Rain Breaking : છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સાર્વત્રિક મેઘ મહેર, 204 તાલુકામાં વરસ્યો વરસાદ

|

Sep 18, 2023 | 10:04 AM

રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. જ્યાં કેટલાક જિલ્લાઓમાં આફતનો વરસાદ છે. તો કેટલાક જિલ્લાઓમાં રાહતનો વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 31 જિલ્લાઓમાં વરસાદ વરસ્યો છે. જેમાં 31 જિલ્લાના 204 તાલુકામાં વરસાદ વરસ્યો છે. અત્યાર સુધી રાજ્યમાં સિઝનનો કુલ 95 ટકા વરસાદ વરસ્યો છે. ગોધરાના શહેર અને વીરપુરમાં સાડા 9 ઈંચ વરસાદ વરસ્યો છે.

Rain Breaking : છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સાર્વત્રિક મેઘ મહેર, 204 તાલુકામાં વરસ્યો વરસાદ
Gujarat Rain

Follow us on

Gujarat Rain : રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. જ્યાં કેટલાક જિલ્લાઓમાં આફતનો વરસાદ છે. તો કેટલાક જિલ્લાઓમાં રાહતનો વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 31 જિલ્લાઓમાં વરસાદ વરસ્યો છે. જેમાં 31 જિલ્લાના 204 તાલુકામાં વરસાદ વરસ્યો છે. અત્યાર સુધી રાજ્યમાં સિઝનનો કુલ 95 ટકા વરસાદ વરસ્યો છે.

આ પણ વાંચો : Rain Breaking Video : વડોદરાના વ્યાસ બેટ પર ફસાયેલા લોકોને બચાવવા આર્મી દ્વારા હાથ ધરાયુ રેસ્ક્યુ ઓપરેશન

ગોધરાના શહેર અને વીરપુરમાં સાડા 9 ઈંચ વરસાદ વરસ્યો છે. તેમજ તલોદ, બાયડ, ધનસુરામાં 8-8 ઇંચ વરસાદ વરસ્યો છે. મોરવાહડફ, લુણાવાડા અને પ્રાંતિજમાં 7-7 ઇંચ વરસાદ વરસ્યો છે. તો આ તરફ કપડવંજ, મહુધા, લીમખેડા, કડી, બાલાસિનોરમાં 6-6 ઇંચ વરસાદ વરસ્યો છે. તો બીજી તરફ કઠલાલ અને મેઘરજમાં સાડા 5 ઇંચ વરસાદ વરસાદ વરસ્યો છે. તેમજ ગળતેશ્વર, સંતરામપુર, મોડાસા, જાંબુઘોડા, હિમતનગરમાં પણ 4-4 ઇંચ વરસાદ વરસ્યો છે.

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતને ધમરોળશે વરસાદ

હવામાન વિભાગે વરસાદને ફરી આગાહી કરી છે. આજે સોમવારે રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં રહેશે આફતનો વરસાદ તો કેટલાક જિલ્લાઓમાં રાહતનો વરસાદ રહેશે. જેમાં આજે મધ્ય ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ધોધમાર પડે તેવી આગાહી કરવામાં આવી છે.

અરવલ્લી, ખેડા, મહીસાગર, દાહોદ, પંચમહાલમાં અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તો બનાસકાંઠા, ગાંધીનગર, અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. લાંબા વિરામ બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી અને અનેક જિલ્લાઓમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. ત્યારે ફરી ભારે વરસાદની આગાહી કરાઈ છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 9:04 am, Mon, 18 September 23

Next Article