EXCLUSIVE: મારું લક્ષ્ય CWG પછીની તમામ સ્પર્ધાઓમાં ફિટ રહેવાનું છે, રિકવરીમાં થોડો સમય લાગશે : નીરજ ચોપરા
24 વર્ષીય સુપરસ્ટાર બર્મિંગહામ (Birmingham )માં તેના ખિતાબનો જીતવા માટે તૈયાર હતો પરંતુ એમઆરઆઈ સ્કેનમાં નાની ઈજા દર્શાવ્યા બાદ તેની તબીબી ટીમે એક મહિનાના આરામની સલાહ આપ્યા બાદ તે મલ્ટી-સ્પોર્ટ ઈવેન્ટમાંથી ખસી ગયો હતો.
EXCLUSIVE : ભારતના જેવલિન સ્ટાર નીરજ ચોપરા (Neeraj Chopra )એ કોમનવેલ્થ ગેમ્સ (commonwealth games)માંથી બહાર થયા બાદ પોતાની ઈજાને લઈને મોટી અપડેટ આપી છે. તેણે કહ્યું કે ઈજા બહુ ગંભીર નથી. ડરવાનું કંઈ નથી. ડોક્ટરોએ આરામ કરવાનું કહ્યું છે. આ વર્ષે ઘણી વધુ ઇવેન્ટ્સ છે, અમે ત્યાં સારો દેખાવ કરવાનો પ્રયાસ કરીશું. નીરજ ચોપરાએ વર્લ્ડ ચેમ્પિયનશિપ (World Championship)માં પોતાના પ્રદર્શન વિશે કહ્યું, “મારા મનમાં હતું કે અમારે પ્રથમ થ્રો સાથે સારો દેખાવ કરવો પડશે. પરંતુ કેટલીકવાર વસ્તુઓ આયોજન મુજબ થતી નથી. અમારી રમત ટેક્નિકલ છે, તેમાં એક ભૂલ હતી અને તેથી જ મારો બીજો થ્રો સારો રહ્યો ન હતો.”
નીરજ ચોપરાએ કહ્યું, “અમારા મગજમાં એ રહે છે કે અમારે છઠ્ઠા થ્રો સુધી ફોકસ રાખવું પડશે. આપણે આપણી જાત પર વિશ્વાસ રાખવો પડશે. અન્ય લોકો સારું કરી રહ્યા હતા પરંતુ મારા મગજમાં ક્યારેય એવું નથી આવ્યું કે હું કરી શકીશ નહીં.”
માત્ર સારો થ્રો ફેંકવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું – નીરજ ચોપરા
નીરજ ચોપરાના કહેવા પ્રમાણે, “તેના મગજમાં સ્પષ્ટ હતું કે તે સારી રીતે થ્રો ફેંકશે. હવે મને ખબર ન હતી કે તે કયો થ્રો હશે. તેણે કહ્યું, “મારા ત્રીજા અને ચોથા થ્રો સારા હતા. સિલ્વર મેડલ ચોથા થ્રોમાં આવ્યો. વિચાર્યું કે તે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં દેશ માટે કંઈક કરશે. તે પણ સિલ્વર મેડલ જીતીને ઘણો ખુશ છે.
ભારત હવે એથ્લેટિક્સમાં સારું પ્રભુત્વ ધરાવે
નીરજ ચોપરા વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મેડલ જીતનાર બીજા ભારતીય છે. તેણે આ સિદ્ધિ પર કહ્યું, “ઘણા વર્ષો પછી આપણો મેડલ આવ્યો છે. ખુશી છે કે, અમે એથ્લેટિક્સમાં પાછા આવ્યા છીએ. મારા સિવાય અન્ય એથ્લેટ્સ પણ ફાઇનલમાં પહોંચ્યા છે.
જેવલિંન ફેંક્યા પછી નીરજ કેમ ચીસ પાડે છે ?
નીરજ ચોપડાએ થ્રો ફેંક્યા બાદ પોતાની ચીસનું રહસ્ય પણ જણાવ્યું. તેણે કહ્યું કે જેવલિન ફેંક્યા પછી તે ત્યારે જ ગર્જના કરે છે જ્યારે તેને લાગે છે કે તેનો પૂરો જોશ લાગ્યો છે. નીરજ ચોપરાએ કહ્યું આટલા વર્ષોથી એક જ વસ્તુની તાલીમ લઈ રહ્યો છું અને શરીરને તેના વિશે જાણવા મળે છે. અચાનક તે ચીસ આવે છે.”