ભર શિયાળામાં છત્રી-રેઈનકોટ લઈને કેમ નીકળવું પડ્યું ? જાણો શુ કહે છે હવામાન નિષ્ણાંત
ગુજરાતમાં દક્ષિણ ગુજરાતથી કમોસમી વરસાદનો પ્રારંભ થયો છે. આ વરસાદી સિસ્ટમ ધીમી ગતીએ આગળ વધતી હોવાથી મોડી સાંજ સુધીમાં આખા ગુજરાતમાં વરસશે. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વરસાદ વરસશે. પરંતુ ભર શિયાળામાં લોકોને ઘરની બહાર નીકળવા માટે છત્રી અને રેઈનકોટ લઈને નીકળવું પડે તેવી સ્થિતિ સર્જાવાનુ કારણ શું ? હવામાનના જાણકારો શુ કહે છે ?
ભરશિયાળે છત્રી અને રેઈનકોટ લઈને નીકળવું પડે તેવી સ્થિતિ ગુજરાતમાં સર્જાઈ છે. પરંતુ આ સ્થિતિ અત્યારે કેમ તે સૌ કોઈના મનમાં સવાલ થાય. આ સવાલના જવાબમાં હવામાન નિષ્ણાંત ઉતર ભારતમાં સર્જાયેલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને જવાબદાર માને છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાત સહીત રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રમાં વરસાદી માહોલ સર્જાયો છે.
હવામાનના જાણકાર એવા પરેશ ગોસ્વામી કહે છે કે, ગુજરાતમાં હજુ પણ વરસાદી માહોલ યથાવત રહેશે. હાલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને મજબૂત વરસાદી સિસ્ટમ સર્જાઈ હોવાથી ગુજરાતમાં દક્ષિણ ગુજરાતથી કમોસમી વરસાદનો પ્રારંભ થયો છે. આ વરસાદી સિસ્ટમ ધીમી ગતીએ આગળ વધતી હોવાથી મોડી સાંજ સુધીમાં આખા ગુજરાતમાં વરસશે. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વરસાદ વરસશે.
