Presidential Election 2022: યશવંત સિન્હા આજે ભરશે ઉમેદવારીપત્ર, TRS આપશે સમર્થન

રાષ્ટ્રપતિની ચૂંટણી માટે વિપક્ષના સંયુક્ત ઉમેદવાર યશવંત સિન્હા આજે પોતાનું ઉમેદવારીપત્ર દાખલ કરશે. TRS પાર્ટીએ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે વિપક્ષના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર યશવંત સિંહાને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. ઉમેદવારીપત્ર ભરવાના સમય દરમિયાન વિપક્ષના અનેક મોટા નેતાઓ હાજર રહેશે.

Presidential Election 2022: યશવંત સિન્હા આજે ભરશે ઉમેદવારીપત્ર, TRS આપશે સમર્થન
Yashwant Sinha ( file photo)Image Credit source: File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 27, 2022 | 11:24 AM

રાષ્ટ્રપતિની ચૂંટણી માટે વિપક્ષના સંયુક્ત ઉમેદવાર યશવંત સિંહા (Yashwant Sinha ) આજે ઉમેદવારી નોંધાવશે. દરમિયાન, TRS પાર્ટીએ રાષ્ટ્રપતિની ચૂંટણી (Presidential Election 2022) માટે વિપક્ષ સમર્થિત રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર યશવંત સિંહાને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. આને ધ્યાનમાં રાખીને તેલંગાણાના મુખ્ય પ્રધાન કે ચંદ્રશેખર રાવ (KCR) અને TRSના કાર્યકારી પ્રમુખ કેટી રામા રાવ આજે દિલ્લીમાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે યશવંત સિંહાના નામાંકનમાં હાજરી આપશે.

આ પ્રકારે હશે ઉમેદવારી પત્ર ભરવાનો કાર્યક્રમ

  • યશવંત સિંહાને સમર્થન આપવા માટે વિપક્ષના નેતાઓ સવારે 11.30 વાગે સંસદ ભવનમાં મહત્વની બેઠક કરશે.
  • બપોરે 12 વાગ્યે રાજ્યસભાના મહાસચિવની ઓફિસની બહાર વિપક્ષના નેતાઓ એકઠા થશે.
  • યશવંત સિંહા બપોરે 12.15 કલાકે ઉમેદવારી નોંધાવશે.
  • ઉમેદવારીપત્ર ભર્યા બાદ યશવંત સિન્હા બપોરે 1.15 કલાકે પ્રેસ કોન્ફરન્સ કરશે.
  • યશવંત સિંહાના ઉમેદવારીપત્ર ભરવા દરમિયાન વિપક્ષ પોતાની એકતા, તાકાત બતાવશે.
  • NCP નેતા શરદ પવાર, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને SP નેતા અખિલેશ યાદવ ઉમેદવારીપત્ર ભરવા સમયે પોતાનું સમર્થન દર્શાવવા હાજર રહેશે.

આ દરમિયાન યશંવતસિંહાનું નામ બધાની સામે રાખનાર પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જી પણ હશે. પશ્ચિમ બંગાળ રાજ્યમાં વ્યસ્ત કાર્યક્રમને કારણે મમતા બેનર્જી હાજર નહીં રહે. રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોત, તમિલનાડુના મુખ્યપ્રધાન એમકે સ્ટાલિન પણ આ બધાની સાથે જોડાશે.

વિપક્ષના સમર્થનની વાત કરીએ તો લગભગ તમામ વિરોધ પક્ષો યશવંત સિંહાના સમર્થનમાં ઉભા છે. જો કે, બસપાના વડા માયાવતી, બીજેડીના વડા નવીન પટનાયકનો સાથ યશવંતસિંહાને નથી. બીજી તરફ ઝારખંડના મુખ્યપ્રધાન હેમંત સોરેન અને YSR કોંગ્રેસના જગનમોહન રેડ્ડીએ, હાલ પૂરતું યશવંતસિંહાને સમર્થન દર્શાવ્યું નથી.

ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !

રાષ્ટ્રપતિપદ માટે NDA દ્વારા જાહેર કરાયેલ ઉમેદવાર દ્રૌપદી મુર્મુ સામે વિપક્ષના ઉમેદવાર યશવંત સિંહા છે. NDAના ઉમેદવાર મુર્મુને પણ અનેક વિપક્ષી દળોનું સમર્થન મળ્યું છે. આ યાદીમાં માયાવતીની બસપા અને નવીન પટનાયકની બીજેડી સામેલ છે. જો આપણે આંકડાઓ પર નજર કરીએ તો, મુર્મુનો હાથ ઉપર છે. તેમના જીતવાની શક્યતા યશવંતસિહા કરતા વધુ છે.

Latest News Updates

રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
g clip-path="url(#clip0_868_265)">