રાષ્ટ્રપતિની ચૂંટણી માટે રાહુલ ગાંધી અને શરદ પવારની હાજરીમાં યશવંત સિંહાએ ભર્યુ ઉમેદવારીપત્ર

|

Jun 27, 2022 | 1:01 PM

રાષ્ટ્રપતિની ચૂંટણી માટે વિપક્ષના સંયુક્ત ઉમેદવાર તરીકે યશવંત સિન્હા આજે પોતાનું ઉમેદવારીપત્ર ભર્યુ છે. TRS પાર્ટીએ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે વિપક્ષના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર યશવંત સિંહાને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. ઉમેદવારીપત્ર ભરવાના સમય દરમિયાન રાહુલ ગાંધી અને શરદ પવાર સહીત વિપક્ષના અનેક મોટા નેતાઓ હાજર રહ્યાં હતા.

રાષ્ટ્રપતિ પદ માટે વિપક્ષના ઉમેદવાર યશવંત સિંહાએ (Yashwant Sinha ) ઉમેદવારી નોંધાવી છે. આ અવસરે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને એનસીપીના નેતા શરદ પવાર સહિત અનેક વિપક્ષી નેતાઓ તેમની સાથે હાજર હતા. TRS પાર્ટીએ રાષ્ટ્રપતિની ચૂંટણી (Presidential Election 2022) માટે વિપક્ષના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર યશવંત સિંહાને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. ઉમેદવારીપત્ર ભરવાના સમય દરમિયાન રાહુલ ગાંધી (Rahul Gandhi) અને શરદ પવાર (Sharad Pawar) સહીત વિપક્ષના અનેક મોટા નેતાઓ હાજર રહ્યાં હતા.

યશંવતસિંહાનું નામ વિપક્ષમાં બધાની સામે રાખનાર પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જી હાજર રહ્યાં હતા. પશ્ચિમ બંગાળ રાજ્યમાં વ્યસ્ત કાર્યક્રમને કારણે મમતા બેનર્જી હાજર રહી શક્યા નહોતા. રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોત, તમિલનાડુના મુખ્યપ્રધાન એમકે સ્ટાલિન પણ આ બધાની સાથે જોડાયા હતા. વિપક્ષના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર યશવંત સિંહાએ ઉમેદવારી નોંધાવી છે. આ અવસરે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને એનસીપી નેતા શરદ પવાર સહિત અનેક વિપક્ષી નેતાઓ તેમની સાથે હાજર હતા.

રાષ્ટ્રપતિપદ માટે NDA દ્વારા જાહેર કરાયેલ ઉમેદવાર દ્રૌપદી મુર્મુ સામે વિપક્ષના ઉમેદવાર યશવંત સિંહા છે. NDAના ઉમેદવાર મુર્મુને પણ અનેક વિપક્ષી દળોનું સમર્થન મળ્યું છે. આ યાદીમાં માયાવતીની બસપા અને નવીન પટનાયકની બીજેડી સામેલ છે. જો આપણે આંકડાઓ પર નજર કરીએ તો, મુર્મુનો હાથ ઉપર છે. તેમના જીતવાની શક્યતા યશવંતસિહા કરતા વધુ છે.

Next Video