ઈન્ડિયન ટૂ-વ્હીલર માર્કેટમાં હીરો સ્પ્લેન્ડરની અલગ જ ડિમાંડ હોય છે. આ ભારતની સૌથી વધારે વેચાતી બાઇક્સમાંની એક છે. આજે પણ કેટલાક લોકો નવી બાઈક ખરીદવી કે જૂની બાઈક હીરો સ્પેલેન્ડરને પોતાના લિસ્ટમાં જરુર રાખે છે.સારી માઇલેજ સાથે પોસાય તેવી કિંમત તેને લોકોમાં ખૂબ જ લોકપ્રિય વિકલ્પ બનાવે છે. પરંતુ હીરો હજુ પણ ગ્રાહકો માટે આગળનો પ્લાન બનાવી રહી છે. ઈલેક્ટ્રિકસ ટૂ -વ્હીલર્સની વધતી લોકપ્રિયતા વચ્ચે હીરો પણ Vida V1 નામથી ઈલેક્ટ્રિક બાઈક વેચે છે.
મોટરસાઈકલની જેમ હીરો મોટોકોર્પ ઈલેક્ટ્રિક્સ ટૂ-વ્હીલર માર્કટમાં પણ છવાય ગઈ છે. જેના માટે કંપની સતત મહેનત કરી રહી છે. થોડા સમયમાં કંપનીએક સસ્તું મોડલ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. કંપનીના એક સીનિયર અધિકારીએ આ માહિતી આપી છે.
ટૂ-વ્હીલર બનાવનારી હીરો મોટોકોર્પ યુરોપમાં પણ પોતાની તાકાત મજબુત કરવા માંગે છે. કંપની આગામી વર્ષે બ્રિટેન, ફ્રાન્સ, સ્પેન અને ઈટલી જેવા બજારોમાં એન્ટ્રી કરવા માંગે છે.
Hero MotoCorpના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર નિરંજન ગુપ્તાએ EICMA ના પ્રસંગે જણાવ્યું હતું કે આગામી છ મહિનામાં પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં (EV સેગમેન્ટમાં) અનેક એક્ટિવિટી થશે. જેમાં અમે અમે વધુ સસ્તું સેગમેન્ટમાં ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર પણ લોન્ચ કરીશું. હીરો મોટોકોર્પની વિડા ઈલેક્ટ્રિક સ્કુટર સીરિઝની કિંમત હાલના સમયમાં સબસિડી સહિત 1-1.5 લાખ રુપિયા વચ્ચે છે.
કંપની હાલમાં દેશના 230થી વધુ શહેર અને નગરોમાં 400 થી વધુ વેચાણ ટચપોઇન્ટ્સ સાથે વિડા સીરિઝના ઇલેક્ટ્રિક સ્કૂટર્સનું વેચાણ કરે છે. ગુપ્તાએ જણાવ્યું કે,કંપનીએ ઈલેક્ટ્રિક વ્હીકલ સેગમેન્ટમાં સારું પ્રદર્શન કર્યું છે. તાજેતરમાં પૂર્ણ થયેલી તહેવારોની સિઝનમાં 11,600 યુનિટ્સનું વેચાણ થયું હતું.
ટુ-વ્હીલર બનાવનારી મુખ્ય કંપની હાલમાં એશિયા, આફ્રિકા અને લેટિન અમેરિકાના 48 દેશોમાં પોતાના ટુ-વ્હીલરને વેચે છે. ગુપ્તાએ કહ્યું કે,કંપની આ બજારોમાં પરવડે તેવા ભાવે ટુ-વ્હીલર ઓફર કરી શકે છે.
Published On - 2:07 pm, Thu, 14 November 24