બેટ્સમેન પાણીમાં અને ફિલ્ડર હવામાં ! વોટર ક્રિકેટ પ્રેક્ટિસનો શાનદાર નજારો, જેણે ઇન્ટરનેટ પર લાખો લોકોના દિલ જીતી લીધા – જુઓ Video

| Updated on: Feb 22, 2026 | 11:51 AM

મોટાભાગના લોકો ગલી ક્રિકેટ, ટેરેસ ક્રિકેટ અને ગ્રાઉન્ડ પર તો રમતા જ હોય છે પણ સોશિયલ મીડિયામાં અત્યારે 'વોટર ક્રિકેટ' (Water Cricket) નો એક વીડિયો ધૂમ મચાવી રહ્યો છે.

આપણે ગલી, ટેરેસ અને ગ્રાઉન્ડ પર તો ક્રિકેટ રમતા જ હોઈએ છીએ પણ સોશિયલ મીડિયા પર અત્યારે ‘વોટર ક્રિકેટ’ (Water Cricket) નો એક વીડિયો ધૂમ મચાવી રહ્યો છે. આ વીડિયોમાં યુવાનોની ક્રિકેટ પ્રત્યેની દીવાનગી જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો.

આ વાયરલ વીડિયોમાં જોવા મળે છે કે, બેટ્સમેન પાણીની વચ્ચે ઊભો છે અને બોલર કિનારેથી બોલિંગ કરી રહ્યો છે. એવામાં બોલર જેવો બોલ ફેંકે છે, ત્યાં બેટ્સમેન હવામાં શાનદાર શોટ ફટકારે છે. જો કે, અસલી મજા તો ત્યારે આવે છે, જ્યારે ફિલ્ડર પાણીમાં કૂદીને અદભૂત કેચ પકડે છે.

પાણીમાં ડાઇવ લગાવીને કેચ પકડવો એ કોઈ પ્રોફેશનલ ટ્રેનિંગથી ઓછું નથી. આ વીડિયો સાબિત કરે છે કે, જો તમારી પાસે જુસ્સો હોય, તો તમને કોઈ રોકી શકતું નથી. ટૂંકમાં, આ બાળકો માટે નદીનો કિનારો જ સ્ટેડિયમ બની ગયું છે.

આવા વીડિયો અન્ય ચેટ કે એપ્સ દ્વારા વારંવાર શેર કરવામાં આવતા હોવાથી આવી ક્લિપ્સ ઝડપથી ફેલાઈ જાય છે. મોટાભાગના વાયરલ વીડિયોમાં મજા પડતી હોય છે. આવા જ વાયરલ વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો.