પર પહેલા કરતા 66 હજાર રૂપિયા વધુ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. હવે કુલ 74 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ સાથે જ હાઈબ્રિડ વેરિઅન્ટ પર ત્રણ વર્ષની એક્સટેન્ડેડ વોરંટી (લગભગ 38 હજાર રૂપિયા) આપવામાં આવી રહી છે. એટલે કે કુલ 1.4 લાખ રૂપિયા સુધીની બચત થશે. તેના આલ્ફા વેરિઅન્ટ ખરીદવા પર 64 હજાર રૂપિયાની બચત થઈ શકે છે, સિગ્મા CNG મોડલ પર 34 હજાર રૂપિયાની બચત થઈ શકે છે.

ગ્રાન્ડ વિટારાનું હાઇબ્રિડ મોડલ 27.97kmpl ની માઇલેજ આપી શકે છે. આ એસયુવીની એક્સ-શોરૂમ કિંમત 10.99 લાખ રૂપિયાથી 19.93 લાખ રૂપિયાની વચ્ચે છે.

Maruti Suzuki Fronx પર ડિસ્કાઉન્ટ

Fronx પર પહેલા કરતા 20 હજાર રૂપિયા વધુ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. તેની વેલોસિટી એડિશન આવ્યા બાદ ટર્બો મોડલના બાકીના સ્ટોક પર 77 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. તેના સ્ટાન્ડર્ડ પેટ્રોલ વર્ઝન પર 32,500 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે અને CNG વેરિઅન્ટ પર 12,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે

Maruti Suzuki Fronxની એક્સ-શોરૂમ કિંમત હાલમાં રૂ. 7.29 લાખથી રૂ. 12.88 લાખની વચ્ચે છે.

મારુતિ સુઝુકી XL6 પર ડિસ્કાઉન્ટ

મારુતિ XL6 પર 15 હજાર રૂપિયાનું વધારાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. હવે પેટ્રોલ વેરિઅન્ટ પર 40 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. જ્યારે તેના CNG વેરિએન્ટ પર 25 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. XL6ની કિંમત 11.61 લાખ રૂપિયાથી 14.61 લાખ રૂપિયાની વચ્ચે છે, આ કિંમત એક્સ-શોરૂમ પ્રમાણે છે.

નોંધ : આ ડિસ્કાઉન્ટ ઓફર્સ વિવિધ શહેરો અને ડીલરશિપ પર આધારિત છે અને તેમાં તફાવત હોઈ શકે છે. તેથી તમારી નજીકની ડીલરશીપની મુલાકાત લો અને ઓફર્સની ચોક્કસ રકમ તપાસો.

મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
તમારો આત્મવિશ્વાસ જાળવી રાખો, થાક અને તણાવમાંથી રાહત અનુભવશો
તમારો આત્મવિશ્વાસ જાળવી રાખો, થાક અને તણાવમાંથી રાહત અનુભવશો
વડોદરા નંદેસરી બ્રિજ પર કાળમુખો અકસ્માત, યુવકનો 'ફિલ્મી' બચાવ
વડોદરા નંદેસરી બ્રિજ પર કાળમુખો અકસ્માત, યુવકનો 'ફિલ્મી' બચાવ
લાખાજીરાજ રોડ પર વેપારીઓ અને ફેરિયાઓ વચ્ચે ફરી રસ્તા પર આક્રોશ
લાખાજીરાજ રોડ પર વેપારીઓ અને ફેરિયાઓ વચ્ચે ફરી રસ્તા પર આક્રોશ
g clip-path="url(#clip0_868_265)">