
આગામી 24 કલાકથી જ ગુજરાતમાં ધોધમારના નવા રાઉન્ડની શરૂઆત થઇ જશે. સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. સૌથી પહેલા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ જોવા મળશે. જે બાદ રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ મુશળધાર વરસાદની શરૂઆત થઇ જશે.
ગુજરાતમાં હવે આગામી કલાકો બાદ જ ધોધમાર વરસાદ વરસી શકે છે. રાજ્ય પર જે મજબૂત વરસાદી સિસ્ટમ બની છે. તેના કારણે રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રથી લઇને કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ જોવા મળશે. અનેક વિસ્તારમાં 8થી લઇને 10 ઇંચ સુધી વરસાદ થઇ શકે છે. હવામાન વિભાગે અનેક જિલ્લાઓમાં અત્યારથી જ ઓરેન્જ એલર્ટ આપ્યું છે. એટલે આગામી દિવસો ખૂબ જ ભારે રહેશે.
સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી છે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં 10 ઇંચ સુધી વરસાદ વરસી શકે છે. અનેક જિલ્લાઓમાં પૂરની સ્થિતિ પણ ઉભી થઇ શકે છે. હવામાન વિભાગનું કહેવું છે કે 20 ઓગસ્ટ સુધી ધોધમાર વરસાદ ગુજરાતમાં રહી શકે છે. માત્ર સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છ જ નહીં, પરંતુ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓમાં પણ ધોધમાર વરસાદ વરસી શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની આગાહી છે.
અનેક દિવસો સુધી રાહ જોવડાવ્યા પછી ગુજરાતમાં ચોમાસાનો નવો રાઉન્ડ શરૂ થઈ ગયો છે અને સાતમ આઠમના તહેવારો દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત ઘણા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડશે એવું હવામાન વિભાગનું કહેવું છે.
હાલમાં બંગાળની ખાડીના ઉત્તર પશ્ચિમમાં તથા આંધ્ર પ્રદેશ અને સાઉથ ઓડિશા ઉપર એક લૉ પ્રેશર એરિયા સર્જાયો છે. અપર ઍર સાઈક્લોનિક સર્ક્યુલેશન સમુદ્રની સપાટીથી 7.6 કિમીની ઊંચાઈએ આવેલું છે જે ઓડિશા અને ઉત્તર આંધ્ર પ્રદેશ તરફ આગામી ચોવીસ કલાકમાં આગળ વધશે એવું લાગે છે.
ગુજરાતની વાત કરીએ તો ઉત્તર પૂર્વ અરબી સમુદ્ર અને નજીકના કચ્છના વિસ્તારની ઉપર 1.5 કિમીથી 3.1 કિમીની ઊંચાઈ સુધી એક અપર ઍર સાઈક્લોનિક સર્ક્યુલેશન રચાયું છે. જેના કારણે ગુજરાતમાં ધોધમાર વરસાદ જોવા મળશે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો