Gujarat Weather Forecast : આજે અમદાવાદમાં ગરમીનો પારો રહેશે યથાવત, જાણો અન્ય જિલ્લાઓનું તાપમાન

|

May 23, 2023 | 6:30 AM

રાજ્યમાં આગઝરતી ગરમી પડવાની શરુઆત થઈ ગઈ છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે આજે ક્યા જિલ્લામાં ગરમીનો પારો કેટલો રહેશે તે વિશે જાણો.

Gujarat Weather Forecast : આજે અમદાવાદમાં ગરમીનો પારો રહેશે યથાવત, જાણો અન્ય જિલ્લાઓનું તાપમાન
Gujarat weather update

Follow us on

હવામાન વિભાગની આગાહી ( Weather Forecast) અનુસાર આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી રહેશે. જ્યારે ન્યુનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે. જો વાત અમરેલી જિલ્લાની કરીએ તો આજે મહત્તમ તાપમાન 40 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે. જ્યારે ભેજવાળુ વાતાવરણ 44% રહેશે. આણંદ જિલ્લામાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે.

આ પણ વાંચો : Gujarat Weather Update : વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પગલે આગામી દિવસોમા રાજ્યનું તાપમાન 2 ડિગ્રી વધશે

અરવલ્લી જિલ્લામાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી રહેશે જ્યારે ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. તો બનાસકાંઠામાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી રહેશે. ભરુચમાં મહત્તમ તાપમાન 39 રહેશે જ્યારે ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે. ભાવનગર જિલ્લામાં મહત્તમ તાપમાન 42 રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 28 રહેશે

શું નીતા અંબાણીથી વધારે અમીર છે સાસુ કોકિલાબેન? આટલા કરોડના છે માલિક
ઘરમાં પોતું મારતી વખતે પાણીમાં ઉમેરો આ વસ્તુ, માખી-મચ્છર રહેશે ઘરથી દૂર
સારા તેંડુલકર આ સગાઈથી ખુશ છે, જુઓ ફોટો
રાહુ મીન રાશિમાં સ્થિત છે,આ રાશિના જાતકોને આગામી 376 દિવસમાં ફાયદો થશે
હજારો રોગોનો રામબાણ ઈલાજ કરતી ગિલોય ઘરે જ ઉગાડો, આ રીત અપનાવો
શું તમે જાણો છો દાંત પર કેટલી મિનીટ સુધી બ્રશ કરવું જોઈએ ?

બોટાદ જિલ્લામાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. તો બીજી તરફ છોટાઉદેપુરમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે. દાહોદ જિલ્લામાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે.

દેવભૂમિ દ્વારકામાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી રહેશે

ડાંગ જિલ્લામાં મહત્તમ તાપમાન 26 રહેશે. જ્યારે દેવભૂમિ દ્વારકામાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી રહેશે. તો ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી રહેશે. તો આ તરફ ગીર સોમનાથમાં મહત્તમ તાપમાન 33 રહેશે તો ન્યૂનતમ તાપમાન 28 રહેશે. જામનગર જિલ્લામાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે અને 59% ભેજવાળુ વાતાવરણ રહેશે.

તો આજે મંગળવારે જુનાગઢ જિલ્લામાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી રહેશે જ્યારે ન્યૂનતમ ડિગ્રી 27 રહેશે. કચ્છ જિલ્લામાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે. તો આજે ખેડા જિલ્લામાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનત્તમ તાપમાન 29 ડિગ્રી રહેશે.

આજે મહિસાગર જિલ્લાનું મહત્તમ તાપમાન 40 ડિગ્રી રહેશે જ્યારે ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. મહેસાણામાં મહત્તમ તાપમાન 40 અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. જ્યારે મોરબી જિલ્લામાં મહત્તમ તાપમાન 39 રહેશે અને ન્યૂનતમ તાપમાન 27 રહેશે. નર્મદા જિલ્લામાં મહત્તમ તાપમાન 38 અને ન્યૂનતમ તાપમાન 28 રહેશે. નવસારીમાં મહત્તમ તાપમાન 40 અને ન્યૂનતમ તાપમાન 26 રહેશે. તો પંચમહાલ જિલ્લામાં મહત્તમ તાપમાન 42 અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. પાટણમાં મહત્તમ તાપમાન 40 અને ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે. જ્યારે 47 % ભેજવાળુ વાતાવરણ રહેશે.

રાજકોટમાં મહત્તમ તાપમાન 41 અને ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે

પોરબંદરમાં મહત્તમ તાપમાન 42 અને ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે. જ્યારે 41 % ભેજવાળુ વાતાવરણ રહેશે. રાજકોટમાં મહત્તમ તાપમાન 41 અને ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે. તો બીજી તરફ સાબરકાંઠામાં મહત્તમ તાપમાન 43 અને ન્યૂનતમ તાપમાન 21 ડિગ્રી રહેશે. સુરત જિલ્લામાં મહત્તમ તાપમાન 42 અને ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે.

સુરેન્દ્રનગર જિલ્લામાં મહત્તમ તાપમાન 45 અને ન્યૂનતમ તાપમાન 29 ડિગ્રી રહેશે. તાપી જિલ્લામાં મહત્તમ તાપમાન 39 અને ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે. જો વાત કરીએ વડોદરા જિલ્લામાં તો મહત્તમ તાપમાન 44 અને ન્યૂનતમ તાપમાન 31 ડિગ્રી રહેશે. વલસાડ જિલ્લામાં મહત્તમ તાપમાન 42 અને ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે.

Next Article