આજનું હવામાન : ગુજરાત પર હાલ એક મજબૂત સિસ્ટમ સક્રિય, 48 કલાકમાં અતિભારે વરસાદની આગાહી

આગામી 48 કલાક ગુજરાત માટે ખુબ જ ભારે રહેશે. દક્ષિણ ગુજરાતથી લઇને સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે. હવામાન વિભાગે ધોધમાર વરસાદનું એલર્ટ આપ્યું છે. હવામાન વિભાગનું માનવું છે કે ગુજરાત પર હાલ જે મજબૂત સિસ્ટમ સક્રિય થઇ છે. તેના કારણે ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.

આજનું હવામાન : ગુજરાત પર હાલ એક મજબૂત સિસ્ટમ સક્રિય, 48 કલાકમાં અતિભારે વરસાદની આગાહી
| Updated on: Aug 18, 2025 | 7:55 AM

આગામી 48 કલાક ગુજરાત માટે ખુબ જ ભારે રહેશે. દક્ષિણ ગુજરાતથી લઇને સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે. હવામાન વિભાગે ધોધમાર વરસાદનું એલર્ટ આપ્યું છે. હવામાન વિભાગનું માનવું છે કે ગુજરાત પર હાલ જે મજબૂત સિસ્ટમ સક્રિય થઇ છે. તેના કારણે ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.

ગુજરાતમાં ધોધમાર વરસાદ જોવા મળશે

રાજ્યમાં હવે મેઘરાજાએ પોતાની રફતાર વધારી છે. મુશળધારના મંડાણ થઇ ગયા છે. આગામી દિવસોમાં ગુજરાતમાં ધોધમાર વરસાદ જોવા મળશે. ગુજરાતમાં ફરીથી મેઘરાજાનું જોર ધીરે ધીરે વધી રહ્યું છે. ત્યારે એક લો પ્રેશર એરિયાની સાથે વધુ એક લો પ્રેશર એરિયા બની ગયો છે. એક મોન્સૂન ટ્રફ બંગાળની ખાડીમાંથી અરબ સાગરમાં જઈ રહ્યું છે. જેના કારણે ગુજરાતમાં ઓગસ્ટ મહિનાના અંત સુધીમાં ભારે વરસાદ જોવા મળી શકે છે.

આજે આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

આગામી 48 કલાકમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ રહેશે. જે બાદ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ ધોધમારની આગાહી છે. સોમવારે 18મી તારીખે જુનાગઢ, પોરબંદર, નવસારી, તાપી, ડાંગ, વલસાડમાં ઓરેન્જ એલર્ટ સાથે અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ સાથે ગીરસોમનાથ, અમરેલી, ભાવનગર, દ્વારકા, જામનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, મોરબી, કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરતમાં યલો એલર્ટ સાથે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

19 ઓગસ્ટે આ વિસ્તારોમાં વરસશે વરસાદ

19મી તારીખે દ્વારકા, પોરબંદર, નવસારી, વલસાડમાં અત્યંત ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ સાથે રાજકોટ, જુનાગઢ, ગીરસોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી, ડાંગમાં અતિભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત તમામ જિલ્લામાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

20મી તારીખે અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડમાં ગાજવીજ સાથે અત્યંત ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ ઉપરાંત દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીરસોમનાથ, રાજકોટ, ભરૂચ, સુરત, તાપી, ડાંગમાં ઓરેન્જ એલર્ટ સાથે અતિભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંતના તમામ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી છે.
આમ આગામી 48 કલાકમાં ગુજરાતમાં મુશળધાર વરસાદ જોવા મળશે. જે બાદ પણ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે.

બંગાળની ખાડીમાં હાલ એક નહીં બે લો પ્રેશર સર્જાયા છે. જેના કારણે ગુજરાતમાં આગામી દિવસોમાં ધોધમાર વરસાદ જોવા મળશે, હજુ એક લો પ્રેશર બંગાળની ખાડીમાંથી બહાર નીકળીને છત્તીસગઢ પહોંચ્યું છે ત્યાં તો બંગાળની ખાડીમાં બીજા એક મજબૂત લો પ્રેશરે ડોકિયું કર્યું છે.

બંગાળની ખાડીમાં પહોંચ્યુ લો પ્રેશર

હાલમાં છત્તીસગઢ પહોંચેલું લો પ્રેશર એકાદ દિવસમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સ્વરૂપે ગુજરાતમાં પહોંચવાનું અનુમાન છે. આ ઉપરાંત ઉત્તર-પૂર્વ અરબ સાગર અને દક્ષિણ ગુજરાતમાં હાલ એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. આ સર્ક્યુલેશનથી છેક બંગાળની ખાડી સુધી ટ્રફ સર્જાયેલી છે. એટલે કે આ પટ્ટામાં વાતાવરણમાં મોટી અસ્થિરતા સર્જાયેલી છે. જેના કારણે ધોધમાર વરસાદની સંભાવના છે.

આ તમામ સ્થિતિના કારણે ગુજરાત સહિત દેશના 14 જેટલા રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. એટલે કે એક દિવસમાં આ રાજ્યના કેટલાક વિસ્તારમાં 4થી લઈને 8 ઈંચ સુધી વરસાદ ખાબકી શકે છે. ગુજરાતમાં 19 અને 20 ઓગસ્ટ માટે રેડ એલર્ટ જાહેર કરાયું છે. એટલે કે એક જ દિવસમાં કોઈ કોઈ જગ્યાએ 8-8 ઈંચથી પણ વધુ વરસાદ થવાની સંભાવના છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 7:55 am, Mon, 18 August 25