સૌરાષ્ટ્ર-મધ્ય ગુજરાત સુધી પહોચ્યું નૈઋત્યનુ ચોમાસુ, 3 જુલાઈએ બનશે લો-પ્રેશર સિસ્ટમ, દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે જણાવ્યું છે કે, આગામી 3 જુલાઈ, 2026 આસપાસ ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડીમાં લો-પ્રેશર સિસ્ટમ આકાર પામે તેવી શક્યતા છે. તેલો-પ્રેશર સિસ્ટમના પ્રભાવથી દેશના મધ્ય વિસ્તારોમાં આગામી 5થી 6 દિવસ દરમિયાન ચોમાસું સક્રિય રહેશે અને વરસાદની તીવ્રતા વધવાની સંભાવના છે. સાથોસાથ ચોમાસુ દેશના બાકીના પ્રદેશમાં પણ આગળ વધે તેવી સંભાવના છે.

સૌરાષ્ટ્ર-મધ્ય ગુજરાત સુધી પહોચ્યું નૈઋત્યનુ ચોમાસુ, 3 જુલાઈએ બનશે લો-પ્રેશર સિસ્ટમ, દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી
| Updated on: Jul 01, 2026 | 2:34 PM

ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા જાહેર કરવામાં આવેલા વિગતો અનુસાર આગામી બે દિવસ દરમિયાન દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ગુજરાતના વધુ વિસ્તારો સહિત મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, હરિયાણા, ચંડીગઢ, દિલ્હી, પંજાબ અને રાજસ્થાનના કેટલાક ભાગોમાં આગળ વધવા માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ છે.

હવામાન વિભાગે જણાવ્યું છે કે, આગામી 3 જુલાઈ, 2026 આસપાસ ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડીમાં લો-પ્રેશર સિસ્ટમ આકાર પામે તેવી શક્યતા છે. તેલો-પ્રેશર સિસ્ટમના પ્રભાવથી દેશના મધ્ય વિસ્તારોમાં આગામી 5થી 6 દિવસ દરમિયાન ચોમાસું સક્રિય રહેશે અને વરસાદની તીવ્રતા વધવાની સંભાવના છે. સાથોસાથ ચોમાસુ દેશના બાકીના પ્રદેશમાં પણ આગળ વધે તેવી સંભાવના છે.

દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની શક્યતા

ભારતીય હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ 1થી 5 જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાત વિસ્તારમાં અલગ-અલગ સ્થળોએ અતિભારે વરસાદ પડી શકે છે. ઉપરાંત મહારાષ્ટ્રના કોંકણમાં 1થી 5 જુલાઈ, કોસ્ટલ કર્ણાટકમાં 1 અને 2 જુલાઈ, મધ્ય મહારાષ્ટ્રમાં 2થી 5 જુલાઈ તેમજ દક્ષિણ-પશ્ચિમ મધ્ય પ્રદેશમાં 3 અને 4 જુલાઈ દરમિયાન પણ અત્યંત ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

ગુજરાતમાં ચોમાસા આગળ વધ્યુ

1 જુલાઈના રોજ દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ઉત્તર અરબી સમુદ્રના વધુ વિસ્તારો, ગુજરાતના કેટલાક ભાગોમાં આગળ વધ્યું છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતાના કેટલાક વિસ્તારોમાં નૈઋત્યના ચોમાસાનો વિધિવત પ્રારંભ થઈ ગયો છે. જેની અસર હેઠળ ગઈરાતી વરસાદ પણ વરસી રહ્યો છે.

આ ઉપરાંત સમગ્ર દમણ અને દીવ તેમજ મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, લદ્દાખ, જમ્મુ-કાશ્મીર તેમજ હરિયાણા અને પંજાબના કેટલાક વિસ્તારો સુધી આગળ વધ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી બે દિવસ દરમિયાન ગુજરાતના બાકી વિસ્તારોમાં પણ ચોમાસું વધુ આગળ વધવા માટે અનુકૂળ પરિસ્થિતિ રહેશે.

ખેડૂતો અને નાગરિકો માટે સલાહ

ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા છે. ખેડૂતોને ખેતી સંબંધિત કામગીરી હવામાનની આગાહી અનુસાર આયોજન કરવાની સલાહ આપવામાં આવી છે. તેમજ નાગરિકોને ભારે વરસાદ દરમિયાન જરૂરી સાવચેતી રાખવા અને સ્થાનિક તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.

Breaking News: હવામાન વિભાગની ‘નવી આગાહી’! 6 જુલાઈ સુધી રાજ્યમાં જામશે ‘વરસાદી માહોલ’, દક્ષિણ ગુજરાતમાં ‘Red Alert’

Follow Us