Vadodara Lok sabha Seat: ભાજપે વડોદરા સીટ પર ત્રીજીવાર કેમ રંજન બેન ભટ્ટ પર લગાવ્યો દાવ? જાણો કારણ
લોકસભાની ચૂંટણી માટે ભાજપે ગુજરાતના 22 ઉમેદવારો જાહેર કર્યા છે. રાજ્યની વડોદરા લોકસભા બેઠક પરથી વર્તમાન સાંસદ રંજનબેન ભટ્ટને ફરીથી ટિકિટ આપી છે. ભાજપે ત્રીજી વખત પણ રંજનબેન ભટ્ટને ટીકિટ આપી છે. મહેસાણા અમેરેલી, જુનાગઢ અને સુરેન્દ્રનગર એમ હવે કુલ ચાર લોકસભા સીટ પર ઉમેદવારની જાહેરાત ભાજપ દ્વારા કરવાની બાકી છે.
આ બેઠક પર અગાઉ વડાપ્રધાન મોદી પણ ચૂંટણી લડ્યા હતા અને તેમણે પોતાની બેઠક ખાલી કરીને વારાણસીની બેઠક જાળવી રાખતા પેટા ચૂંટણી યોજાઈ હતી. પેટા ચૂંટણીમાં ભાજપે રંજનબેન ભટ્ટને ટિકિટ આપી હતી. રંજન બેન ભટ્ટ પેટા ચૂંટણીમાં કોંગ્રેસના તત્કાલિન શહેર પ્રમુખ નરેન્દ્ર રાવત સામે જંગી બહુમતીથી ચૂંટાયા હતા.
57 વર્ષીય રંજનબેન ભટ્ટનો અભ્યાસ ઇન્ટર હાયર સેકન્ડરી સુધીનો ડૉ. રંજનબેન ભટ્ટ વડોદરા શહેરના ડેપ્યુટી મેયર હતા. 2014માં પહેલી વાર સાંસદ તરીકો ચૂંટાયેલા રંજનબેન ભટ્ટ ઉદ્યોગની સંસદીય કમિટિના સભ્ય રહ્યાં છે. 2014ની ચૂંટણી સમયે રંજનબેન ભટ્ટ અને તેમના પતિ ધનંજય ભટ્ટની મળીને કુલ મિલકત રૂપિયા 66 લાખ હતી.
મહેસાણા અમેરેલી, જુનાગઢ અને સુરેન્દ્રનગર એમ હવે કુલ ચાર લોકસભા સીટ પર ઉમેદવારની જાહેરાત ભાજપ દ્વારા કરવાની બાકી છે.
આ પણ વાંચો: ભાજપના લોકસભા ઉમેદવારોની બીજી યાદી જાહેર, જાણો ગુજરાતમાં કોનું પત્તું કપાયું અને કોને કરાયા રિપીટ ?