Viral Video: માસ્કનું ચેકિંગ કરી રહેલા પોલીસ અધિકારીને થપ્પડ મારી ભાગ્યો યુવક

|

Apr 21, 2021 | 8:24 PM

ઉત્તર પ્રદેશના કુશીનગર (Kushinagar, UP)માં માસ્ક ચેકિંગ દરમિયાન ઈન્સ્પેક્ટરને થપ્પડ મારતા એક છોકરો ફરાર થઈ ગયો હતો. (Young man escapes after slapping a police officer) વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા પછી આ ઘટનાની ચર્ચા જોર શોરમાં છે.

Viral Video: માસ્કનું ચેકિંગ કરી રહેલા પોલીસ અધિકારીને થપ્પડ મારી ભાગ્યો યુવક

Follow us on

ઉત્તર પ્રદેશના કુશીનગર (Kushinagar, UP)માં માસ્ક ચેકિંગ દરમિયાન ઈન્સ્પેક્ટરને થપ્પડ મારતા એક છોકરો ફરાર થઈ ગયો હતો. (Young man escapes after slapping a police officer) વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા પછી આ ઘટનાની ચર્ચા જોર શોરમાં છે. આ સાથે જ પોલીસે અજાણ્યા આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તેમની બદનામી ટાળવા કાર્યવાહી કરવા જણાવ્યું છે.

 

સોશ્યિલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં ફાજિલનગર ચોકીના ઈન્ચાર્જ દિગ્વિજય સિંહ તેમની સરકારી ગાડીમાં બેઠા જોવા મળે છે. ત્યાં એક છોકરાને ગાળો બોલી રહ્યો છે, જે કારમાં બેઠો હોય ત્યારે માસ્ક પહેર્યુ નથી. થોડા સમય પછી છોકરો અચાનક તેમને એક તમાચો ચોડી દે છે અને ત્યાંથી ફરાર થઈ જાય છે. આ જોઈને તેની બાજુમાં ઉભેલો પોલીસ કર્મી તેને પકડવા તેની પાછળ દોડે છે.

 

પણ છોકરો પોલીસની પહોંચથી દૂર જતો રહ્યો હોય છે. વાયરલ વીડિયો જોઈ આ ઘટના ફાજિલનગર શહેરના કોલેજ રોડ જેવી લાગે છે, કેમ કે કોલેજ રોડ ઉપરના રસ્તાના પહોળા કરવા માટે મકાનો તોડવામાં આવી રહ્યા છે. નવો આરસીસી રસ્તો પણ બનાવવામાં આવ્યો છે, જે વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.

 

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા પછી લોકો વિવિધ પ્રકારની કમેન્ટ્સ કરી રહ્યા છે. પોલીસ વડા સુનિલ કુમારસિંહે જણાવ્યું હતું કે પોલીસ આ ઘટના અંગે ખૂબ ગંભીર છે. આરોપી છોકરા સામે ગુનો નોંધીને કડક કાર્યવાહી કરવામાં આવશે. જેથી કોઈ આવી ઘટનાનું પુનરાવર્તન કરવાની હિંમત કરી શકે નહીં.

 

 

 

આ પણ વાંચો: Ahmedabad: કોરોનાના નિયમોનું પાલન કરાવતી પોલીસ પર જીવલેણ હુમલો, 10 લોકોની ધરપકડ

Published On - 8:21 pm, Wed, 21 April 21

Next Video