Video : જાણિતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ રાજ ઠાકરે સાથે મુલાકાત કરી, ધારાવીના પુનઃવિકાસ પ્રોજેક્ટ અંગે ચર્ચાની શકયતા

| Edited By: | Updated on: Jan 10, 2023 | 10:28 PM

મુંબઈમાં જાણિતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ રાજ ઠાકરે સાથે મુલાકાત કરી છે. ગૌતમ અદાણીએ રાજ ઠાકરેના નિવાસ સ્થાને જઈ મુલાકાત કરી છે. બંને દિગ્ગજોની મુલાકાતથી રાજકારણમાં ચર્ચાનો દોર વધ્યો છે. ત્યારે બંને દિગ્ગજો વચ્ચે ધારાવીના પુનર્વિકાસ પ્રોજેક્ટ અંગે ચર્ચા થઈ હોવાની શક્યતા છે. ધારાવીનો પુનર્વિકાસનો પ્રોજેક્ટ ગૌતમ અદાણીની કંપની કરી રહી છે

મુંબઈમાં જાણિતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ રાજ ઠાકરે સાથે મુલાકાત કરી છે. ગૌતમ અદાણીએ રાજ ઠાકરેના નિવાસ સ્થાને જઈ મુલાકાત કરી છે. બંને દિગ્ગજોની મુલાકાતથી રાજકારણમાં ચર્ચાનો દોર વધ્યો છે. ત્યારે બંને દિગ્ગજો વચ્ચે ધારાવીના પુનર્વિકાસ પ્રોજેક્ટ અંગે ચર્ચા થઈ હોવાની શક્યતા છે. ધારાવીનો પુનર્વિકાસનો પ્રોજેક્ટ ગૌતમ અદાણીની કંપની કરી રહી છે જેને લઈ મુલાકાતમાં ચર્ચા થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે. અદાણીની મુલાકાત બાદ રાજ ઠાકરેએ દેવેન્દ્ર ફડણવીસના નિવાસ સ્થાનની પણ મુલાકાત કરી હતી.

ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટીના નામથી ઓળખાતી ધારાવીનો પુનર્વિકાસ પ્રોજેક્ટ ગૌતમ અદાણી ગ્રુપ પાસે ગયો છે. અદાણી ગ્રુપે તેને હાસિલ કરવા માટે 5069 કરોડની બોલી લગાવી હતી. મંગળવારે આ સંબંધમાં ટેન્ડરની પ્રક્રિયા પૂરી કરવામાં આવી હતી અને અદાણી ગ્રુપે બાજી મારી લીધી. ડીએલએફ ગ્રુપે 2 હજાર 25 કરોડની બોલી લગાવી હતી. નમન ગ્રુપ ટેન્ડર પ્રક્રિયામાં ગેરકાયદે હોવાનું જાણવા મળ્યું. સૌથી મોટી બોલી લગાવવાના કારણે છેલ્લે આ પ્રોજેક્ટ અદાણી ગ્રુપના હાથમાં આવી ગયો.

ધારાવી પુનર્વિકાસ પ્રોજેક્ટ માટે ચોથી વખત ઈન્ટરલેવલ લેવલ પર ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. આ માટે દુનિયાની આઠ મોટી કંપનીઓએ ઉત્સાહ બતાવ્યો હતો. પરંતુ અંત સુધીમાં માત્ર ત્રણ કંપનીઓએ જ તેમની ઈચ્છા વ્યક્ત કરી હતી. જેમાં અદાણી, ડીએલએફ અને નમન ગ્રુપનો સમાવેશ થાય છે. પરંતુ પ્રક્રિયાઓના નિરીક્ષણ દરમિયાન નમન ગ્રુપની અરજી અયોગ્ય હોવાનું જાણવા મળ્યું હતું અને તેને નામંજૂર કરવામાં આવી હતી.

Published on: Jan 10, 2023 10:25 PM