Technology Video: આ કારણે થઈ શકે છે ACને નુકસાન, કુલિંગ વધારવા અપનાવો આ ટિપ્સ
જો તમારી પાસે વર્ષો જૂનુ એસી હોય, તો સિઝન શરૂ થતાં જ તેને રિપેર કરાવી લેવું અથવા સુધારવું વધુ સારું છે, જેથી તે આખી સિઝનમાં યોગ્ય રીતે કામ કરે. આજે અમે તમને એવી 5 વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના કારણે જૂનું એસી નવા જેવું થઈ જશે.
ઉનાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે અને ગરમીમાંથી રાહત મેળવવા એસી ચાલુ કરવાનો સમય આવી ગયો છે. ત્યારે આપણે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવાની જરૂર છે. એસીને પહેલા તો સારી રીતે તપાસો. જુઓ કે કોઈ સમસ્યા ના આવે. જો તમારી પાસે વર્ષો જૂનુ એસી હોય, તો સિઝન શરૂ થતાં જ તેને રિપેર કરાવી લેવું અથવા સુધારવું વધુ સારું છે. જેથી તે આખી ઉનાળાની સિઝનમાં યોગ્ય રીતે કામ કરે. આજે અમે તમને એવી 5 વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના કારણે જૂનું એસી નવા જેવું જ થઈ જશે.
આ પણ વાંચો: શું AC પર કબૂતરોએ બનાવી દીધુ છે ઘર? નુકસાન જાણી રહી જશો દંગ, તાત્કાલિક કરો આ કામ
ભારતમાં ખૂબ જ ગરમી પડે છે. એટલા માટે 6 મહિના માટે ACની જરૂર પડે છે. વધુ પડતા ઉપયોગથી એસીના ફિલ્ટરમાં રજકણ, માટી ભરાઈ જાય છે. એસીના ફિલ્ટરમાં વધુ પડતી રજકણ, માટી ભરાઈ જવાના કારણે AC ઠંડક ઓછી આપે છે અને વધુ વીજળીનો વપરાશ કરે છે. આ કિસ્સામાં, એસીને ચાલુ કરતા પૂર્વે ફિલ્ટરને પહેલા તેને સાફ કરો.
કન્ડેન્સર કોઇલ ACના આઉટડોર યુનિટ પર સ્થિત હોય છે. તે બહાર હોવાથી, કબૂતરો કે અન્ય પક્ષી તેના પર માળા બાંધે છે. જો ત્યાં વધુ પડતો કચરો હોય, તો એસી ગરમીને યોગ્ય રીતે છોડી શકશે નહીં અને મશીનને ઠંડુ થવાથી અટકાવશે. કબૂતરો કે અન્ય પક્ષીથી બચાવવા માટે, તેની આસપાસ જાળી મૂકી શકાય છે. જેથી પક્ષીઓ તેના પર બેસી ન જાય અને તેમનો માળો ત્યાં ન બનાવે. કોઇલને સોફ્ટ બ્રશથી સાફ કરો અને તમે બધી ધૂળ દૂર કરવા માટે નળીનો ઉપયોગ કરી હળવેથી પાણીનો છંટકાવ કરી શકો છો.
જો તમારું AC અચાનક બંધ થઈ ગયું હોય તો તમારે તેનું થર્મોસ્ટેટ ચેક કરવું જોઈએ. થર્મોસ્ટેટ રૂમનું તાપમાન સેટ કરે છે અને જ્યારે જરૂર પડે ત્યારે ACને ચાલુ અને બંધ કરે છે. થર્મોસ્ટેટને યોગ્ય તાપમાન પર સેટ કરો. તે પછી પણ જો પ્રોબ્લેમ આવે તો તરત જ રિપેર કરનારને ફોન કરો. અને રિપેર કરાવો.
જો ACના કારણે તમારું વીજળીનું બિલ વધારે આવે છે, તો તેની પાછળનું કારણ ACમાં રહેલી મોટર હોઈ શકે છે. જો મોટર ખરાબ થઈ રહી છે તો ચોક્કસપણે સર્વિસિંગ કરાવો. ખરાબ AC કોમ્પ્રેસર કૂલિંગ સિસ્ટમને અસર કરી શકે છે. જો કોમ્પ્રેસર ખરાબ હોય, તો જુગાડ કરવા કરતાં કોમ્પ્રેસર બદલવું વધુ સારું છે.