
આગામી 100 કલાક ગુજરાત માટે ખુબ જ ભારે રહેશે. 8 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે..દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ સતત 3 દિવસ સુધી રેડ એલર્ટ છે. એટલે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં 8થી 10 ઇંચ વરસાદ વરસી શકે છે.જે બાદ સૌરાષ્ટ્રમાં પણ મુશળધારની જ આગાહી છે. કચ્છ પણ આ નવા ધોધમારના રાઉન્ડથી બાકાત નહીં રહે.
ચોથી સપ્ટેમ્બરથી લઇને આઠમી સપ્ટેમ્બર સુધી રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. આગાહીકાર પરેશ ગોસ્વામીનું કહેવું છે કે રાજ્યમાં શરૂ થઇ રહેલો વરસાદનો આ નવો રાઉન્ડ ખુબ જ તોફાની હશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. 5 ઇંચ સુધી વરસાદ થઇ શકે છે. માત્ર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર જ નહીં. પરંતુ કચ્છમાં પણ ધોધમાર વરસાદની જ આગાહી છે.
કચ્છ અને સૌરાષ્ટ્રમાં હજુ પણ વરસાદની ઘટ જોવા મળી રહી છે. ચોમાસાની શરૂઆતમાં સૌથી વધુ વરસાદ આમ તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં જ વરસ્યો હતો. જો કે જુન અને જુલાઇ બાદ ઓગસ્ટમાં જોઇએ તેવો વરસાદ સૌરાષ્ટ્ર અને કચ્છમાં પડ્યો નથી. જેના કારણે કચ્છ અને સૌરાષ્ટ્રમાં વરસાદની ઘટ છે. જો કે લાગી રહ્યું છે આગામી 4 દિવસમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની ટકાવારી વધી શકે છે.
રાજ્યમાં સપ્ટેમ્બરની શરૂઆતમાં જ ધોધમારનો એક નવો રાઉન્ડ શરૂ થવા જઇ રહ્યો છે. આગામી કલાકોથી જ ગુજરાતમાં ધોધમાર વરસાદ જોવા મળશે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે. જો કે માત્ર દક્ષિણ ગુજરાત જ નહીં, પરંતુ સૌરાષ્ટ્રમાં પણ મુશળધાર વરસાદની આગાહી છે.
દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. એટલે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં 8થી 10 ઇંચ વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રમાં પણ ઓરેન્જ એલર્ટ છે. એટલે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં 7 ઇંચ સુધી વરસાદ વરસી શકે છે.
રાજ્યના 206 ડૅમમાંથી 111 ડેમ હાઈ એલર્ટ પર છે. જ્યારે 27 ડેમ એલર્ટ પર અને 9 ડેમ વૉર્નિંગ લેવલ પર છે. ગુજરાતમાં ભારે વરસાદના કારણે કોઈ પણ કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા NDRFની કુલ 12 ટીમ અને SDRFની 20 ટીમ અલગ-અલગ જિલ્લામાં ગોઠવવામાં આવી છે. આમ આગામી દિવસો ગુજરાતમાં ખુબ જ ભારે રહેશે.અનેક જિલ્લાઓમાં જળંબબાકારની સ્થિતિ જોવા મળશે.જેથી સાવધાન રહેવું ખુબ જ જરૂરી છે.