Veer Savarkar Birth Anniversary: વીર સાવરકરની આજે છે 140મી જન્મજયંતી, જાણો કેવી રીતે બન્યા ભારતમાતાના ‘વીર’ પુત્ર?, જુઓ Video

|

May 28, 2023 | 3:10 PM

Veer Savarkar Birth Anniversary: સાવરકરનો (Veer Savarkar) જન્મ 28 મે, 1883માં નાસિક ભગુર ગામમાં થયો હતો. 1937માં તેઓ હિન્દુ મહાસભાના અધ્યક્ષ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. સાવરકરનું નિધન 1966માં 26 ફેબ્રુઆરીએ થયું હતું.

Veer Savarkar Birth Anniversary: ભારત દેશની આઝાદીની લડતમાં અનેક ક્રાંતિકારીઓનો ફાળો છે. એમાં વીર સાવરકરનું ટોચની હરોળમાં ગણાય છે. વીર સાવરકર એક મહાન ઐતિહાસિક ક્રાંતિકારી હતા. તે મહાન વક્તા, વિદ્વાન, પ્રચુર લેખક, ઈતિહાસકાર, કવિ, દાર્શનિક અને સામાજિક કાર્યકર હતા.

વીર સાવરકર નું અસલી નામ વિનાયક દામોદર સાવરકર હતું. વીર સાવરકરનો જન્મ 28 મે 1883 ના નાસિક નજીક ભાગપુર ગામમાં થયો હતો. તેમના મોટા ભાઈ, ગણેશ (બાબરાવ) તેમના જીવનની આદર્શ હતા. પિતા દામોદરપંત સાવરકર અને માતા રાધાબાઈનું અવસાન થયું ત્યારે વીર સાવરકર ખૂબ જ નાના હતા.

સાવરકર કેવી રીતે બન્યા ભારતમાતાના ‘વીર’ પુત્ર?

જ્યારે નાનપણમાં તેઓ રડી રહ્યા હતા ત્યારે તેમના પિતા કહે છે કુળદેવીની આ ઝાઝલ્યમાન મૂર્તિ જે છે એ અષ્ટભુજા ભવાની માતા એ તારી માતા છે અને આ ભારતમાતા એ તારી માતા છે. હવે પછી જો ક્યારેય માતાને યાદ કરી જો રડ્યા છો તો મા રાધાના સોગંદ છે. ત્યારથી લઈને જીવંત પર્યત સુધી વીર સાવરકર ભારતમાતાના પુત્ર બનીને રહ્યા છે.

શું સાવરકરને મુસલમાનોનું ભારતમાં રહેવું પસંદ ન હોતુ?

સાવરકરે જણાવ્યું હતું કે કેટલાક રિત રીવાજો એવા છે જેને માત્ર ધર્મના નામે જ કરીએ છીએ . પુસ્તકમાં તેઓ કહે છે કે કટ્ટરવાદ માટે જો હું હિન્દુઓને કહેતો હોઉં તો મારે મુસ્લિમોને પણ ટકોર કરવી પડશે. કારણ કે કટ્ટરવાદ એ તમારા જ સમાજને નુકસાન કરે છે. આ પુસ્તકમાં કટ્ટરવાદ અંગે વીર સાવરકરના વિચારો રજૂ કર્યા છે તેમજ તેમના અંગે અન્ય માહિતી પણ આપેલી છે.

આ સિવાય ઘણા બધા સવાલો જેમ કે સાવરકર તેનાથી નાની ઉંમરની કન્યાના પગમાં કેમ પડી ગયા?, કોણ હતાં સાવરકરના આદર્શ?, શું ખરેખર ગાંધીજીએ વીર સાવરકરના વખાણ કર્યાં?, સાવરકરે ગાંધીજીને સ્પષ્ટ શબ્દોમાં શું કહી દીધું?, સાવરકરની આ પ્રતિજ્ઞા જ હતી તેમના દરેક કાર્યનું કેન્દ્રસ્થાન!, સાવરકરને કોણે આપ્યું ‘સિંહ’નું ઉપનામ? વગેરેનાં જવાબ જાણવા માટે આ વીડિયો જુઓ.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 8:00 am, Sun, 28 May 23

Next Video