વીડિયો: નકલી કચેરી કૌભાંડમાં વધુ બે આરોપીની ધરપકડ, કુલ 7 આરોપી જેલના સળિયા પાછળ
છોટા ઉદેપુર નકલી કચેરી કૌભાંડમાં SITએ વધુ બે આરોપીની ધરપકડ કરી છે. મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી દિનેશ ચૌધરી અને છોટા ઉદેપુર સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર મયુર પટેલની ધરપકડ કરી છે. છોટા ઉદેપુરમાં સરકારને 4 કરોડથી વધારે ચૂનો લગાવ્યો હતો, જે જિલ્લા પોલીસ વડાએ SITની બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
નકલી કચેરી કૌભાંડમાં બે અધિકારીની SITએ ધરપકડ કરી છે. દિનેશ ચૌધરી હાલ રાજપીપલા પ્રાયોજના કચેરીમાં ફરજ બજાવે છે, જ્યારે મયુર પટેલ હાલ સુરત ડ્રેનેજ ડિઝાઇન પેટા વિભાગમાં ફરજ બજાવે છે. કચેરી કૌભાંડમાં અત્યાર સુધી કુલ 7 આરોપીની ધરપકડ કરાઈ છે. ઝડપાયેલા અન્ય બે આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર થયા છે.
મહત્વનું છે કે છોટા ઉદેપુરમાં સરકારને 4 કરોડથી વધારે ચૂનો લગાવ્યો હતો, જે જિલ્લા પોલીસ વડાએ SITની બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જેમ જેમ કડી ખુલતી ગઈ તેમ તેમ આરોપીઓના કાળા કામ સામે આવતા ગયા, હવે વધુ બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
આ પણ વાંચો: છોટા ઉદેપુરમાં કપાસના ઓછા ભાવને લઈને ખેડૂતો આકરા પાણીએ, ભાવ વધારો કરવા માંગ
છોટાઉદેપુર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો