Viral Video: ‘મન હોય તો માળવે જવાય’ બંને હાથ ન હોવા છતાં આ વ્યક્તિ લગ્ન પ્રસંગમાં કરે છે કમાલની ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી

|

Jun 03, 2021 | 9:17 PM

વીડિયોમાં દેખાતા આ ફોટોગ્રાફર પોતાના બંને હાથોથી દિવ્યાંગ છે. તેમના હાથ ન હોવા છતા તેઓ લગ્નમાં ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી કરી રહ્યા છે.

Viral Video: મન હોય તો માળવે જવાય બંને હાથ ન હોવા છતાં આ વ્યક્તિ લગ્ન પ્રસંગમાં કરે છે કમાલની ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી
દિવ્યાંગ ફોટોગ્રાફરનો વીડિયો વાયરલ

Follow us on

Positive Story: દુનિયામાં બે પ્રકારના લોકો જોવા મળે છે એક એ કે જેમને હંમેશા ફરિયાદો કરવી હોય છે અને એક એ લોકો કે જેઓ બધી સમસ્યાઓનો સામનો કરીને પોતાનું લક્ષ્ય મેળવે છે. તમને કહેવત તો ખબર જ હશે કે ‘મન હોય તો માળવે જવાય’ અને વ્યક્તિ ઈચ્છે તો તેના માટે કઈ પણ અસંભવ નથી. આ જ કહેવતને સાચી કરીને બતાવી છે એક ફોટોગ્રાફરે. હાલ સોશિયલ મીડિયામાં આ ફોટોગ્રાફરનો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને વીડિયો જોઈને લોકો તેના ખૂબ વખાણ પણ કરી રહ્યા છે.

 

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

વાયરલ વીડિયો એક લગ્ન પ્રસંગનો છે. વીડિયોમાં દેખાતા આ ફોટોગ્રાફર પોતાના બંને હાથોથી દિવ્યાંગ (Disable Photographer) છે. તેમના હાથ ન હોવા છતા તેઓ લગ્નમાં ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી કરી રહ્યા છે. પોતાના કામ દરમિયાન તેમના પર કોઈનો ફોન આવતા તેઓ ફોન રિસીવ પણ કરે છે અને વાત કરીને ફરીથી પોતાના કામે લાગી જાય છે. આ વીડિયો લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે.

 

સોશિયલ મીડિયા પર આ વીડિયો અપલોડ થતાં જ લોકો તેના પર વિવિધ પ્રતિક્રિયા આપવા લાગ્યા છે. એક યૂઝરે વીડિયો જોયા બાદ લખ્યુ કે જ્યારે પણ તમને નિરાશા જકડી લે ત્યારે આવા વીડિયો જીંદગીને જોવાની એક નવી રીત શીખવે છે અને ખરેખર આવા વીડિયો લોકોમાં હિંમત ભરી દે છે. એક યૂઝરે લખ્યુ કે, જીંદગીમાં તકલીફો તો આવતી જ રહે છે, પરંતુ આપણે દરેક મુસીબતોનો સામનો કરતા રહેવુ જોઈએ.

 

આ વીડિયોને 29 મેના રોજ શેયર કરવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયો પર નિરવ સોલંકી નામના વ્યક્તિએ આ વીડિયો પોસ્ટ કર્યો હતો. સોશિયલ મીડિયો પર ઘણા બધા વીડિયો શેયર થતા હોય છે, જે લોકોમાં સકારાત્મકતા ભરી દે છે.

 

આ પણ વાંચો – One Reliance Family : રિલાયન્સ કોરોના મૃતક કર્મચારીઓના પરિવારજનોને પાંચ વર્ષ સુધી પગાર સહિત અન્ય લાભો આપશે

 

આ પણ વાંચો – MAHARASHTRA BOARD EXAM CANCELLED : મહારાષ્ટ્રમાં ધોરણ 12ની બોર્ડ પરીક્ષાઓ રદ્દ કરવામાં આવી

Next Article