Cheap Car Deal : Maruti Ertiga કાર મધ્યપ્રદેશ કરતાં ગુજરાતમાંથી ખરીદશો તો થશે ફાયદો, જાણો કેટલી છે કિંમત
જો તમે મધ્યપ્રદેશમાં રહો છો અને Maruti Ertiga કાર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો આ કાર તમારા પડોશી રાજ્ય ગુજરાતમાં સસ્તી મળી રહી છે. આ કાર ગુજરાતમાંથી ખરીદવી ફાયદાકારક છે. કારણ કે Maruti Ertiga કાર મધ્યપ્રદેશ કરતા ગુજરાતમાંથી ખરીદવાથી તમને રુપિયા 52 હજાર સુધીનો ફાયદો થશે.
Cheap Car Deal : આજના સમયમાં મધ્યમ વર્ગના લોકોને પોતાની કાર (Car) ખરીદવી એ સપના સમાન હોય છે. જેને પૂરું કરવા માટે તે પોતાની કમાણીના અમુક ભાગની બચત કરતો હોય છે. મોંધવારીના કારણે કારની કિંમતોમાં પણ વધારો થયો છે.
કાર ખરીદતા પહેલા લોકોના મનમાં સૌથી મોટો પ્રશ્ન બજેટનો હોય છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે, જો તમે Maruti Ertiga કાર ખરીદવાના પ્લાન બનાવી રહ્યા છો તો તે ક્યાંથી ખરીદવાથી ફાયદો થશે. આ કાર મધ્યપ્રદેશ કરતાં ગુજરાતમાં સસ્તી મળી રહી છે.
જો તમે મધ્યપ્રદેશમાં રહો છો અને Maruti Ertiga કાર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો આ કાર તમારા પડોશી રાજ્ય ગુજરાતમાં સસ્તી મળી રહી છે. આ કાર ગુજરાતમાંથી ખરીદવી ફાયદાકારક છે. કારણ કે Maruti Ertiga કાર મધ્યપ્રદેશ કરતા ગુજરાતમાંથી ખરીદવાથી તમને રુપિયા 52 હજારનો ફાયદો થશે.
Maruti Ertigaના બેઝ મોડલને ગુજરાતમાં ખરીદવાથી થશે રૂ.17 હજારનો ફાયદો
જો તમે Maruti Ertiga કાર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો તમને આ કાર મધ્યપ્રદેશની સરખામણીએ ગુજરાતમાં સસ્તી મળી રહી છે. આ માટે અમે ચેક કર્યું તો જાણવા મળ્યું કે Maruti Ertiga (પેટ્રોલ)ના બેઝ મોડલની ગુજરાતના આણંદમાં ઓન રોડ પ્રાઇસ 9.59 લાખ રુપિયા છે, તો મધ્યપ્રદેશના ધારમાં આજ કારની પ્રાઇસ 9.76 લાખ રૂપિયા છે. તેથી જો તમે Maruti Ertigaનું બેઝ મોડલ મધ્યપ્રદેશ કરતાં ગુજરાતમાંથી ખરીદશો તો તમને રૂ.17 હજારનો ફાયદો થશે.
Maruti Ertigaના બેઝ મોડલની ગુજરાતના આણંદમાં ઓન રોડ પ્રાઇસ
Maruti Ertigaના બેઝ મોડલની મધ્યપ્રદેશના ધારમાં ઓન રોડ પ્રાઇસ
Maruti Ertigaના ટોપ મોડલને પણ ગુજરાતમાંથી ખરીદવાથી થશે ફાયદો
Maruti Ertigaના (પેટ્રોલ) ટોપ મોડલની વાત કરીએ તો મધ્યપ્રદેશના ધારમાં ઓન રોડ પ્રાઇસ 15.11 લાખ રૂપિયા છે. તો ગુજરાતના આણંદમાં Maruti Ertigaનું ટોપ મોડલ 14.49 લાખ રૂપિયામાં મળી રહ્યું છે. તેથી જો તમે Maruti Ertigaનું ટોપ મોડલ ખરીદવા માંગતા હોવ તો મધ્યપ્રદેશ કરતા ગુજરાતમાંથી ખરીદવાથી રૂ.52 હજારનો ફાયદો થશે.
ઓટોમોબાઈલ્સના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો