Gujarat Weather Forecast: આજે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વાદળછાયુ વાતાવરણ રહેશે, જુઓ Video

|

Jun 21, 2023 | 8:14 AM

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં કેવુ વાતાવરણ રહેશે તેવી આગાહી કરવામાં આવે છે. જેના દ્વારા આપણે જાણી શકીએ છીએ કે આજે દિવસ દરમિયાન વાતાવરણ કેવુ રહેવાની સંભાવના છે.

Gujarat Weather Forecast : હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં કેવુ વાતાવરણ રહેશે તેની આગાહી કરવામાં આવે છે. જેના દ્વારા આપણે જાણી શકીએ છીએ કે આજે દિવસ દરમિયાન વાતાવરણ કેવુ રહેવાની સંભાવના છે. આજે બુધવારે હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદ, બનાસકાંઠા,ડાંગ, દેવભૂમિદ્વારકા સહિતના જિલ્લાઓમાં દિવસ દરમિયાન તાપમાન 36 ડિગ્રી રહે તેવી સંભાવના છે.

આ પણ વાંચો : Gujarat Weather Forecast : આજે જૂનાગઢ સહિત અનેક જિલ્લાઓમાં વરસાદની સંભાવના,જુઓ Video

જ્યારે અમરેલી, બોટાદ, મહીસાગર જેવા જિલ્લાઓમાં દિવસ દરમિયાન તાપમાન 35 ડિગ્રી રહે તેવી સંભાવના છે. તો બીજી તરફ ગીરસોમનાથ, છોટાઉદેપુર, ગાંધીનગર જેવા જિલ્લાઓમાં દિવસ દરમિયાન તાપમાન 30થી 34 ડિગ્રી રહે તેવી સંભાવના છે. આજે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વાદળછાયુ વાતાવરણ રહે તેવી સંભાવના છે.

તો બીજી તરફ ગીરસોમનાથ, છોટાઉદેપુર, ગાંધીનગર જેવા જિલ્લાઓમાં દિવસ દરમિયાન તાપમાન 30 થી 34 ડિગ્રી રહે તેવી સંભાવના છે. તો આજે બનાસકાંઠા, ગીર સોમનાથ,મહેસાણા,નવસારી, પાટણ, જેવા જિલ્લાઓમાં દિવસ દરમિયાન તાપમાન 32 ડિગ્રી રહેશે. આ તરફ નર્મદા અને સુરેન્દ્રનગરમાં 37 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.

સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં ઓછામાં ઓછુ તાપમાન 25 ડિગ્રી રહેશે

તો હવામાન વિભાગની આગાહી અનુસાર સુરેન્દ્રનગર અને તાપી જિલ્લામાં ઓછામાં ઓછુ તાપમાન 25 ડિગ્રી રહેશે.ભરુચ, ભાવનગર, દાહોદ, ગાંધીનગર, જૂનાગઢ, કચ્છ, મહિસાગર,મોરબી, મહેસાણા, નર્મદા, પંચમહાલ,પાટણ,રાજકોટ તેમજ સુરત અને વલસાડમાં ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે. જ્યારે અમદાવાદ, અમરેલી,અરવલ્લી, બનાસકાંઠા, છોટાઉદેપુર,દેવભૂમિ દ્વારકા, ગીરસોમનાથ, જૂનાગઢ અને સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં ઓછામાં ઓછુ તાપમાન 28 ડિગ્રી છે.

દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતમાં 27 જૂનથી ભારે વરસાદ પડવાની ( Gujarat Rain ) સંભાવના છે. અંબાલાલ પટેેલના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાતમાં 27 જૂનથી 30 જૂન દરમિયાન ભારે વરસાદ પડવાની સંભાવના છે. તેમજ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ વર્ષે પાણીની સમસ્યાનું પણ નિરાકરણ થશે તેવુ તેમને જણાવ્યુ છે. જેમા જળાશયોમાં પણ પાણીની સારી આવક થશે. બનાસકાંઠાના ભાગોમાં પણ સારો વરસાદ પડશે. તો આ વર્ષે ગુજરાતમાં 27 થી 30 જૂન દરમિયાન પાણીની આવક થશે. રાજ્યમાં જૂલાઈ મહિનામાં પણ સારો વરસાદ રહેશે.

 

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 7:47 am, Wed, 21 June 23

Next Video