Beauty Tips : અંડર આર્મ્સની કાળાશ દૂર કરવા શું કરશો ?

|

Jul 26, 2021 | 6:53 PM

યુવતીઓ અંડર આર્મ્સની કાળાશને કારણે ઘણીવાર સ્લીવલેસ કપડાં પહેરવામાં સંકોચ અનુભવે છે, વાંચો આ નુસખા જે તમારી આ પરેશાની દૂર કરશે.

Beauty Tips : અંડર આર્મ્સની કાળાશ દૂર કરવા શું કરશો ?
Beauty Tips: What to do to remove the blackness of the underarms?

Follow us on

Beauty Tips અંડર આર્મ્સના (under Arms ) વાળથી તો છુટકારો મેળવી લેવાશે. પણ તો પણ ક્યાંક આત્મવિશ્વાસની કમી જોવા મળે છે જેનું કારણ છે અંડર  આર્મ્સની કાળી ત્વચા. આ કાળાશને કારણે પણ ઘણી યુવતીઓ સ્લીવ લેસ ડ્રેસ પહેરવામાં સંકોચ અનુભવે છે. અમે તમને બતાવીશું કે આ કાળાશને (blackness ) દૂર કરવા ક્યાં ઉપાયો અજમાવશો ?

છોકરીઓએ ફેશનેબલ કપડાં પહેરવા માટે અંડર આર્મ્સ અને પગના વેક્સિનનું ધ્યાન રાખવું પડે છે. એ બધું કરવામાં પણ સ્કિન કાળી પડી જાય છે. તો વળી પછી નવી ટ્રીટમેન્ટ કરાવવી પડે છે. અંડર આર્મ્સ કરાવ્યા પછી પણ જો સ્કિન સુંદર ન દેખાય તો હેર રિમુવલનો કોઈ અર્થ રહેતો નથી. ત્વચાની કાળાશ કેટલી છે તે પ્રમાણે તેનો ઉપચાર જરૂરી બની જાય છે.

શા માટે અંડર આર્મ્સની ત્વચા કાળી પડે છે ?

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

હેર રિમૂવિંગ ત્વચાને કાળી બનાવે છે. તેમાં મૃત ત્વચા(dead skin ) પાર થર બાઝતા જાય છે. તેના લીધે કાળાશ વધતી જાય છે. ઘણીં સ્કિન એકદમ રફ અને કડક થઇ જાય છે. જેથી અંડર આર્મ્સની ત્વચા પણ ખુબ નાજુક હોય છે અને તેના પર તેની જલ્દી અસર થાય છે. તેના માટે તમારે અંડર આર્મ્સની ત્વચાને એક્સફોલિયેટ કરીને નરમ બનાવવી જોઈએ.

શું કરશો ઈલાજ ?
1 ચમચી લીમડાનો પાઉડર, બે ટીપા લીંબુનો રસ, અને દૂધની મલાઈને મિક્સ કરીને પેસ્ટ બનાવી એ ભાગ પર સ્ક્ર્બ કરવું. લીંબુ તેમાં એસિડિક તત્વ તરીકે ઉમેરવામાં આવે છે. જો અંડર આર્મ્સ માં કટ હોય તો તેનું ખાસ ધ્યાન રાખવું, કારણ કે લીંબુના લીધે બળતરા થઇ શકે છે. જેમના અંડર આર્મ્સ ખુબ કાળા હોય તેમને અઠવાડિયામાં એકવાર આ નુસખો જરૂર અજમાવવો.

એ સિવાય દૂધનો પાઉડર પણ સારો નુસખો છે. દુષણ પાઉડરને 2-3 મિનિટ એ ભાગ પર ઘસીને 10 મિનિટ લગાવીને ધોઈ લો. દૂધના પાઉડરમાં બ્રાઇટનિંગ એજન્ટ્સ મોજુદ હોય છે.

અમુક ડિયોડ્રન્ટ પણ ત્વચાને નુકશાનકારક  હોય શકે છે. જેથી ડીઓનો ઉપયોગ કરતી વખતે પણ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.

આ પણ વાંચોઃ Beauty Tips: ના હોય ! વાસી રોટલીથી પણ બનાવી શકાય છે ફેસપેક ? જાણો આ ખાસ રીત

આ પણ વાંચોઃ આકર્ષક દેખાવા માટે ધ્યાનમાં રાખો આ વસ્તુઓ, લોકો પણ તમારાથી પ્રભાવિત થશે અને તમે પણ અંદરથી ખુશ રહેશો

 

Next Article