TV9 Exclusive Video: નાની ઉંમરે મોટી સિદ્ધિ મેળવનાર માનસી કારાનીની સફર

| Edited By: | Updated on: Mar 04, 2023 | 7:47 PM

પરિવાર અને મિત્રોના સ્પોર્ટથી માનસી કારાનીએ (Manasi Karani) આજે નાની ઉંમરે મોટી સિદ્ધિ હાંસલ કરી છે. પણ તેમાં પણ તેનું મનોબળ પ્રબળ દ્રઢ હોવું પણ જરૂરી છે. માનસી કારાનીની સફર એટલી પણ સરળ ન હતી.

એવું કહેવાય છે કે પુરુષની સફળતામાં સ્ત્રીનો બહુ મોટો ફાળો હોય છે. એક સ્ત્રી પોતાના પરિવારની ખુશી માટે ન જાણે કેટલા બલિદાન આપે છે. એટલું જ નહીં, આજના સમયમાં મહિલાઓએ પોતાની જાતને ખૂબ જ સશક્ત બનાવી છે. મહિલાઓ તેમના ઘરની સાથે સાથે તમામ ક્ષેત્રોમાં પુરુષો સાથે ખભાથી ખભો મિલાવીને ચાલી રહી છે. સાથે જ તે ઘર અને કાર્યસ્થળ બંનેની જવાબદારીઓ ખૂબ જ સારી રીતે નિભાવી રહી છે. આવી જ એક મહિલાની વાત આજે કરવાના છીએ.

કહેવાય છે ને કે મન મક્કમ હોય તો માંડવે જવાય અને શોખ હોય તો ગમે તે વસ્તુ હાંસલ પણ કરી શકાય. બસ આ કહેવત અમદાવાદમાં રહેતી અને મૂળ કચ્છી મહિલાએ સાબિત કરી બતાવી છે. જેણે નાની ઉંમરે મોટી સિદ્ધિ હાંસલ કરી છે. જે મહિલા દિવસ પર અન્ય મહિલા માટે એક પ્રેરણા રૂપ પાત્ર કહી શકાય. કોણ છે આ મહિલા તેના વિશે જાણો. આ છે મૂળ કચ્છી પણ અમદાવાદમાં રહેતી માનસી કારાની. જેની ઉંમર તો આમ નાની છે પણ તેની સિદ્ધિ તેની ઉંમર કરતા મોટી છે. માત્ર એક સિદ્ધિ નહીં પણ ત્રણ અલગ અલગ ક્ષેત્રમાં તેણે સિદ્ધિ હાંસલ કરી. જેની શરૂઆત ભરતનાટ્યમથી થઈ.

માનસીની ડાન્સિંગ સફર

માનસી કારાનીની સફર એટલી પણ સરળ ન હતી. 2019માં ચેન્નઈથી તે ડાન્સિંગ માટે અમદાવાદ શિફ્ટ થયા અને 4 વર્ષ રહ્યા. જ્યાં તેણે ડાન્સિંગ શીખ્યું. પણ 2020 માં કોરોનાને કારણે લોકડાઉન થતા તમામ પ્રક્રિયા બંધ થઈ અને તેણે ઘરે બેસવાનો વારો આવ્યો. જોકે તેના પરિવાર અને મિત્રના સ્પોર્ટથી તે હારી નહીં અને ઘરે રહી ને તેણે ડાન્સિંગ સાથે યોગા શીખ્યા અને બાદમાં સોશિયલ મીડિયાનો લાભ લઈ મિત્રોની મદદ લઈને સોશિયલ મીડિયામાં ડાન્સિંગ અને યોગાના વીડિયો મુકવાનું શરૂ કર્યું અને ત્યારબાદ તેની લાઈફની ચેઈન બુલેટ ગતિએ ચાલવા લાગી.

હાલ એવો સમય આવ્યો કે જેની આ કાર્યપદ્ધતિથી તે રાજ્યની સાથે વિદેશોમાં ડાન્સિંગ અને યોગાની ઓફલાઈન અને ઓનલાઈન તાલીમ આપે છે. તેની આ સિદ્ધિથી તેનો પરિવાર હાલ ગર્વ અનુભવે છે. જોકે શરૂઆતમાં માનસીના પરિવારને ચિંતા હતી કે એક સ્ત્રી તેના પરિવારથી દૂર રહીને શું કરશે. સુરક્ષિત રહેશે. આગળ વધી શકશે કે નહીં. પણ માનસીની પ્રબળ ઈચ્છા શક્તિ અને ડાન્સિંગના શોખે તેને આજે આ સિદ્ધિ અપાવી અને આજે તે પોતાના કલાસીસ પણ ચલાવે છે. જે એક મહિલાના દ્રઢ મનોબળના દ્રષ્ટાંતને પૂરું પાડે છે.

પરિવારના સપોર્ટથી નાની ઉંમરમાં હાંસલ કરી મોટી સિદ્ધિ

પરિવાર અને મિત્રોના સ્પોર્ટથી માનસી કારાનીએ આજે નાની ઉંમરે મોટી સિદ્ધિ હાંસલ કરી છે. પણ તેમાં પણ તેનું મનોબળ પ્રબળ દ્રઢ હોવું પણ જરૂરી છે. કેમ કે પહેલાના સમયમાં સ્ત્રી ઘરનું જ કામ કરે તેવી છાપ હતી. જેથી સ્ત્રી ઘર સુધી જ સીમિત બનીને રહી ગઈ હતી. તે જ મહિલા દિવસ ની એક સાચી અને ખરી ભેટ બની છે. જેમાંથી અન્ય મહિલાઓએ પણ કંઈક શીખ લેવાની જરૂર છે.

કોણ છે માનસી

મૂળ કચ્છમાં રહેતી માનસીને એક બહેન અને માતા પિતા છે. તેની માતાનું નામ શિલ્પાબેન છે. પિતાનું નામ પ્રકાશભાઈ છે અને બહેનનું નામ વિધિ છે. જેઓ કચ્છમાં વસવાટ કરતા. જોકે કારાની પરિવાર માનસીના અભ્યાસને લઈને 2012માં ધોરણ 10 પછી અભ્યાસ માટે મુંબઈ શિફ્ટ થઈ. જ્યાં તેઓ 5 વર્ષ મુંબઈમાં એટલે કે 2012 થી 2017 ભરત નાટ્યમમાં બેચલર કર્યું અને બાદમાં 2017 થી 2019 ચેન્નઈમાં મુખ્ય ડાન્સ શીખવા ગઈ અને સાથે માર્સલ આર્ટ કલારીપટ્ટ પણ શીખ્યું. આ તમામ પરિસ્થિતિ વચ્ચે માનસીએ મુંબઈથી ચેન્નઈ પરિવારથી એકલા અને દૂર રહેવું પડયું હતું. જે તેના માટે કપરું તો હતું. પણ ડાન્સ તેનો શોખ હતો જેથી એક મહિલા હોવા છતાં તે આગળ વધી. મહિલા એકલી કઈ ન કરી શકે તે કહેવત ને તેણે ખોટી સાબિત કરી બતાવી. હવે તે તેના કામ થી તે ગર્વ અનુભવે છે.

Published on: Mar 03, 2023 08:32 PM