
છેલ્લા ઘણા દિવસથી આકરી ગરમીમાં (Heat) શેકાયા બાદ હવે ગુજરાતવાસીઓને રાહત મળશે. હવામાન વિભાગે (Meteorological department) રાજ્યમાં કાળઝાળ ગરમીથી રાહત મળવાની આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા આજથી તાપમાનમાં ઘટાડો નોંધાવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આજથી 3થી 4 ડિગ્રીનો ઘટાડો થશે. જોકે રાજ્યમાં ભારે પવન ફૂંકાશે. રાજ્યમાં 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની હવામાન વિભાગે આગાહી કરી છે. તથા 26 મે સુધી માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના અપાઇ છે.
આ પણ વાંચો-Gujarati Video : ગીર સોમનાથમાં વૃદ્ધા પર દીપડાનો હુમલો, વન વિભાગે દીપડાને પાંજરે પુરવા કવાયત હાથ ધરી
હવામાન વિભાગની આગાહી ( Weather Forecast) અનુસાર આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી રહેશે. જ્યારે ન્યુનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે. જો વાત અમરેલી જિલ્લાની કરીએ તો આજે મહત્તમ તાપમાન 40 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે. જ્યારે ભેજવાળુ વાતાવરણ 44% રહેશે. આણંદ જિલ્લામાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે.
અરવલ્લી જિલ્લામાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી રહેશે જ્યારે ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. તો બનાસકાંઠામાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી રહેશે. ભરુચમાં મહત્તમ તાપમાન 39 રહેશે જ્યારે ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે. ભાવનગર જિલ્લામાં મહત્તમ તાપમાન 42 રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 28 રહેશે.
બોટાદ જિલ્લામાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. તો બીજી તરફ છોટાઉદેપુરમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે. દાહોદ જિલ્લામાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે.
ડાંગ જિલ્લામાં મહત્તમ તાપમાન 26 રહેશે. જ્યારે દેવભૂમિ દ્વારકામાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી રહેશે. તો ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી રહેશે. તો આ તરફ ગીર સોમનાથમાં મહત્તમ તાપમાન 33 રહેશે તો ન્યૂનતમ તાપમાન 28 રહેશે. જામનગર જિલ્લામાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે અને 59% ભેજવાળુ વાતાવરણ રહેશે.
Published On - 11:28 am, Wed, 24 May 23