AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઇલેક્ટ્રિક વાહન ખરીદનારાઓ માટે સારા સમાચાર, FAME II સબસિડી સ્કીમને લઈને સરકારે લીધો મોટો નિર્ણય

સરકારે FAME II યોજના સાથે 10 લાખ ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર્સ, 5 લાખ ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલર અને 55,000 ઇલેક્ટ્રિક પેસેન્જર કાર તેમજ 7,000 ઇલેક્ટ્રિક બસોને નાણાકીય સહાય આપવાની યોજના બનાવી છે. 31 જાન્યુઆરી સુધી આ યોજના હેઠળ 13.41 લાખ ઇલેક્ટ્રિક વાહનોને સબસિડી આપવામાં આવી છે.

ઇલેક્ટ્રિક વાહન ખરીદનારાઓ માટે સારા સમાચાર, FAME II સબસિડી સ્કીમને લઈને સરકારે લીધો મોટો નિર્ણય
Electric vehicle
| Updated on: Feb 12, 2024 | 8:15 PM
Share

સરકારે ઇલેક્ટ્રિક વાહનોના ઝડપી ઉત્પાદન માટે FAME યોજનાના બીજા તબક્કા માટે નાણાકીય ખર્ચ રૂ. 1,500 કરોડથી વધારીને રૂ. 11,500 કરોડ કર્યો છે. વર્ષ 2019માં શરૂ થનારી FAME 2 સબસિડી યોજના જે અત્યાર સુધી માત્ર 10,000 કરોડ રૂપિયાની હતી, જે આ વધારા પછી 11,500 કરોડ રૂપિયાની થઈ ગઈ છે. ઈલેક્ટ્રિક વાહન ખરીદનારાઓને તેનો સીધો ફાયદો મળશે. જો કે, આ યોજના 31 માર્ચ 2024 સુધી જ અમલમાં રહેશે.

સરકારે FAME II યોજના સાથે 10 લાખ ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર્સ, 5 લાખ ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલર અને 55,000 ઇલેક્ટ્રિક પેસેન્જર કાર તેમજ 7,000 ઇલેક્ટ્રિક બસોને નાણાકીય સહાય આપવાની યોજના બનાવી છે. 31 જાન્યુઆરી સુધી આ યોજના હેઠળ 13.41 લાખ ઇલેક્ટ્રિક વાહનોના વેચાણ પર ઇલેક્ટ્રિક વાહન ઉત્પાદકોને કુલ 5,790 કરોડ રૂપિયાની સબસિડી આપવામાં આવી છે. જેમાં 11.86 લાખ ટુ-વ્હીલર, 1.39 લાખ થ્રી-વ્હીલર અને 16,991 ફોર-વ્હીલર ઇલેક્ટ્રિક વાહનોનો સમાવેશ થાય છે.

વધુમાં સરકારે 7,432 ઇલેક્ટ્રિક વાહન પબ્લિક ચાર્જિંગ સ્ટેશનો અને વિવિધ શહેરો, રાજ્ય પરિવહન ઉપક્રમો અને રાજ્ય સરકારની સંસ્થાઓમાં ઇન્ટ્રાસિટી પરિવહન માટે 6,862 ઇલેક્ટ્રિક બસો માટે ઓઇલ માર્કેટિંગ કંપનીઓને સબસિડી તરીકે રૂ. 800 કરોડ મંજૂર કર્યા છે. આ નવા સુધારેલા ખર્ચ પછી સબસિડી માટે રૂ. 7,048 કરોડ ફાળવવામાં આવ્યા છે, જેમાંથી ટુ-વ્હીલર્સને રૂ. 5,311 કરોડ મળશે. ઇલેક્ટ્રિક બસો અને ચાર્જિંગ સ્ટેશનો સ્થાપિત કરવા માટેની કુલ ગ્રાન્ટ પણ 4,048 કરોડ રૂપિયા કરવામાં આવી છે.

FAME II સબસિડીની મુદત વધશે ?

FAME II સબસિડી એક મુદત-મર્યાદિત યોજના છે જે 31 માર્ચ 2024 સુધી અથવા ભંડોળ રહે ત્યાં સુધી લાગુ રહેશે. ગયા અઠવાડિયે રજૂ કરાયેલા વચગાળાના બજેટમાં સરકારે આગામી નાણાકીય વર્ષ માટે FAME યોજના માટે રૂ. 2,671 કરોડ ફાળવવાની જાહેરાત કરી હતી.

જોકે, અત્યાર સુધી સરકાર દ્વારા FAME સબસિડીની સમય મર્યાદા વધારવા અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ બજેટ દરમિયાન યોજનાની રકમ આગામી નાણાકીય વર્ષ સુધી લંબાવવામાં આવી હોવાથી તે એક સંકેત તરીકે માનવામાં આવે છે કે સરકાર FAME IIની સબસિડી યોજનાની સમય મર્યાદા વધારી શકે છે.

દેશમાં ખાસ કરીને ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલર સેગમેન્ટમાં ઇલેક્ટ્રિક વાહનોની માંગ અને વેચાણ ઝડપથી વધી રહ્યું છે. ઇલેક્ટ્રિક વાહનોનું કુલ વેચાણ 2022માં 1.02 મિલિયનથી 2023 માં 1.53 મિલિયન યુનિટ સુધી પહોંચવાની અપેક્ષા છે. ત્યારે ઇલેક્ટ્રિક વાહન ઉદ્યોગનું માનવું છે કે જો સરકાર FAME II સબસિડીના ત્રીજા તબક્કાને આગળ ધપાવે છે, તો તે ઉદ્યોગના વિકાસમાં વધુ મદદ કરશે.

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
g clip-path="url(#clip0_868_265)">