Video: બદ્રીનાથ ધામ બરફની ચાદરથી ઢંકાયું, કડકડતી ઠંડીમાં પણ ભક્તોએ કર્યા બદ્રી વિશાલના દર્શન, જુઓ વીડિયો

|

Oct 17, 2023 | 5:22 PM

ઉત્તરાખંડના ચમોલીમાં સતત હિમવર્ષા થઈ રહી છે. હિમવર્ષા થયા બાદ બદ્રીનાથ ધામમાં બે ઈંચ બરફનું થર ફેલાઈ ગયું છે. કડકડતી ઠંડી હોવા છતાં પણ દર્શન માટે આવતા ભક્તોનો ઉત્સાહ ઓછો થયો નથી. આવા વાતાવરણમાં પણ લોકો બદ્રીનાથના દર્શન કરવા આવી રહ્યા છે. આ મંદિર ભગવાન વિષ્ણુને સમર્પિત છે. સવારે પહાડો બરફની સફેદ ચાદરમાં લપેટાયેલા જોવા મળ્યા હતા. બદ્રીનાથ ધામનો સુંદર નજારો જોવા મળ્યો હતો.

ઉત્તરાખંડમાં ઠંડીની (Cold) શરૂઆત થઈ છે. ઉત્તરાખંડના ચમોલીમાં સતત હિમવર્ષા થઈ રહી છે. હિમવર્ષા થયા બાદ બદ્રીનાથ ધામમાં (Badrinath Dham) બે ઈંચ બરફનું થર ફેલાઈ ગયું છે. કડકડતી ઠંડી હોવા છતાં પણ દર્શન માટે આવતા ભક્તોનો ઉત્સાહ ઓછો થયો નથી. આવા વાતાવરણમાં પણ લોકો બદ્રીનાથના દર્શન કરવા આવી રહ્યા છે. આ મંદિર ભગવાન વિષ્ણુને સમર્પિત છે.

આ પણ વાંચો : Weather News : દિલ્હી-NCRમાં વરસાદ, ઉત્તરાખંડ -રાજસ્થાનમાં કરા પડવાની સંભાવના, જાણો કેવું રહશે ગુજરાતનું વાતાવરણ

આજે સવારે પહાડો બરફની સફેદ ચાદરમાં લપેટાયેલા જોવા મળ્યા હતા. બદ્રીનાથ ધામનો સુંદર નજારો જોવા મળ્યો હતો. બદ્રીનાથ ધામમાં વાતાવરણ બદલાયું અને હિમવર્ષા થઈ હતી. હિમવર્ષાને કારણે ઠંડીમાં વધારો થયો છે. બદ્રીનાથ ધામમાં શિખરો પર તાજો બરફ જમા થયો છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video