TV9 ગુજરાતીના સૌથી મોટા મંચ What Gujarat Thinks Todayમાં આજે Rameshbhai Oza દ્વારા સનાતન ધર્મ અને આજના “રીલ યુગ” વિશે ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. TV9 Gujarati ના વિચારમંચ પર યોજાયેલા મહામંથનમાં તેમણે યુવાનો, ટેક્નોલોજી અને સંસ્કાર અંગે મહત્વના મુદ્દાઓ રજૂ કર્યા.
રમેશભાઈ ઓઝાએ જણાવ્યું કે આજના સોશિયલ મીડિયા અને રીલ યુગમાં લોકો ઝડપથી માહિતી લે છે, પરંતુ ઊંડાણપૂર્વક વિચારવાની પ્રવૃત્તિ ઘટી રહી છે. આવા સમયમાં સનાતન મૂલ્યોને સમજવા અને જાળવવા માટે યુવાનોને વધુ જાગૃત બનવાની જરૂર છે.
તેમણે Gen-Z યુવાનોને સંદેશ આપ્યો કે ટેક્નોલોજી પોતે સારી કે ખરાબ નથી. પણ “ટેક્નોલોજી માત્ર સાધન છે, અને નિર્ણય આપણો છે.” તે સાથે તેમણે જણાવ્યું કે “AI એક મોટી શક્તિ છે, પરંતુ તેની સાથે સંસ્કાર હોવા જરૂરી છે.”
રમેશભાઈ એ કહ્યું કે આજના સમયમાં યુવાનો સોશિયલ મીડિયા પર વધારે સમય વિતાવે છે. તેથી તેઓએ સાચી માહિતી, સંસ્કૃતિ અને સનાતન મૂલ્યો વિશે સમજદાર બનીને વિચારવું જોઈએ. તેમણે જણાવ્યું કે આપણે અને આખી દુનિયા એ ટેકનોલોજીને સાથે લઈને ચાલવું પડશે. AIથી ઘણા લોકો ગભરાય છે પણ હવે પછીનો જમાનો AIનો છે. આથી ટેકનોલોજીને ઉપયોગ કરવાની વિવેકબુદ્ધિ તે માણસ પાસે હોવી જરુરી છે.
આ મુદ્દે અંગે રમેશભાઈએ જણાવ્યું કે નાની નાની રીલ્સથી સનાતનની સેવા પણ થઈ શકે છે અને સનાતનને નુકસાન પણ પહોંચી શકે છે. ટેકનોલોજીના યુગમાં લોકો સનાતન ધર્મ પ્રત્યે જાગૃત બને તેવી અપેક્ષા હતી પણ લોકો હજુ પણ તેટલા જાગૃત થયા નથી અને પ્રસિદ્ધિ મેળવવાના ચક્કરમાં રીલ્સ દ્વારા ધર્મના નામે અંધશ્રદ્ધાને વધારો આપવામાં પણ ભાગ ભજવી રહી છે.