Ambalal Prediction: ઠંડી માટે જોવી પડશે રાહ! આ વર્ષે ચોમાસું મોડું વિદાય લેતા ઠંડીનો અહેસાસ પણ મોડો થશે, અંબાલાલ પટેલની આગાહી

ઠંડીને લઈને અંબાલાલ પટેલ જણાવ્યું છે કે 15 ઓક્ટોબરે ઉત્તરીય ભાગમાં વરસાદ થશે. જેના કારણે સવાર અને સાંજે ઠંડક અને બપોરે ગરમી રહેશે. નવેમ્બર અને ડિસેમ્બર હુંફાળા રહેશે. 22 ડિસેમ્બરે ઉત્તરીય ભાગોમાં વરસાદ થતાં બાદમાં ઠંડક અનુભવાશે. એટલે કે ઠંડીની અસર થોડી મોડી શરૂ થશે.

Ambalal Prediction: ઠંડી માટે જોવી પડશે રાહ! આ વર્ષે ચોમાસું મોડું વિદાય લેતા ઠંડીનો અહેસાસ પણ મોડો થશે, અંબાલાલ પટેલની આગાહી
Ambalal Prediction
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Oct 01, 2023 | 4:55 PM

Ambalal Patel Prediction : અંબાલાલ પટેલે શિયાળાને લઈને આગાહી કરી છે. અંબાલાલ પટેલે કહ્યું છે કે, લોકોને શિયાળાનો અહેસાસ મોડો થશે. અલનીનોની અસરના કારણે ઠંડક મોડા અનુભવાશે. ચોમાસું 10 ઓક્ટોબર સુધી વિદાય લેશે. તો ભેજવાળા વાતાવરણને લઈને બપોરે ગરમી અને સવારે અને સાંજે થોડી ઠંડક અનુભવાશે.

વધુમાં ઠંડીને લઈને અંબાલાલ પટેલ જણાવ્યું છે કે 15 ઓક્ટોબરે ઉત્તરીય ભાગમાં વરસાદ થશે. જેના કારણે સવાર અને સાંજે ઠંડક અને બપોરે ગરમી રહેશે. નવેમ્બર અને ડિસેમ્બર હુંફાળા રહેશે. 22 ડિસેમ્બરે ઉત્તરીય ભાગોમાં વરસાદ થતાં બાદમાં ઠંડક અનુભવાશે. એટલે કે ઠંડીની અસર થોડી મોડી શરૂ થશે.

આ પણ વાંચો Gujarat Weather Forecast : આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદની સંભાવના, જુઓ Video

'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?

વધુમાં જણાવ્યું કે 15 ઓક્ટોબરે મોસમી પવનો પાછા ફરશે. જેના કારણે ગોવા, રત્નાગીરી અને દક્ષિણ ભાગોમાં તેમજ આસામ, આંધ્ર, ઓડિશાના માર્ગો તરફ વરસાદ રહેશે. તો ઓક્ટોબરમાં હજુ ગરમી રહેશે. ઓક્ટોબરમાં ધીમે ધીમે આકાશ સ્વચ્છ બનશે આકરી ગરમી પડશે. વાદળછાયું વાતાવરણ રહેશે તો વરસાદ થઈ શકે છે.

મુંબઈ મહારાષ્ટ્રમાં સિસ્ટમ બની તેના કારણે મુંબઈ અને દક્ષિણ ભારતમાં વરસાદ રહેશે અને ભેજવાળું વાતાવરણ રહેશે. તો 7 ઓક્ટોબરે એક મજબૂત સિસ્ટમ આવશે. જેને કારણે રાજસ્થાનના ભાગોમાં વરસાદ રહેશે. તો ગુજરાતના કેટલાક ભાગોમાં પણ વરસાદ રહી શકે છે. બંગાળ ઉપસાગરમાં 10 ઓક્ટોબરે મજબૂત સિસ્ટમ બનતા અને હવાના દબાણ ઊભા થવાના કારણે વાદળછાયું વાતાવરણ રહેશે. તો વરસાદ પણ થઈ શકે છે.

મેચ અને નવરાત્રીને લઈને અનુમાન

અંબાલાલ પટેલે જણાવ્યું કે 13 અને 14 ઓક્ટોબરે વાદળછાયું વાતાવરણ રહેશે. 17 ઓક્ટોબરે ભારે પવન ફૂંકાશે. 10 ઓક્ટોબરે વાતાવરણની અસર પર વરસાદનું અનુમાન લગાવી શકાશે. ચિત્રા નક્ષત્રમાં કેવું વાતાવરણ રહેશે તે વરસાદની પરિસ્થિતિ નક્કી કરશે. ચિત્રા નક્ષત્ર સુધી ચોમાસાની સંપૂર્ણ વિદાય ગણી શકાય નહીં.

17થી 20 ઓક્ટોબર હવાનું દબાણ બનશે. જેના કારણે નવરાત્રીના મધ્ય ભાગમાં અને છેલ્લે વરસાદ પડવાની શક્યતા રહેશે. તો 14 ઓક્ટોબરે વાદળછાયું વાતાવરણ રહેશે. જોકે 14 ઓક્ટોબરે વરસાદ આવશે કે કેમ તે 10 ઓક્ટોબરે ખ્યાલ આવશે.

દક્ષિણ ભાગોમાં મુંબઈમાં ભારે વરસાદ રહેશે બહારના ભાગોમાં શક્યતા નથી. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થઈ શકે છે. પૂર્વ ભાગમાં ક્યાંક વરસાદ રહી શકે છે.

17 સપ્ટેમ્બરે ચોમાસુ વિદાય લેતું હોય છે પણ આ વખતે વધુ સિસ્ટમ બનતા મોડું વિદાય લેશે. 7 થી 10 ઓક્ટોબર દરમિયાન મોટા ભાગના વિસ્તારોમાં ચોમાસું વિદાય લેશે. સાનુકૂળ પરિસ્થિતિને લઈને સપ્ટેમ્બરમાં વરસાદ લંબાયો એટલે ચોમાસુ મોડું વિદાય લઇ રહ્યું છે. જેના કારણે શિયાળાનો અહેસાસ પણ મોડા થશે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">