
સુપ્રીમ કોર્ટ મહત્વનો નિર્ણય સંભળાવતા કહ્યું કે, જો એ સ્પષ્ટ થાય કે, કોઈ વ્યક્તિ બાળકનો જૈવિક પિતા નથી. તો તેને બાળકના ભરણપોષણ આપવા માટે કહી શકાય નહી. ભલે બાળક લગ્ન દરમિયાન કેમ જન્મયું ન હોય. આ નિર્ણય જસ્ટિસ સંજય કરોલ અને જસ્ટિસ એન કોટિશ્વર સિંહને બેંચે સંભળાવ્યો છે.

કોર્ટે માતાની અપીલને રદ કરી છે. જેમાં તેમણે તેની દીકરી ના ભરણપોષણની માંગ કરી હતી. આ પહેલા દિલ્હી હાઈકોર્ટે આ માંગ રદ કરી હતી.

ચાલો જોઈએ આખો મામલો શું છે. આ મામલામાં પતિ-પત્નીના લગ્ન વર્ષ 2016માં થયા હતા. ત્યારબાદ બંન્ને વચ્ચે વિવાદ થયો હતો. આ દરમિયાન મહિલાએ ઘરેલું હિંસા અધિનિયમ 2005 હેઠળ પોતાના બાળક માટે ભરણપોષણની માંગ કરી હતી. કાર્યવાહી દરમિયાન પતિએ બાળકના પિતૃત્વ તપાસવા માટે ડીએનએ ટેસ્ટ કરાવવાની માંગ કરી હતી. જેને મેજિસ્ટ્રેટે મંજુરી આપી હતી.

ડીએનએ રિપોર્ટમાં એ સામે આવ્યું કે, તે વ્યક્તિ બાળકનો જૈવિક પિતા નથી. આના આધાર પર ટ્રાયલ કોર્ટે બાળકોને મેન્ટેન્સ આપવાની ના પાડી હતી. આ નિર્ણયને ઉચ્ચ અદાલતોએ પણ માન્ય રાખ્યો હતો.

કોર્ટે ઈન્ડિયન એવિડન્સ એક્ટ 1872ની કલમ 112 પર વિચાર કર્યો હતો. આ કલમ હેઠળ માનવામાં આવે છે કે, લગ્ન દરમિયાન બાળકનો જન્મ વૈધ હોય છે. જ્યાં સુધી સાબિત ન થાય તો પતિ-પત્ની વચ્ચે નોન-એક્સેસ હતુ.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva)
Published On - 6:52 am, Mon, 27 April 26