MONEY9: શેરમાં રોકાણ કરતા પહેલાં જાણી લો શું હોય છે RoCE?

|

Jun 20, 2022 | 3:35 PM

વધારે capital intensiveવાળી યુટિલિટીઝ, ટેલીકોમ જેવા સેકટર્સની કંપનીઓના પ્રદર્શનની તુલના કરતી વખતે આ રેશિયો ઘણો મદદગાર સાબિત થાય છે.

MONEY9: આજે આપણે જોઇશું આરઓસીઇ (RoCE) એટલે કે રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડનો ફંડા. પહેલા સમજીએ કે આરઓસીઇ શું હોય છે. પછી તેને કેલ્ક્યુલેટ કરવાનું શીખીએ. RoCE કોઇ કંપનીની મૂડીથી નફો (PROFIT) કમાવવાની ક્ષમતાને દર્શાવે છે. રોકાણ (INVESTMENT) પહેલાં કોઇપણ કંપનીને જાણવા માટે આ રેશિયોનો ઉપયોગ થાય છે.

Return on capital employed(રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ)ને કેલ્ક્યુલેટ કરવા માટે earnings before interest and taxes (અર્નિગ બીફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સિસ) એટલે કે EBIT(એબીટ) ને capital employed થી ભાગવામાં આવે છેઆ કેલ્ક્યુલેશન કોઇ કંપનીમાં પ્રતિ એક રૂપિયાના મૂડી રોકાણ પર મળતા નફાને દર્શાવે છે. જેટલો વધારે RoCE એટલું વધુ સારું.

વધારે capital intensiveવાળી યુટિલિટીઝ, ટેલીકોમ જેવા સેકટર્સની કંપનીઓના પ્રદર્શનની તુલના કરતી વખતે આ રેશિયો ઘણો મદદગાર સાબિત થાય છે. આ રેશિયોથી વધુ લોનવાળી કંપનીઓની તપાસમાં ઘણી મદદ મળે છે.

છેલ્લા કેટલાક વર્ષોના RoCE ટ્રેન્ડથી પણ કંપનીના પ્રદર્શનની ખબર પડે છે. રોકાણકાર ઉપરનીચે થતા કે ઘટતા RoCEના બદલે સ્થિર અને વધતા RoCEવાળી કંપનીઓમાં રોકાણ કરવાનું વધુ પસંદ કરે છે.

Next Video